fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રોમાંચક સફરનાં દસ વર્ષ, આપના સાથ વિના અશક્ય!

આ અંક સાથે આપણી ‘સાયબરસફર’ દસ વર્ષ પૂરાં કરીને અગિયારમા વર્ષમાં પ્રવેશે છે! ફક્ત પર્સનલ ટેક્નોલોજી વિષય પર કેન્દ્રિત કોઈ મેગેઝિન હોઈ શકે, એ પણ પ્રિન્ટેડ મેગેઝિન અને એ પણ ગુજરાતી ભાષામાં (અને જે આટલું ટકે!) એ જ બતાવે છે કે આપણે ખરેખર ૨૧મી સદીમાં ઘણા આગળ વધી ગયા છીએ!

અનેક વાચકોના હૂંફાળા સાથ અને દરેક રીતે મદદરૂપ થવાની ભાવના વિના સફર આ પડાવે પહોંચી ન શકી હોત  – આપ સૌનો દિલથી ઋણસ્વીકાર!

સફરના પ્રારંભે એવું વિચાર્યું હતું – એ સમયે સ્માર્ટફોનનો આજના જેવો જમાનો આવ્યો નહોતો – કે ઘર ઘરમાં કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ પહોંચવા લાગ્યાં છે, પણ આ મહાશક્તિશાળી સાધનોનો જોઈએ એવો ઉપયોગ થતો નથી, તો તેની ઉજળી બાજુ પર ફોકસ કરવું અને રોજિંદા જીવનમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષે અને વધારે, શિક્ષકો તથા ઓફિસમાં કામ કરતા લોકોની કાર્યક્ષમતા વધારે અને સૌની જિંદગીમાં આ સાધનોથી કંઈક વધુ ખુશાલી આવે એવું વાંચન આપવા પર ભાર મૂકવો.

ઘર ઘરમાં કમ્પ્યૂટરમાંથી હવે દુનિયા ઘણી આગળ વધી ગઈ છે અને દરેક હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. ઇન્ટરનેટ રીતસર આપણા જીવન પર પ્રભાવી થઈ ગયું છે.   તકલીફ એ છે કે એની જેટલી સારી અસરો છે એટલી જ ખરાબ અસર પણ છે.

સારી કે નરસી બંને પ્રકારની અસરથી આપણે દૂર રહી શકીએ એવી કોઈ શક્યતા જ નથી. આપણી પાસે બે જ વિકલ્પ છે – એક આ સાધનોને આપણાં ગુલામ બનાવીએ અને એની પાસેથી કંઈક વધુ જાણીએ, વધુ મેળવીઅે અને બીજો રસ્તો આપણે એના ગુલામ બનીએ!

‘સાયબરસફર’નું ફોકસ નવા સમયનાં સાધનો અને નવી ટેક્નોલોજીનાં વિવિધ પાસાં સમજીને એના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવા પર રહ્યું છે. ‘સાયબરસફર’ માટે ટેક્નોલોજી માત્ર માધ્યમ છે, મૂળ હેતુ તો આપણા જીવનની મજા વધારવાનો છે! એટલે ફક્ત વિવિધ વેબસર્વિસ કે એપ્સ વિશે જ વાત કરવાને બદલે, કંઈક નવું, કંઈક જુદું જાણવાની, ઇન્ટરનેટ પર એની શોધ ચલાવવાની અને પછી પોતાની રીતે એમાં આગળ વધવાની વિવિધ રીતોને પ્રોત્સાહન આપવાનો પણ આ મેગેઝિનમાં પ્રયાસ થાય છે.

આગામી વર્ષોમાં આપણી આ સફર બદલાતા સમય અનુસાર નવા નવા સ્વરૂપે આગળ વધારવાની પણ નેમ છે, સાથ આપતા રહેશો!

  – હિમાંશુ

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.