fbpx

બનાવો તમારી પોતાની લાઇબ્રેરી, ઇન્ટરનેટ પર!

વાંચો શોખ હોય એ ઇન્ટરનેટ પર તમારી ફેવરિટ એવી જુદી જુદી એક સાઇટ્સની વારંવાર મુલાકાત લઈને થાકી જતા હો તો તમારા માટે આરએસએસ ખૂબ કામની સર્વિસ છે

તમે તમારી શાળા-કોલેજ કે ગામ-શહેરની લાઇબ્રેરીમાં જ્યારે જાવ ત્યારે સામાન્ય રીતે કેવી લાગણી થાય? જો વાંચવાનો જરા સરખો શોખ હોય તો લાઇબ્રેરીમાં ગોઠવાયેલાં સંખ્યાબંધ પુસ્તકો જોઈને ક્યારેક તો એવો વિચાર ઝબકી જ જાય કે વાંચવા જેવું કેટકેટલું છે અને સમય કેટલો ઓછો છે!

પાછું એવું પણ નથી કે લાઇબ્રેરીમાં જે કંઈ છે એ બધું જ આપણા રસનું છે. આવી સ્થિતિમાં વળી નવી મુશ્કેલી ઊભી થાય – પાર વગરનાં પુસ્તકોમાંથી આપણા રસનાં કેટલાં અને એમાં વળી કેટલું આપણે ખરેખર કામનું એ નક્કી કેમ કરવું?

વાતને થોડી વધુ ગૂંચવીએ. હવે એવું ધારી લો કે લાઇબ્રેરીમાં જેટલાં પુસ્તકો છે એટલાં ને એટલાં નવાં પુસ્તકો તેમાં ઉમેરાતાં જાય છે અને બધાં જ પુસ્તકોમાં પાનાં સતત ઉમેરાતાં જ જાય છે! તમે વાંચી વાંચીને કેટલું વાંચશો? એથી જ પહેલાંનો સવાલ, તમે કયા પુસ્તકમાં શું નવું આવ્યું એ જાણવા માટે ફેંદી ફેંદીને કેટલાંક પુસ્તકો ફેંદશો?

ઇન્ટરનેટની આ સ્થિતિ છે. દરરોજ આપણી કલ્પના કામ ન કરે એટલી નવી સામગ્રી તેમાં ઉમેરાતી રહે છે. માહિતીનો ખરેખરો વિસ્ફોટ થઈ રહ્યો છે ઇન્ટરનેટ પર – રોજેરોજ અને પળેપળે. આ સ્થિતિમાં આપણી પાસે બે જ ઉપાય છે, કાં તો પેલા શાહમૃગની જેમ રેતીમાં મોં ખોસી દઈએ અને દુનિયામાં જે કંઈ બની રહ્યું છે, જે પરિવર્તનો આવી રહ્યાં છે, જે નવું નવું જાણવા જેવું સર્જાઈ રહ્યું છે એ બધાથી નજર ફેરવી લઈએ. તમે નિવૃત્ત થઈ ગયા હો, બધી જવાબદારીઓથી પરવારી ગયા હો તો પણ દુનિયાથી દૂર જવું તમને ગમશે નહીં. જો હજી યુવાન હો, દુનિયાની સાથે ને બદલાતા સમય સાથે કદમ મિલાવવાનો થનગનાટ હોય, ચાર મિત્રો સાથે વાતો ચાલી રહી હોય ત્યારે ખચકાયા વિના વાતોમાં રસપૂર્વક ઝંપલાવવું હોય કે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં સામે છ – સાત અધિકારીઓ સવાલોનો મારો ચલાવી રહ્યા હોય અને તેમને માત્ર પુસ્તકિયા જ્ઞાનથી નહીં પણ તેજ દિમાગ અને સતેજ સમજથી એમને ખરેખર આંજી દેવા હોય તો રોજેરોજ નવું નવું વાંચવું તો પડે જ. ચાલે જ નહીં.

તો શું કરવું? સિમ્પલ, ઇન્ટરનેટના શરણે જઈને તેના પર આખી દુનિયાની જે નવી માહિતી ઠલવાઈ રહી છે તેમાંથી આપણા રસની ને કામની બધી બાબતો સહેલાઇથી જાણી શકાય એવો કોઈ સ્માર્ટ રસ્તો શોધી લેવો જોઈએ. આવો એક સ્માર્ટ રસ્તો છે આરએસએસ ફીડ.

અત્યારે મોટા ભાગે એવું બનતું હશે કે તમારી કેટલીક ફેવરિટ સાઇટ હશે અને કેટલાક ફેવરિટ બ્લોગ હશે. દરરોજ તમે એ સાઇટ્સ અને બ્લોગ્સ પર જતા હશો, ક્યારેક નવો લેખ મુકાયો હોય અને ક્યારેક ન પણ મુકાયો હોય. માનો કે તમે આખા દિવસમાં એકાદ કલાક જેટલો સમય આ પ્રવૃત્તિ માટે ફાળવી શકતા હો તો ઓછામાં ઓછો અડધો કલાક તો બધી સાઇટ ને બ્લોગ પર આંટાફેરા કરવામાં જ વીતી જાય.

તેના બદલે, એ બધી જ સાઇટ્સ અને બ્લોગ્સ તેના પર જ્યારે પણ કંઈક નવી માહિતી મુકાય ત્યારે એ લઈને તમારી સમક્ષ હાજર થઈ જાય તો કેવું? આરએસએસ બરાબર આ જ કામ કરે છે.

ઇન્ટરનેટના દરિયામાંથી તમને ગમતાં મોતી, તમારી કોઈ મહેનત વિના તમારી સામે હાજર કરતા મરજીવાનું કામ કરે છે આ આરએસએસ. આરએસએસ જે તમને ગમતા બધા બ્લોગ પર કોઈ પણ નવું લખાણ મુકાય કે તરત એની લિંક (લખાણ સહિત) એક જ જગ્યાએ, વ્યવસ્થિત રીતે ગોઠવીને તમારી સમક્ષ મૂકી દે છે.

આરએસએસનું ફૂલ ફોર્મ ‘રીચ સાઇટ સમરી’ થાય છે. આ ટેક્નોલોજી રિયલી સિમ્પલ સિન્ડિકેશન તરીકે પણ ઓળખાય છે. આ ટેક્નોલોજીનાં બે પાસાં છે :

  1. નવી સામગ્રી પૂરી પાડનાર : જે સાઇટ કે બ્લોગ પર નવી સામગ્રી મુકાતી હોય તે, દરેક નવી સામગ્રીની લિંક પૂરી પાડે છે, જેને આરએસએસ ફીડ કહેવાય છે
  2. નવી સામગ્રી વાંચનાર : એટલે કે આપણે સૌ તો ખરા જ, પણ એવી કોઈ એક જગ્યા જ્યાં આ બધી ફીડ ભેગી થાય છે.

આ ‘એક જ જગ્યા’ એટલે કઈ, એવો સવાલ થયો? જવાબ છે આરએસએસ રીડર. ટેક્નોલોજીની લાંબી વાત ટૂંકાવીને એમ કહી શકાય કે કેટલીક એવી સાઇટ્સ છે જે તમને આરએસએસ રીડર પૂરું પાડે છે. એ ‘જગ્યા’ પર જઈને તમે આરએસએસનો લાભ લઈ શકો.

ઇન્ટરનેટ પર બે પ્રકારનાં આરએસએસ રીડર ઉપલબ્ધ છે – ઓનલાઇન રીડર અને ઓફલાઇન રીડર. નામ મુજબ, ઓનલાઇન રીડર તમે કશું ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કયર્િ વિના સીધા નેટ પર ઉપયોગમાં લઈ શકો છો, જ્યારે ઓફલાઇન રીડરમાં એ બધી કડાકૂટ રહે છે.

ગૂગલ રીડર જેવા ઓનલાઇન રીડર વપરાશમાં બિલકુલ સરળ છે (બીજી એક સર્વિસ પણ છે). એનો ઉપયોગ શરૂ કરવા માટે તમારે ખાસ કશું કરવાની જરૂર પણ નથી. એકાઉન્ટ ખોલાવો ને તમારી ગમતી સાઇટસ કે બ્લોગ્સની આરએસએસ ફીડનાં સરનામાં તેને આપી દો. મોટા ભાગની પ્રતિષ્ઠિત વેબસાઇટ્સ હવે આ સગવડ આપે છે. ‘દિવ્ય ભાસ્કર’ની સાઇટ પર જઈને જોશો તો એ આંતરરાષ્ટ્રીય સમાચાર, રાષ્ટ્રીય સમાચાર, સ્પોર્ટ્સ, બિઝનેસ વગેરે ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ કે ઉત્તર-દક્ષિણ ગુજરાતના સમાચારોની અલગ અલગ ફીડ આપે છે. આ ફીડ એડ્રેસ તમારા ફીડ રીડરને આપી દો. ચાહો તો બીજાં કેટલાંય અખબારોનાં ફીડ એડ્રેસ પણ આ રીતે આપી દો. પછી, જ્યારે પણ ઇચ્છા પડે ત્યારે તમારા ફીડ રીડરમાં જઈ, બધાં જ અખબારોની હેડલાઇન્સ પર એકસાથે નજર ફેરવી લો. જે સમાચારમાં રસ પડે એને વિગતવાર વાંચો, ફક્ત એક ક્લિકથી!

એક વાર થોડો સમય કાઢીને ફીડ રીડર્સમાં જુદા જુદા વિષયોનાં ફોલ્ડર્સ બનાવી લેશો અને એ મુજબ ફીડ્ઝ ગોઠવી દેશો તો વધુ મજા પડશે. બસ તો આ રીતે, ઇન્ટરનેટ પર તમારી પોતાની લાઇબ્રેરી બનાવી લો અને સતત બદલાતા સમય સાથે તાલ મિલાવો!

ગૂગલ રીડર – તમારી ઓનલાઇન લાઇબ્રેરી

તમે જો મોટા ભાગે ઓનલાઇન રહી શકતા હો ગૂગલી ફીડ રીડર સર્વિસ ખૂબ સરળ અને ઉપયોગી છે. સૌથી પહેલાં, http://www.google.co.in/ જાઓ. તમારા જીમેઇલ કે ગૂગલ એકાઉન્ટી લોગ-ઇન થાઓ. આ સર્વિસો યુઝર ઇન્ટરફેસ (એટલે કે તમે જે દેખાય છે તે!) બિલકુલ જીમેઇલ જેવો જ છે.

તમે ગૂગલ રીડરો હેલી વાર ઉપયોગ કરતા હશો તો હેલા ગૂગલ તમે આવકારશે એ રીડરની સામાન્ય સમજણ આપશે. ઉરાંત ગૂગલે પહેલેથી ગોઠવી રાખેલી તેની પસંદગીની કેટલીક ફીડ પણ જોઈ શકશો.

હવે પેજની ડાબી તરફ નજર દોડાવો. અહીં ટોચ પર રીડરના લોગોની નીચે ‘સબસ્ક્રાઇબ’નું બટન આપેલું છે તે આપણા માટે સૌથી કામનું છે.

આપણું રીડરટૂલ – બીજા શબ્દોમાં કહીએ તો આપણી પોતાની લાઇબ્રેરી – તો તૈયાર છે, હવે ફક્ત આપણે તેમાં વાંચવાની સામગ્રી ઉમેરવાની છે. આ કામ આ સબસ્ક્રાઇબ બટનથી થશે.

એ બટન પ્રેસ કરીને તમે આ રીતે આરએસએસ ફીડ ઉમેરી શકો છો, એક તો કોઈ પણ બાબત વિશે ઉપલબ્ધ આરએસએસ ફીડ સર્ચ કરીને જેમ કે સબસ્ક્રાઇબના બોક્સમાં તમે સચિન તેન્ડુલકર લખીને સર્ચ કરશ તો સચિનનો ઉલ્લેખ ધરાવતી એ આરએસએસ ફીડ ધરાવતી સાઇટની યાદી ખૂલશે. આ લિસ્ટમાં ડાબી તરફ જે તે સાઇટી ફીડના કેટલા સબસ્ક્રાઇબર છે એ જોઈ શકશો એ તેા આધારે કઈ સાઇટ સચિનની બાબતે વધુ લોકપ્રિય છે એ પણ સમજી શકશો.

હવે ધારો કે આપણે સૌથી વધુ સબસ્ક્રાઇબર ધરાવતી ઇએસપીએન ક્રિકઇન્ફો સાઇટને સબસ્ક્રાઇબ કરી (અહીં કોઈ લવાજમ ભરવાનું નથી!) એટલે તરત, ડાબી કોલમમાં ‘સબસ્ક્રિપ્શન્સ’ ટાઇટલ હેઠળ સચિનના નામ સાથે એક લિંક તૈયાર થઈ જશે. તેના પર ક્લિક કરશો એટલે ઇએસપીએનની સાઇટ પર નવી મુકાયેલી સામગ્રીની લિંક્સ તમે જોઈ શકશો (ઈમેઇલના ઇબોક્સની જેમ જ). જે શીર્ષકમાં તમને રસ પડે તેના પર ક્લિક કરો, થોડું વાંચો, વધુ રસ પડે તો ફરી ક્લિક કરીને મૂળ સાઇટ પર પહોંચી જાવ!

આ તો આપણે જે તે વિષય સર્ચ કરીને ફીડ સબસ્ક્રાઇબ કરવાની રીત જોઈ. હવે સમજીએ આપણી ફેવરિટ સાઇટ કે બ્લોગને સબસ્ક્રાઇબ કરવાની રીત.

હવે રીડરની બહાર નીકળી જાવ અને કોઈ પણ ટેબમાં તમને ગમતી સાઇટ કે બ્લોગ ઓન કરો. ધારો કે તમે ‘દિવ્ય ભાસ્કર’ અખબાર વારંવાર વાંચો છો, તો તેની સાઇટ પર જાઓ. હોમપેજ પર છેક નીચે જોશો તો આરએસએસ ફીડનું ચિહ્ન દેખાશે. દરેક સાઇટ પર લગભગ આ જ પ્રકારનું ચિહ્ન જોવા મળશે.

‘દિવ્ય ભાસ્કર’ એ બીજી ઘણી ન્યૂઝ સાઇટ જુદા જુદા પ્રકારના સમાચારો માટે જુદી જુદી ફીડ લિંક આપે છે. ધારો કે તમને ગુજરાતના સમાચારો જાણવામાં રસ છે તો ગુજરાત સામે આપેલી ફીડની લિંક કોપી કરો અને ફરી ગૂગલ રીડરમાં આવી, સબસ્ક્રાઇબના બોક્સમાં તેે પેસ્ટ કરીને ક્લિક કરશો, એટલે ‘દિવ્ય ભાસ્કર’ પર ગુજરાત વિભાગમાં મુકાતા નવા સમાચારો તમારી લાઇબ્રેરીમાં ઠલવાવા લાગશે!

આ સિવાય ફીડ ઉમેરવાનો એક સહેલો બ્રાઉઝરા એક્સટેન્શનનો ઉપયોગ કરવાનો છે. જેમ કે તમે ક્રોમો ઉપયોગ કરતા હો તો ક્રોમ વેબ સ્ટોરમાં જઈને આરએસએસ ફીડ સર્ચ કરશો તો ગૂગલનું જ આરએસએસ ફીડ એક્સટેન્શન મળશે. તેે ક્રોમમાં ઉમેરી દો, પછી તમે જે સાઇટ પર હો તેની આરએસએસ ફીડ ઉપલબ્ધ હોય તો એડ્રેસ બારના જમણા છેડે આરએસએસનું ચિહ્ન દેખાશે. તેના પર ફક્ત એક ક્લિક કરીને તમે એ સાઇટની ફીડ સબસ્ક્રાઇબ કરી શકશો.

મિત્રોને આ પેજ મોકલો
Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

Bookmark Feature is disabled.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.