fbpx

મોટી કંપનીઓ સામે લડવા ટેક્નોલોજી સમજવી પડશે

સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે – ખરેખર!  હજી થોડાં વર્ષોથી આપણને ઓનલાિન શોપિંગ સાઇટ્સ પરથી સ્માર્ટફોન કે કપડાં કે બીજી નાની મોટી ચીજવસ્તુઓ ઓનલાઇન ખરીદવાનો શોખ વળગ્યો હતો. ત્યારે આપણને કરિયાણું પણ ઓનલાઇન ખરીદવાનો વિચાર પણ આવતો નહોતો.

કરિયાણા માટે, નાનાં-મોટાં શહેરોમાં ખૂલી ગયેલા મોટા, એસી માર્ટમાં, મોજથી કાર્ટ લઈને ટહેલતાં ટહેલતાં ખરીદી કરવાનું આપણને ગમવા લાગ્યું હતું. આપણા ઘરની નજીકના દુકાનદારો આ નવા ટ્રેન્ડથી ભીંસ અનુભવતા હતા ત્યાં કોરોના આવ્યો!

આપણે સૌ કોન્ટેક્ટલેસ ખરીદી તરફ વળવા લાગ્યા. રોજબરોજનાં શાકભાજી, દૂધ, કરિયાણાની ચીજવસ્તુઓ વગેરે બધું જ આપણે ઓનલાઇન મંગાવવા લાગ્યા.

થોડાં વર્ષો પહેલાં મોટા મોલ આવ્યા ત્યારે પણ કરિયાણા, સ્ટેશનરી, કપડાં વગેરેની નાના શોરૂમ કે શોપ્સ ભીંસમાં આવશે એવી વાતો થઈ હતી અને પછી એવું થયું નહોતું. પણ આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન થવાની શક્યતા ઓછી છે.

હવે બચત કરતાં પણ આપણે સમય અને સગવડને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છીએ.

મોટાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ અત્યાર સુધી આપણી સગવડ સાચવવા પર અને બચત કરાવવા પર ધ્યાન આપતાં હતાં. મોટા ભાગે આપણને મોટા ડિસ્કાઉન્ટથી લલચાવવામાં આવતા હતા. એ પછી ઓર્ડર કરેલી ચીજવસ્તુની ડિલિવરી અઠવાડિયે થાય તોય આપણને વાંધો નહોતો. સસ્તું મળતું હોય, સગવડભરી રીતે મળતું હોય તો વસ્તુ હાથમાં આવતાં વાર થાય એનો વાંધો નહોતો.

હવે મોટી કંપનીઓ સસ્તું, સારું અને ઝડપથી આપવા પર ફોકસ કરવા લાગી છે. સમય છે ક્વિક, ક્યૂ-કોમર્સનો. ખાણીપીણી ઉપરાંત કરિયાણાની ક્વિક ડિલિવરીનો.

નાના વેપારીઓ આ જ વાતે મોટી કંપનીને અત્યાર સુધી માત આવતા આવ્યા છે. રોજબરોજની ચીજવસ્તુ ફટાફટ જોઈતી હોય ત્યારે આપણને નજીકની દુકાન જ યાદ આવે.

પરંતુ હવે મોટી કંપની, તેની એપ્સની મદદથી બે-ચાર કલાક નહીં, માત્ર દસ મિનિટમાં ઘેરબેઠાં ડિલિવરી કરવાની વાત કરવા લાગી છે, એ પણ નજીકની દુકાન કરતાં સસ્તા ભાવે. આ લડાઇમાં ટકવું નાની દુકાનો માટે મુશ્કેલ બનશે.

વાત હજી મોટાં શહેરોનાં અમુક વિસ્તારો પૂરતી છે, પરંતુ એમાં સફળતા મળશે તો કંપનીઓ બહુ ઝડપથી નાનાં શહેરોમાં આગળ વધશે.

આ બધું સમજવું જરૂરી એટલા માટે છે કે આજે જે કરિયાણામાં થઈ રહ્યું છે એ આવતી કાલે બીજા બધા ધંધાપાણીમાં થશે. નવા સમયની નવી રીતો સમજીને, ઓનલાઇન એપ્સને એમની રીતે ફાઇટ આપવી પડશે!

જે નવી ટેકનોલોજી જેમ મોટી કંપનીઓને એડવાન્ટેજ આપી રહી છે એ જ ટેક્નોલોજી નાના દુકાનદારોને પણ ઉપોયગી થઈ શકે છે – બસ સમયસર અપનાવવી પડશે.

  – હિમાંશુ


‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.

Please to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published.

Share on whatsapp
મિત્રોને આ પેજ મોકલો
Share on facebook
Share on twitter
Share on telegram
Don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

Bookmark Feature is disabled.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.