fbpx

હાલના મુશ્કેલ સમયને હળવો બનાવીએ, વિતેલી યાદોના સહારે!

આપણે સૌ અત્યારે અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ગયા વર્ષથી શરૂ થયેલો કોરોનાનો આતંક તેની બીજી લહેરમાં વધુ ઘાતક પુરવાર થઈ રહ્યો છે.

આપણે સૌ અસહાયપણે, પોતાના પરિવારમાં કે નિકટના સ્વજનોમાં કોરોનાનો વ્યાપ વધતો જોઈ રહ્યા છીએ, ઘણાએ નિકટનાં સ્વજન ગુમાવવાં પડ્યાં છે.

મહામારીના આ મુશ્કેલ સમયમાં બચવાનો એક માત્ર ઉપાય આટલો જ છે – ડબલ માસ્ક, રસીનો ડબલ ડોઝ અને અન્ય લોકોથી જરૂરી હોય તેના કરતાં પણ ડબલ અંતર જાળવવું.

ચારેતરફથી નિરાશાજનક સમાચારોનો મારો થઈ રહ્યો છે ત્યારે આપણી માનસિક શાંતિ જાળવી રાખવી પણ કપરી છે. કોરોના થયો હોય, પણ સદનસીબે હોસ્પિટલમાં જવું પડ્યું ન હોય તો ઘરમાં ક્વોરન્ટાઇન રહેવા દરમિયાન પણ ઘણા લોકો માટે લગભગ એકાંતવાસમાં ૧૪ દિવસ વિતાવવા બહુ મુશ્કેલ બને છે.

આપણે આ સ્થિતિમાં મનને થોડી આનંદદાયક પ્રવૃત્તિ તરફ વાળવાની કોશિશ કરીએ.

વિતેલા સમયને ફરી ફરી યાદ કરવો એ હંમેશા એક લ્હાવો હોય છે. ગયા વર્ષથી આપણે સૌ લગભગ ઘરમાં પૂરાઈ ગયા, પરંતુ એ પહેલાંના સમયમાં કોઈ ચિંતા કે મન પર કોઈ ભાર વિના, પૂરી સ્વતંત્રતાથી ઇચ્છીએ ત્યાં જઈ શકતા હતા, એ દિવસોની તસવીરો ફરી જોઈને, દુઃખી થવાને બદલે, જેટલું માણવા મળ્યું એનો આનંદ લઈ શકીએ છીએ!

એ દૃષ્ટિએ આ અંકની કવરસ્ટોરી તમને ઉપયોગી થશે.

આપણા ડિજિટલ ફોટોગ્રાફ્સને યોગ્ય રીતે સાચવવાનું કામ દિવસે દિવસે વધુ મુશ્કેલ બની રહ્યું છે. વર્ષ ૨૦૧૫માં ગૂગલે તેની ‘ફોટોઝ’ સર્વિસ લોન્ચ કરી એ પછી આ કામ ઘણું સહેલું બન્યું, પણ હવે ગૂગલ કંપની આપણી મુશ્કેલી ફરી વધારી રહી છે – આ સર્વિસમાં અત્યાર સુધી મળેલી અનલિમિટેડ સ્ટોરેજની સગવડ હવે બંધ થવાની છે.

અલબત્ત, હજી કેટલીક ખાસ રીતોની મદદથી આપણે મફતમાં જ આ સર્વિસનો શક્ય એટલો લાભ લઈ શકીએ છીએ. આ વખતની કવરસ્ટોરીમાં તેની વિગતવાર વાત કરી છે. ‘સાયબરસફર’માં આપણે હંમેશા ટેક્નોલોજીને આપણા પારિવારિક ઉપયોગના દૃષ્ટિકોણથી જોઈ છે. એ દૃષ્ટિએ આ વખતના જરા જુદા વેકેશનમાં તમે પરિવાર સાથે કંઈક નવું કરી શકો એ માટે ફ્લાઇટ સિમ્યુલેટર્સની પણ વાત કરી છે. આ વિશે પણ જાન્યુઆરી ૨૦૧૩માં આપણે વાત કરી ગયા છીએ, પણ હવે તેમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.

આ મુશ્કેલ સમય બને તેટલો જલદી પસાર થઈ જાય એવી શુભેચ્છા સાથે સૌના ક્ષેમકુશળની પ્રાર્થના.

– હિમાંશુ

Please to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published.

મિત્રોને આ પેજ મોકલો
Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

Bookmark Feature is disabled.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.