આપણે કોઈ સ્થળે જવું હોય અને તેનો રસ્તો ખબર ન હોય તો હવે આપણી મદદ કરવા માટે ગૂગલ મેપ્સ તદ્દન હાથવગા હોય છે.
ફોનમાં મેપ્સ એપ ઓપન કરો, હોમ સ્ક્રીન પર ડિરેકશન સૂચવતા ‘ગો’ બટન પર ક્લિક કરો અને તમારા લોકેશનથી જ્યાં જવું હોય તે ડેસ્ટિનેશન લખતાં એપ આપણને કાર, ટુ વ્હિલર, ટ્રેઇન કે બસ કે ચાલતાં જવાના વિવિધ રસ્તા બતાવશે. પરંતુ જે તે સ્થળે પહોંચતાં પહેલાં આપણે બીજા એક બે સ્થળે જવાનું હોય અને ત્યાંથી આગળ વધવું હોય તો?