fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇટી ડિગ્રી કોર્સમાં એડમિશન ન મળે તો નિરાશ ન થશો

આઇટી એક એવું ક્ષેત્ર છે જેમાં ‘ડિગ્રી વિના નો એન્ટ્રી’ એવું નથી. અત્યારથી યોગ્ય આયોજન કરશો તો તમારી રુચિ અને આવડત અનુસાર આગળ વધવામાં મદદ કરતા અનેક રસ્તા ખૂલી શકે છે.

આઇટીમાં મનગમતી કારકિર્દી : આગળ વધવાના અનેક રસ્તા છે.

આ વર્ષની શરૂઆતમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે આપેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૬-૧૭માં કમ્પ્યુટર સોફ્ટવેર/સર્વિસીઝ અને આઇટી આધારિત સેવાઓ એક્સપોર્ટ કરવાથી ભારતને થતી આવકનો આંકડો પૂરા ૧૧૧ અબજ યુએસ ડોલરના આંકને પાર કરી ગયો! ‚રૂપિયામાં ગણતરી માંડો તો આંકડો ૭૮,૪૨,૭૦,૫૦,૦૦,૦૦૦ જેવા આંકે પહોંચે!

આંકડો વાંચીને આંખ ચમકી ગઈને! ભારતમાં આઇટી ક્ષેત્ર કેટલું વિકસી રહ્યું છે એનો આ પુરાવો છે. આજના ડિજિટલ યુગમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇટી)ના જાણકારોની સમગ્ર વિશ્વમાં ડિમાન્ડ વધી રહી છે. આઇટી ક્ષેત્રમાં નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનોની કમી નથી એટલે એમાં હરીફાઈ પણ એટલી જ છે, પણ બધા માટે આઇટી એન્જિનીયરિંગ કે તેને સમકક્ષ ડિગ્રી મેળવવી શક્ય ન પણ હોય.

સદભાગ્યે, આઇટીનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તેમાં અનેકવિધ પ્રકારનાં કામના જાણકારો માટે સારી કારકિર્દી ઘડવાનો અવકાશ છે. જો તમે આઇટીના ૩-૪ વર્ષના ડિગ્રી કોર્સમાં જોડાઈ શકો એમ ન હો, તો તમારા માટે ઓછા સમયમાં ડિપ્લોમા કે આઇટી સર્ટિફિકેટ કોર્સ પૂરો કરીને તરત નોકરી મળી શકે તેવા ઓપ્શન્સ પણ છે.

ઓપ્શન્સ ઘણા છે, તમારી પોતાની રુચિ, સમજ અને કુશળતાને આધારે સમજી વિચારીને કોર્સ પસંદ કરવો રહ્યો અને પછી એમાં જીવ રેડી દો તો સફળતા અચૂક મળે.

‘સાયબરસફર’ના મે ૨૦૧૮ અંકમાં કપ્યુટર ટેકનોલોજીમાં ડિગ્રી અભ્યાસક્રમો આટાપાટા સમજીને તેમાંથી સરળ માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હવે, આ અંકમાં ડિગ્રી સિવાયના પણ વિવિધ પ્રકારના સર્ટિફિકિેટ કોર્સીઝની પ્રારંભિક માહિતી આપી છે.

એટલું યાદ રાખશો કે તમે જે પણ કોર્સ કરો એમાં તમારી સ્કિલ્સ પૂરેપૂરી વિકસાવો કારણ કે જોબમાર્કેટમાં ગજબની હરીફાઈ છે. આ કોર્સીઝમાંથી અમુક એવા છે, જેમાં જો તમે ખરેખર ખૂંપી જાવ અને તમારામાં કુદરતી ટેલેન્ટ હોય તો તમે ડિગ્રીધારી એન્જિનીયર કરતાં ક્યાંય આગળ નીકળી જઈ શકો. જ્યારે અમુક કોર્સ એવા છે, જે બહુ આકર્ષક કારકિર્દી ન અપાવી શકે, પણ સ્વમાનભેર જીવી શકાય એવી નોકરી જરૂર આપી શકે.

પહેલી શરત એ છે કે ફેસબુક કે વોટ્સએપમાં આવતી ફ્રેન્ડ્સની પોસ્ટ્સમાં જ રચ્યા પચ્યા રહેવાને બદલે, આ જ સર્વિસીઝનું પ્રોગ્રામિંગ, સ્ટ્રક્ચર કોડિંગ, યૂઝર ઇન્ટરફેસ વગેરે બાબતોમાં પણ રસ રસ લેવો પડશે.

પછી આઇટીની ડિગ્રી વિના પણ, અત્યારે તેજ ગતિએ આખી દુનિયાને બદલી રહેલા આ ક્ષેત્રમાં તમારે પોતાને માટે અને તમારા પરિવાર માટે ગૌરવભરી કારકિર્દી ઘડી શકશો – ઓલ ધ બેસ્ટ!

આગળ શું વાંચશો?

  • આઇટી ડિપ્લોમા

  • કમ્પ્યુટર સાયન્સ ડિપ્લોમા

  • વીએફએક્સ અને એનિમેશન

  • સાયબર સિક્યુરિટી

  • એપ, વેબ અને ગેમ ડેવલપમેન્ટ

  • વેબ ડિઝાઇનિંગ

  • હાર્ડવેર અને નેટવર્કિંગ

  • કમ્પ્યુટર હાર્ડવેર મેઇન્ટેનન્સ

  • એકાઉન્ટિંગ સોફ્ટવેર

  • માઇક્રોસોફ્ટ ઓફિસ અને ડેટા એન્ટ્રી કોર્સ

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.