fbpx

માઉસની પાંખે, ચાલો વિશ્વપ્રવાસે

‘‘મારા ક્લાસમાં બે બારી છે. એકમાંથી અમને જિનિવાની ઓળખ સમું ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું બિલ્ડિંગ દેખાય છે અને જરા દૂર સુધી નજર નાખીએ તો આલ્પ્સની પર્વતમાળા પણ દેખાય. બીજી બારીમાં નજર નાખીએ તો અમારી નજર દુનિયાના ખૂણેખૂણા સુધી પહોંચે છે…’’

જિનિવાની એક સ્કૂલના ટીચરે લખેલા આ શબ્દો જેવું જ કંઈક આપણે જામખંભાળિયા કે જસદણની શાળાના શિક્ષકના મોંએ પણ સાંભળીએ એ દિવસો લગભગ તો આવી જ ગયા છે, કેમ કે રાજ્ય સરકારના પ્રયાસો થકી ગુજરાતનાં ગામડાંની શાળાઓ સુધી પણ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ તો પહોંચવા લાગ્યાં છે, સવાલ ફક્ત આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય રીતે ચાલતું રહે એ સુનિશ્ર્ચિત કરવાનો અને શિક્ષકો ને વિદ્યાર્થીઓને માઉસની પાંખે આખી દુનિયાના પ્રવાસે નીકળવાનું જોમ ચઢે એવું વાતાવરણ સર્જવાનો છે.

કેમ કે હવે ગૂગલ અર્થ નામની આ બીજી બારી આપણને એવી મળી ગઈ છે કે હવે પૃથ્વીનો લગભગ કોઈ ખૂણો આપણી નજરથી બચી શકે તેમ નથી. ગૂગલ અર્થની મદદથી તમે ઇચ્છો તો પૃથ્વી પરના મહાસાગરોમાં ઊંડા ઊતરી શકો છો, એટલું જ નહીં, આકાશમાં લાંબી છલાંગ લગાવી શકો છો ને ચંદ્ર તથા મંગળ પર પર લટાર લગાવી શકો છો, ઘેરબેઠાં, માત્ર માઉસના હળવા ઇશારે!

તમે પણ ક્યારેક તો ગૂગલ અર્થ કે ગૂગલ મેપની અજમાયશ કરી જ જોઈ હશે અને મોટા ભાગે એમાં તમારું ઘર કે ઓફિસ પણ શોધ્યાં હશે, પણ ગૂગલ અર્થની  મજા એટલી મર્યાદિત નથી.

આમ તો સદીઓથી માનવીને આ પૃથ્વીની જાણીઅજાણી ભોમકાઓ ખૂંદવાનું ને નવાં નવાં રહસ્યો જાણવાનું કુતૂહલ રહ્યું છે. પૃથ્વીનો તાગ પામવાની માનવજાતની ઝંખના તો માનવજાતિના ઉદભવ સાથે જ પેદા થઈ હશે, પણ એ માટે નક્શા જેવી કોઈક રચના કરવાનો અને તેનો આવડે તેવો ઉપયોગ કરવાની પ્રવૃત્તિનાં મૂળિયાં પણ ૮,૦૦૦ જેટલાં વર્ષ જૂનાં મનાય છે, એટલે તો જ્યાં પહોંચવું જ મુશ્કેલ હોય એવી ગિરિકંદરાઓ ને ગુફાઓમાં પણ પ્રાચીન નકશાઓનાં ચિત્રો મળી આવ્યાં છે.

સદીઓથી ચાલતી રહેલી આ જ્ઞાનની ખોજ આજે એવા તબક્કે પહોંચી છે કે આપણે ઇચ્છીએ ત્યારે કમ્પ્યુટરના મોનિટર કે મોબાઇલની બારીમાંથી સમગ્ર દુનિયામાં ફરી વળી શકીએ છીએ.

હમણાં આવેલા સમાચાર મુજબ, ઇન્ફર્મેશન ટેક્નોલોજીની બંને ટોચની કંપની ગૂગલ અને એપલ વચ્ચે ડિજિટલ મેપ્સમાં સર્વોપરિતા મેળવવાની હરીફાઈ એટલી તીવ્ર બની છે કે ગૂગલે વિશ્ર્વનાં જુદાં જુદાં શહેરોની એરિયલ ફોટોગ્રાફી કરવા સ્પેશિયલ પ્લેનની ખેપ લગાવવાની શરુઆત કરી દીધી છે અને એપલ કંપનીએ અફઘાનિસ્તાનમાં ત્રાસવાદીઓનાં મથકો શોધી કાઢવા સેટેલાઇટ્સમાં જે ટેક્નોલોજી વપરાય છે એ પોતાની મેપિંગ સર્વિસ માટે કામે લગાડી છે. મતલબ કે હવે કોઈ પોતાના ઘરના વરંડામાં છાપું વાંચતું બેઠું હોય તો એનો ચહેરો સુધ્ધાં સ્પષ્ટ જોઈ શકાય એવી ઇમેજીસ ડિજિટલ મેપ્સ પર જોવા મળશે!

ગૂગલ અને એપલ ઉપરાંત માઇક્રોસોફ્ટ, યાહૂ વગેરે પણ ડિજિટલ મેપિંગ સર્વિસમાં આગળ ધપી રહી છે, જોકે આ લેખમાં આપણે સૌને સુલભ એવી ગૂગલ અર્થ સર્વિસનો વિગતવાર પરિચય મેળવીશું.

આગળ શું વાંચશો?

  • ગૂગલ અર્થનો પાયો

  • ગૂગલ અર્થ ડાઉનલોડ કરો

  • ગૂગલ અર્થની પૂરી મજા કઈ રીતે લૂંટીશું?

  • તાજમહાલની સફરઃ સ્ટેપ બાય સ્ટેપ

  • હિમાલય દર્શન કરો, તમારા પ્લેનની કોકપીટમાંથી

  • પોતે ટૂર ક્રિયેટ કરો અને શેર કરો

Please to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published.

મિત્રોને આ પેજ મોકલો
Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.