fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વાચકોની રુચિને અનુસરવું એ નહીં, પણ બદલાતા સમયની જરૂરિયાત મુજબ વાચકોની રુચિ કેળવવી એ અખબારનો પાયાનો ધર્મ છે.

વર્ષ ૨૦૦૭ સુધીમાં ખાસ્સી લોકપ્રિય થઈ ગયેલી ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિને નવું સ્વરૂપ આપવાનું નક્કી થયું અને નવું સ્વરૂપ કેવું હોવું જોઈએ એનાં બ્રેઇનસ્ટોર્મિંગ સેશન્સ શરૂ થયાં ત્યારે ચર્ચાના કેન્દ્રમાં હંમેશાં આ જ વાત રહેતી હતી – અત્યારે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે? લોકોએ શું વાંચવું છે એ તો વિચારીએ જ, પણ એમણે શું વાંચવું જોઈએ એ પણ તપાસીએ. સમયનાં વહેણ કઈ દિશામાં વહી રહ્યાં છે?

આ બધી ચર્ચાઓના અંતે ‘કળશ’નું જે નવું સ્વરૂપ ઘડાયું એ ફક્ત લેઆઉટના ઉપરછલ્લા ફેરફારો પૂરતું સીમિત નહોતું. ખરેખર તો વાચકો માટે એક નહીં, અનેક જુદી જુદી અને નવી દિશાઓ ખોલી આપતું કલેવર મળ્યું ‘કળશ’ને.

એ સમયે આપણી ભાષામાં ઇન્ટરનેટના વપરાશની હજી શરૂઆત થઈ રહી હતી. અખબારોમાં સાયન્સ અને ટેક્નોલોજીને લગતા જે સમાચાર કે વિભાગો આવતા હતા એ મોટા ભાગે એવા હતા જે સરેરાશ, સામાન્ય વાચક સાથે નિસબત ધરાવતા ન હોય અથવા તો તેમને સમજાય એવા ન હોય. આ દિશામાં કંઈક થવું જોઈએ અને જુદું થવું એવી ‘કળશ’ સાથે સંકળાયેલા સૌની લાગણી હતી.

સવાલ એ હતો કે આવું લખે કોણ? કોઈક એવું જોઈએ જે ટેક્નોલોજી સમજતું હોય અને સાથે સારી રીતે લખી-સમજાવી શકે એમ પણ હોય.

મારી નજરમાં એક વ્યક્તિ હતી – હિમાંશુ.

મારો નજીકનો મિત્ર, અમે પત્રકારત્વની કારકિર્દીનો સાથે જ આરંભ કર્યો, કમ્પ્યુટર પર ન્યૂઝસ્ટોરીઝ લખતા કે એડિટ કરતા અમે સાથે જ શીખ્યા હતા – ઇન્ડિયા ટુડેની ગુજરાતી આવૃત્તિમાં. એ સામયિક બંધ થયા પછી હિમાંશુએ એડ્વટર્ઇિઝિંગ અને ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનના ફિલ્ડમાં ઝંપલાવ્યું હતું. અમારી વાતચીતમાં વારંવાર જીમેઇલ, બ્લોગ, ફાયરફોક્સ, વગેરે શબ્દો ઝબક્યા કરતા હતા. અમારા મિત્રવર્તુળમાં ઇન્ટરનેટ અને તેના પર ભાષાના મુદ્દે કોઈ પણ, ક્યાંય પણ અટકે તો એના સોલ્યુશન માટે હિમાંશુ તરફ નજર દોડતી.

એ પછી ઇન્ફર્મેશન ટેક્નોલોજી માટે ‘કળશ’માં શું હોવું જોઈએ અને કોણ લખશે એ સ્પષ્ટ થઈ ગયું. મારે ફક્ત એટલું જ કહેવાનું હતું કે “જે અમને કહે છે એ હવે બધાને સમજાવ!’’

આ વિષય માટે સ્પેસ ઓછી મળશે એ પહેલેથી સ્પષ્ટ હતું. ટેક્નોલોજીનાં વિવિધ પાસાં, ટૂંકમાં સમજાવવાં અને એ પણ સરળતા સાથે, એ ચેલેન્જ તો હતી, પણ મને મારા લેખક પર ભરોસો હતો, કેમ કે વર્ષો સુધી અમે એકબીજાનાં લખાણ તપાસ્યાં હતાં.

અત્યારે ચાર વર્ષ અને ૨૦૦ જેટલા લેખ પછી ‘કળશ’ની ફક્ત એક ઊભી કૉલમ જેટલી જગ્યામાં સમાઈ જતી ‘સાયબરસફર’ ૪૮ પાનાંના મેગેઝિન જેટલી વિસ્તરી રહી છે એ બતાવે છે કે જે તે સમયની જરૂરિયાત પારખવામાં અને વાચકોની રુચિ યોગ્ય દિશામાં કેળવવામાં ‘દિવ્ય ભાસ્કર’ કેટલું સફળ રહ્યું છે. તક મળી છે તો આ કોલમનું થોડું એનાલિસિસ કરીએ તો?

અખબારના પાનેથી સ્વતંત્ર વેબસાઇટ અને તેમાંથી હવે મંથલી મેગેઝિનના સ્તર સુધી પહોંચેલી આ નાનકડી કોલમ – મોટા ભાગે જેમના ઘરમાં કમ્પ્યુટર હોય એવા જ વાચકોને ઉપયોગી હોવા છતાં – વાચકોને આટલી સ્પર્શી કેમ શકી?

મને જુદા જુદા સ્તર અને વર્ગના વાચકો તરફથી જે પ્રતિભાવો મળ્યા છે ને વેબસાઇટ પર જે રીતે વાચકો પોતાના દિલની વાત કહેતા આવ્યા છે એ જોતાં, એટલું સ્પષ્ટ છે કે વિષયની નવીનતા, સમયની અનુરૂપતા, હળવી ભાષાશૈલી અને તદ્દન લાઘવ સ્વરૂપ, આ ચારેય પાયા પર આ સફળતા ઊભી છે.

‘સાયબરસફર’ વાચકો માટે સાચા અર્થમાં ફ્રેન્ડ, ફિલોફર અને ગાઇડ બની શકી છે. એ લખાય છે એ રીતે, જાણે આપણો નજીકનો મિત્ર બાજુમાં બેસીને ઇન્ટરનેટનાં ખરેખર આપણને કામનાં જુદાં જુદાં પાસાં સમજાવતો હોય. એ વાચકને આંગળી પકડીને જુદી જુદી સાઇટ, સર્વિસની રોમાંચક સફરે લઈ જાય છે. છતાં ‘સાયબરસફર’નું ફલક ઇન્ટરનેટની ટિપ્સ આપતી કોલમ જેટલું સીમિત રહ્યું નથી.

મેં હંમેશાં હિમાંશુના લખાણમાં એક અન્ડરકરન્ટ જોયો છે કે એ વાત ભલે ગૂગલ કે ફાયરફોક્સની કરતો હોય, એના લેખનું હાર્દ હંમેશાં જે ગમે તે ઉંમરે કંઇ પણ નવું શીખવા તૈયાર છે એનો ઉત્સાહ વધારવાનું રહ્યું છે.

‘સાયબરસફર’નો ઝોક હંમેશાં એજ્યુકેશન તરફ અને એ પણ ક્લાસ‚ બહારના, જિંદગીને ટીચર બનાવવાના અભિગમ તરફ રહ્યો છે. કદાચ એટલે જ ‘સાયબરસફર’ના ચાહકોમાં એક બહુ મોટો વર્ગ વડીલોનો પણ છે.

વિજ્ઞાનની કોઈ પણ બાબતની જેમ ઇન્ટરનેટ પણ બેધારી તલવાર છે – આપણા ગુજરાતી પરિવારો ઘરમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ લાવી દે છે પણ પછી એનો – હિમાંશુની ભાષામાં કહું તો – ‘કસ કાઢતા’ નથી. પરિણામે ચાર મિત્રોની મંડળીમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીની વાત નીકળે એટલે બિનગુજરાતીઓ અથવા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા બોલતા રહે અને ગુજરાતી ભાઈ ચૂપ થઈ જાય! મને એ વાતનો ખરેખર આનંદ છે કે આ સ્થિતિ બદલવામાં ‘કળશ’ અને તેની કોલમનો સિંહફાળો છે.

‘સાયબરસફર’ને દિલથી શુભેચ્છા!

– મનીષ મહેતા
સંપાદક, ‘કળશ’ પૂર્તિ, ’દિવ્ય ભાસ્કર’

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.