ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

અનુપમા

અનુપમા

મુક્તપંચિકા તથા કવિતાનો આસ્વાદ
અનુપમા
  • આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા
    . ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં. ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં. 1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન [...]

  • ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી
    . અમે શાળામાં ભણતાં ત્યારે પ્રાર્થનાસભામાં ક્યારેક એક ભાવવાહી ભજન ગવાતું- રામ કહો, રહેમાન કહો કોઉ, કા’ન (કહાન) કહો, મહાદેવ રી, પારસનાથ કહો કોઉ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયમેવ હી . . … વર્ષો પછી ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં એક પુસ્તકમાં તે ભજન અને કવિ વિશે જાણ્યું કે તે ભજન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું. તે [...]

  • ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ
    . હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા! આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા મુવમેંટ) ની શરૂઆત થઈ. “અનુપમા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતની આઝાદી પૂર્વે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છેલ્લું આંદોલન તે હિંદ છોડો આંદોલન. 1942ના ઓગસ્ટની 7 અને 8 તારીખે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન (આઝાદ ક્રાંતિ મેદાન) [...]

  • ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત પટેલ
    . ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા.  વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય. અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર [...]

  • એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે
    . આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ. સર લલ્લુભાઈ શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર ગગનવિહારી મહેતા(1900 - 1974)એ ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે. ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો. ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક બર્ટ્રાન્ડ રસેલ પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય [...]

  • વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર
      વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત. મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી). માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક – ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા. 1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી [...]

  • ભાવનગરની શામળદાસ કોલેજ
    . ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં આપણે રાજકોટને પહેલાં યાદ કરીએ. ભાઈ, ભાવનગર તો જાણે અળખામણું.  ભાવનગર પ્રદેશની ભવ્યતા કેમ ભૂલાઈ જતી હશે? વલ્લભીપુરની સમૃદ્ધિ અને ઘોઘા બંદરની નામના પણ વિસરાઈ જશે? ખેર. ભાવનગરનો વાવટો ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતમાં ફરકતો રાખનાર એક અમારા મિત્ર શ્રી વિશ્વદીપ બારડ  પણ છે. ચાલો, પાછા મૂળ મુદ્દે ભાવનગરની એક-બે [...]

  • સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ
    . ગુજરાતના ભૂતકાલીન* પાટનગર અમદાવાદના સી.એન. વિદ્યાલયથી આપણે સુપરિચિત. પણ આ સંસ્કારધામનું નામ જે શ્રેષ્ઠીના શુભ નામ સાથે જોડાયેલ છે, તેમનાથી  કેટલા પરિચિત? આ વાત છે શેઠ ચીમનલાલ નગીનદાસની. શેઠ ચીમનલાલ નગીનદાસ સંસ્કારપ્રેમી શ્રીમંત. ઓગણીસમી સદીના અંતિમ દશકાની આ વાત. ત્યારે એક અમદાવાદીએ ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સ્વપ્નાં સેવ્યાં હોય, તે વાત માની શકાય? હા, અમદાવાદના [...]

  • સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મહાયોગી શ્રી અરવિંદ
    . ભારતના વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના ખેડા જિલ્લામાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા જાણે છે. મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પાસે સંગીતસાધના કરી ઓમકારનાથજી યુવાનવયે લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્યપદે નીમાયા. પરંતુ તેમના હૃદયમાં ચીલાચાલુ જીવનની ચાહ ન હતી. ઓમકારનાથની બાલ્યાવસ્થામાં તેમના પિતાજીએ કુટુંબ ત્યાગી સંન્યાસ માર્ગ લીધો હતો. તેમના [...]

  • ભારતરત્ન જે આર ડી ટાટા અને અમદાવાદ
    . મહાન ઉદ્યોગપતિ જે આર ડી ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ તાતા 1904 – 1993) ને રાષ્ટ્રનિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. જે આર ડી ટાટા ભારતમાં હવાઈ સેવાઓ – એવિએશન ઇન્ડસ્ટ્રી – ના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે. જે આર ડી ટાટાએ 1932માં ટાટા [...]

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com

 

ઝલકગુર્જરી

અહીં આપ જુઓ છો, તે જુદા જુદા ગુજરાતી બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક માત્ર છે. ટેકનિકલ મર્યાદાઓને કારણે આ કૃતિઓ (જેમ કે કાવ્યો) તેમના અસલ સ્વરૂપમાં જોઈ શકાતી નથી. જે તે બ્લોગ પર જવાથી આ કૃતિઓને પૂરેપૂરી માણી શકાશે!