ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

સાયબરસફર મેગેઝિન

જી હા, અત્યાર સુધી ‘સાયબરસફર’ આપને માઉસવગી હતી, હવે એ ખરા અર્થમાં હાથવગી બની છે - પ્રિન્ટેડ મેગેઝિન સ્વરૂપે!

‘સાયબરસફર’ વેબસાઇટ યથાવત ચાલતી જ રહેશે અને વાચકો માટે એ હંમેશા નિઃશુલ્ક જ રહેશે, પરંતુ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ અંગે હાથવગું રહે તેવું વાંચન ઇચ્છતા લોકોને  ‘સાયબરસફર’ મેગેઝિન ચોક્કસ ઉપયોગી બનશે.

એક પ્રિન્ટ મેગેઝિન શરૂ કરવું - અને એ પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના - એ બહુ મોટું સાહસ છે,  શ્રી નગેન્દ્ર વિજય અને એમના હર્ષલ પ્રકાશન (સફારી)નું ઉદાહરણ નજર સમક્ષ ન હોત તો આ સાહસ ક્યારેય થઈ જ શકયું ન હોત (એમને એકલવ્યભાવે વંદન)!

આપ કદાચ જાણતા હશો તેમ, ‘સાયબરસફર’ની શરૂઆત જાન્યુઆરી ૨૦૦૮માં ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકમાં એક નાનકડી સાપ્તાહિક કોલમ તરીકે થઈ. આ વેબસાઇટ જાન્યુઆરી ૨૦૦૯માં સર્જાઈ અને ફેબ્રુઆરી ૨૦૧૨માં ‘સાયબરસફર’ પ્રિન્ટેડ મેગેઝિન તરીકે વિસ્તરી છે. જુલાઈ ૨૦૧૨થી તેના અંકો ઓનલાઇન ઉપલબ્ધ થયા છે. પ્રિન્ડેટ મેગેઝિન જેવો જ, પણ મલ્ટિકલર વાંચન અનુભવ અને પેજમાં જ ઓડિયો-વીડિયોની સુવિધા આપતું આ પ્રથમ ગુજરાતી ઓનલાઇન મલ્ટિમીડિયા મેગેઝિન બન્યું છે.

‘સાયબરસફર’ મેગેઝિનમાં પ્રિન્ટ અને ઓનલાઇન બંને માધ્યમનાં જમા પાસાંનો સુમેળ સાધવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે જ આ જરા જુદા પ્રકારનું મેગેઝિન છે, કેમ કે તેમાં પ્રિન્ટેડ મેગેઝિનમાં બધું વાંચી લીધા પછી પણ વાંચનનો દોર અટકતો નથી! લગભગ દરેક લેખનો અંત આપને એના મૂળ સ્રોત કે સંદર્ભ વેબસાઇટ્સ તરફ દોરી જશે.

મેગેઝિનમાં એક્શન રિપ્લે, ઇન્ફોવર્લ્ડ, એરાઉન્ડ ધ વેબ, નોલેજ પાવર, અમેઝિંગ વેબ, સ્માર્ટ વર્કિંગ, બેઝિક ગાઇડ એફએક્યુ, સાયન્સ ઝોન, ક્વિક ક્લિક્સ વગેરે વિભાગોમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની રોજબરોજ ઉપયોગી ખૂબીઓ આવરી લેવામાં આવે છે.

જેમને ઇંગ્લિશ વાંચન વધુ ફાવે છે એમને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જ્ઞાનખજાનાના હેન્ડી રેફરન્સ મળી રહે અને જેમને ગુજરાતી વધુ ફાવે છે એમને કમ્પ્યુટર/ ઇન્ટરનેટનાં વિવિધ પાસાંની સરળ સમજ મળી રહે એવું સંતુલન સાધવાનો આ મેગેઝિનમાં પ્રયાસ કરવામાં આવે છે.

આ મેગેઝિન આપના બધા સવાલોના જવાબ આપી નહીં શકે, પણ જવાબો શોધતાં જરૂર શીખવશે અને ખાસ તો, વધુ સવાલો પણ  ઊભા કરશે!

આશા છે, ‘સાયબરસફર’નું આ નવું સ્વરૂપ પણ આપને સ્પર્શી જશે!

લવાજમ ભરવા અને અન્ય પ્રકાશનો ખરીદવા આ ફોર્મ ભરો.

 

1 અંક-15-એપ્રિલ 2013ની હાઇલાઇટ્સ Super Administrator 254
2 અંક-14-એપ્રિલ 2013ની હાઇલાઇટ્સ Super Administrator 617
3 અંક-13-માર્ચ 2013ની હાઇલાઇટ્સ Super Administrator 529
4 અંક-૧૨-ફેબ્રુઆરી 2013ની હાઇલાઇટ્સ Super Administrator 670
5 અંક-૧૧-જાન્યુઆરી 2013ની હાઇલાઇટ્સ Super Administrator 2087
6 અંક-10-ડિસેમ્બર 2012ની હાઇલાઇટ્સ Super Administrator 1475
7 અંક-૯-નવેમ્બર 2012ની હાઇલાઇટ્સ Super Administrator 1040
8 ‘સાયબરસફર‘ સર્વેક્ષણ Super Administrator 6206
9 અંક-૮-ઓક્ટોબર 2012ની હાઇલાઇટ્સ Super Administrator 2282
10 અંક-7-સપ્ટેમ્બર 2012ની હાઇલાઇટ્સ Super Administrator 2046

Page 1 of 2

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com