ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરસોફિયાને મળવું ગમશે?

સોફિયાને મળવું ગમશે?

‘‘મમ્મી, વેલોસિટી સમજાવને...!’’ તમે ‘બડે અચ્છે લગતે હૈં’માં પ્રિયા અને રામની કેમિસ્ટ્રીમાં ગળાડૂબ હો ત્યાં દીકરા તરફથી ફિઝિક્સનો આવો સવાલ ટપકી પડે તો કેવું લાગે? અથવા તો સચિન હવે ક્યારે સદી ફટકારીને વાતનો પાર લાવશે એની ચિંતામાં હો ત્યાં દીકરી ‘‘પપ્પા, કેલ્ક્યુલસમાં હેલ્પ કરો...!’’ એવી ગૂગલી ફેંકે તો?

‘હવે એજ્યુકેશનમાં બધું બદલાઈ ગયું છે, કશું સમજાતું નથી’ એવો બળાપો કાઢવાથી વાત પતે નહીં. સંતાનનું સારું ભવિષ્ય ઇચ્છતા હોઇએ તો આપણે પણ વેલોસિટી ને કેલ્ક્યુલસ સમજવામાં એને મદદ કરવી પડે અને એ માટે પહેલાં આપણે એ બધું સમજવું પડે. સવાલ એ છે કે કેવી રીતે?

અગાઉ અહીં આપણે ‘ફિઝિક્સ અને મેથ્સ સમજાવતા સલમાનખાન’ની ખાન એકેડમી (www.khanacademy.org)ની વાત કરી હતી. વિશ્વભરની યુનિવર્સિટીઝનાં લેક્ચર સૌને માટે નિઃશુલ્ક સુલભ કરતી (www.academicearth.org) વેબસાઇટની વાત પણ કરી ગયા છીએ. યાદ હોય તો યુટ્યૂબમાંથી બારણા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને કામ લાગે એવા વિડિયોઝ અલગ તારવીને વિષય પ્રમાણે ગોઠવી આપતી (www.neok12.com) સાઇટની પણ વાત કરી હતી (આ લિસ્ટ અહીં અટકાવીએ કેમ કે આ કૉલમની સાઇટમાં તમને આવી અનેક સાઇટ વિશે જાણકારી મળી જ રહેશે). આ બધી જ સાઇટ એક મુદ્દાની વાત તરફ આપણું ધ્યાન દોરે છે  ઇન્ટરટનેટ પર શીખવા જેવું ઘણું બધું છે, પણ એ બધું એટલું બધું સ્કેટર્ડ છે, વિખરાયેલું પડ્યું છે કે તેમાંથી ખરેખર કામનું શોધવામાં પાર વગરની મુશ્કેલી પડે છે. આગળ જે સાઇટ્સની વાત કરી એ બધી સાઇટ, આ જ મુશ્કેલીનો ઉપાય શોધી આપે છે.

આવી વધુ એક સાઇટ આ વર્ષે લૉન્ચ થઈ છે, જેનું નામ છે www.sophia.org.  સાઇટના એબાઉટ અસ સેક્શનમાં લખ્યું છે તેમ, આ સાઇટ જુદા જુદા વિષયના વિદ્યાર્થીઓ, શિક્ષકો, નિષ્ણાતો અને વાલીઓને એકમેક સાથે સાંકળવાનું કામ કરે છે. આ બધા લોકો અને વેબસાઇટ બનાવનારી મૂળ કંપની સાથે મળીને આપણા પરંપરાગત વર્ગખંડોમાં જે કંઈ શીખવવામાં આવે છે તે બધું અને તેને લગતું બીજું ઘણું આ સાઇટ પર ઉપલબ્ધ કરે છે!

આખી વાતનું મૂળ એ વાતમાં છે કે જેમ ‘તારે ઝમીં પર’માં શ્રી શ્રી નિકુમ સર કહી ગયા છે તેમ એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ! માત્ર બાળક શા માટે, દરેક વ્યક્તિ અલગઅનોખી હોય છે. કોઈ પણ વાત કે મુદ્દો શીખવાશીખવવાની દરેકની આગવી રીત હોય છે. ક્લાસરૂમમાં એક જ વિષય બે જુદા જુદા શિક્ષક બિલકુલ જુદી જુદી રીતે શીખવી શકે છે અને સામે બેઠેલા વિદ્યાર્થીઓ વળી સાવ અલગ અલગ રીતે એને ગ્રાહણ કરી શકે છે. હવે, શાળામાં તો એવું શક્ય નથી કે દરેક વિદ્યાર્થીની ખાસિયત પારખીને એને માટે સ્પેશિયલ ટીચરની વ્યવસ્થા કરવામાં આવે! એનો સરસ ઉપાય ઇન્ટરનેટ પરની આવી સાઇટ્સ આપે છે. અહીં જુદા જુદા વિષય જુદા જુદા અનેક લોકો, પોતપોતાની આગવી રીતે સમજાવે છે. તમને કોઈ એકની શૈલી ગમી ગઈ તો પછી એની આંગળી પકડી લો! એમને ફોલો કરો અને એમના જુદા જુદા લેખ જોતા રહો, સમજતા રહો. જેમ કે સોફિયા પર મેથ્સબેઝિક મેથ્સ વિભાગમાં પરસન્ટેજની ગણતરી શીખવતો એક સરસ લેખ છે, કદાચ તમને ગમી જાય.

સોફિયા જેવી સાઇટ શીખવનાર અને શીખનાર બંનેને ઉપયોગી છે. સાઇટના હોમપેજ પર જ લખ્યું છે કે ‘ટીચ વ્હૉટ યુ નો. લર્ન વ્હૉટ યુ ડોન્ટ.’ આ પણ એક પ્રકારનું સોશિયલ નેટવર્કિંગ છે, ફ્રી છે અને જાતભાતનીચિત્રવિચિત્ર એનિમેટેડ ક્લિપ્સ કરતાં કંઈક વિશેષ, ખરેખર વધુ રસપ્રદ અને વધુ ઉપયોગી એવું ઘણું બધું સુલભ બનાવે છે. સોફિયા પર તમને એપ્લાઇડ સાયન્સ, ઈંગ્લિશ/ લિટરેચર, મેથ્સ, સાયન્સ, વિઝયુઅલ એન્ડ પર્ફોર્મિંગ આટર્સ વગેરે વિષય પર રસપ્રદ માહિતી વાંચવાજોવાસમજવા મળી શકે છે.

સોફિયામાં જુદા જુદા લેખને ‘લર્નિંગ પેકેટ્સ’ કહેવામાં આવે છે. તમે કોઈ વિષયના નિષ્ણાતો હો તો સાઇટ પર જોડાઈને કોઈ પણ વિષય પર ટેક્સ્ટ, સ્લાઇડ્સ, ઇમેજીસ કે વિડિયો ધરાવતા લર્નિંગ પેકેટ્સ તૈયાર કરી શકો છો. બીજાના લેખ અંગે અભિપ્રાય આપી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો, જવાબો આપી શકો છો...

તો સરવાળે વાત એટલી કે તમે ટીચર તરીકે ક્લાસમાં તમારા ટીચિંગને વધુ અસરકારક બનાવવા માગતા હો, માતાપિતા તરીકે સંતાનના અભ્યાસમાં ખરેખર મદદરૂપ થવા ઇચ્છતા હો કે વિદ્યાર્થી તરીકે કોઈ વિષયમાં માત્ર વધુ માર્ક નહીં, વધુ રસ કેળવવા માગતા હો તો આવી સાઇટ્સ જોવા જેવી છે. પછી, આ લેખ માટે આ વખતે આપ્યું છે એવા લલચાવતા ર્શીર્ષકની જરૂર નહીં પડે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Bbhavesh gohil  - www.sophia.org.   |2012-09-18 01:13:17
nice
RAHUL JAIN  - please help me   |2011-12-17 04:04:42
DEAR SIR,

I NEVER FORGET TO READ YOUR ARTICLE IN KALASH OF DIVYABHASKAR....AND THROUGH WICH I CAME TO KNOW ABOUT KIPPT.COM...

MY PROBLEM IS I HAD ACCOUNT IN KIPPT, WHERE I COULD OPEN IT THROUGH MY GOOGLE ACCOUNT BUT NOW OPTION FOR THE SAME IS NOT AVAILABLE SO..I CAN NOT ACCESS MY SAVED LINK ....IT IS VERY IMPORTANT FOR ME TO GET THAT BACK BECAUSE SOME LINKS I LL NEVER RECOVER WITHOUT IT...PLEASE REPLY ME THROUGH MAIL @ ca.rahuljain1008@gmail.com

AWAITING FOR UR REPLY..

THANKING U IN ANTICIPATION.

RAHUL JAIN
કમલેશ ઝાપડિયા     |2011-12-01 21:43:50
લેખ ખુબજ સરસ મળયો.

વિદ્યાર્યાથી અને શિક્ષકો માટે કામની વાત કરી છે.
Komal Vithalani   |2011-12-01 10:09:06
su aa videos download kari sakay 6...
Jaykishan Lathigara  - ખૂબ જ ઉપયોગી લેખ.....     |2011-11-25 21:50:32
સર, ખરેખર ખૂબ જ ઉપયોગી લેખ છે...
વિધાર્થીઓ એ આ બધી વેબસાઈટ ની અચૂક મુલાકાત લેવી જોઈએ.
અમારી સાથે શેર કરવા માટે આભાર...
જો આ સિવાય બીજી સારી Educational website હોય તો પ્લીસ કોમેન્ટમાં શેર કરશો...

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com