ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરક્યુઆર કોડ પૂછો, ક્યા ઔર ક્યું?

ક્યુઆર કોડ પૂછો, ક્યા ઔર ક્યું?

આને સતત બદલાતી જીવનશૈલીનું પરિણામ કહો કે ટેક્નોલોજીના ઓવરડોઝ પર દોષ ઢોળો, આપણી જિજ્ઞાસા ધીમે ધીમે ઓસરી રહી છે એટલું તો નક્કી. બાળકોમાં ભરપૂર જિજ્ઞાસા હોય છે, જે ઉંમર ને આસપાસની દુનિયાની અસર વધતાં ઓછી થતી જાય છે. તમને નથી લાગતું કે ‘આ કેમ? આવું કેમ? આ શું કામ?’ એવા બધા સવાલો હવે આપણને ઓછા જાગે છે? કારણ કદાચ એ કે જ્યારે આપણી આંખો કંઈક જોતી હોય છે ત્યારે આપણું મન ક્યાંક બીજે જ અટવાયેલું હોય છે!

તાજો જ દાખલો છે ક્યૂઆર કોડનો. સુપરસ્ટોર કે મૉલમાં ખરીદી કરતી વખતે આપણે સૌ જોઈએ છીએ કે બિલિંગ કાઉન્ટર પર પેલા ભાઈ કે બહેન એક નાનકડા મશીનને જે તે ચીજવસ્તુ પર લાગેલા લેબલ સામે ધરે છે એટલે ફટાક દઈને કમ્પ્યૂટર સ્ક્રીન પર એ વસ્તુની કિંમત કે વજન જેવી માહિતી ઝબકી જાય છે. આ આપણે લગભગ રોજ જોઈએ છીએ, પણ આવી કરામત કેમ થાય છે એવો વિચાર ભાગ્યે જ મનમાં ઝબકે છે. એટલે તો સ્ટોરની વસ્તુ પર લાગેલા લેબલના દૂરના ભાઈ જેવા ક્યૂઆર કોડ હવે ઠેકઠેકાણે દેખાવા લાગ્યા છે, પણ એ શું છે એવો સાદો સવાલ હજી ખાસ ચર્ચાતો થયો નથી (તમને આ વિચાર આવ્યો હોય તો અભિનંદન!).

તમે કદાચ જાણતા જ હશો કે મૉલમાં મશીનથી જે રીડ થાય છે એ બારકોડ છે. એ વન ડાયમેન્શનલ (વનડી) છે, એટલે કે તેમાં માત્ર એક દિશામાં જતા ઓછીવધુ જાડાઈના બાર્સની મદદથી જે તે વસ્તુનો પ્રોડક્ટ કોડ, તેની એમઆરપી વગેરે આંકડા સ્ટોર કરી શકાય છે. વિકિપીડિયા કહે છે કે આ ટેક્નોલોજીનાં મૂળ છેક ૧૯૪૮ સુધી ઊંડાં છે અને અત્યારના સર્વવ્યાપી બારકોડનો ઉપયોગ પણ ૧૯૭૪માં શરૂ થઈ ગયો હતો.

સમય બદલાયો તેમ આ ટેક્નોલોજી બદલાઈ અને વનડીમાંથી ટુડી બની, તેને નામ પણ તેની ખાસિયત અનુસારનું મળ્યું  ક્વિક રિસ્પોન્સ કોડ, એટલે કે તરત પ્રતિભાવ આપતો કોડ. ક્યુઆર કોડ આંકડા ઉપરાંત, કોન્ટેક્ટ ડિટેલ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઇટના તમારા પેજ, એસએમએસનો કોડ, વિડિયોનો કોડ કે તમારી વેબસાઇટનું યુઆરએલ વગેરે બધી માહિતી સમાવી શકે છે.

અત્યારે જુદી જુદી અનેક કંપનીઓએ આવા ક્યૂઆર કોડ બનાવી આપવાના અને તેને રીડ કરતાં સોફ્ટવેર કે એપ્લિકેશન બનાવવાના બિઝનેસમાં ઝંપલાવ્યું છે. આવી એક વિશ્વસ્તરની કંપની સ્કેનલાઇફ (www.scanlife.com)ના આ બિઝનેસના ટ્રેન્ડ રીપોર્ટમાં ૧૨૫ દેશોમાં ચાલતા બારકોડ સ્કેનિંગ વિશેની માહિતી આપવામાં આવી છે. આ રીપોર્ટ કહે છે ક ગયા વર્ષે માત્ર સ્કેનલાઇફની સિસ્ટમથી દર મિનિટે ૧૦ સ્કેનના દરે આ ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો. હવે તેનો ઉપયોગ દર સેકન્ડે એક સ્કેનિંગના દરે આગળ વધી રહ્યો છે!

એ બધું તો ઠીક છે, આ ટેક્નોલોજી આપણે માટે કઈ રીતે ઉપયોગી છે? આપણે ક્યાં સુપરસ્ટોર ખોલવા છે, કેમ?! ઉપયોગી એટલા માટે છે કે હવે તે આપણા હાથમાં રહેલા સ્માર્ટફોનમાં આવી ગઈ છે. તમે તમારા કેમેરા ધરાવતા હેન્ડસેટ મુજબ કોઈ પણ ફ્રી ક્યુઆર સ્કેનર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. હવે તો મેગેઝિનના પાને, ન્યૂઝપેપરની એડમાં અને હોર્ડંિગ્સમાં પણ ક્યુઆર કોડ જોવા મળે છે. ફોનમાંની એપ્લિકેશન ચાલુ કરીને ફોનના કેમેરાને એ કોડ પર ફોકસ કરો એટલે તે કોડમાંની માહિતી સ્કેન કરીને (તમારી મંજૂરી લીધા પછી) તેમાં દર્શાવ્યા અનુસાર એક્શન શરૂ કરે છે. એટલે કે હોર્ડિંગ પર એ કંપનીની વેબસાઇટનો કોડ આપ્યો હોય તો કશું લખ્યા વિના તમારા ફોનના બ્રાઉઝરમાં તે વેબપેજ ઓપન થાય છે!

તમે પોતે તમારી મરજી મુજબનો ક્યુઆર કોડ જનરેટ પણ કરી શકો છો. આવી એક સાઇટ (www.flick2know.com) પર તમે મફતમાં, કોઈ પણ યુઆરએલનો કોડ જનરેટ કરી શકો છો. કોડ જનરેટ કરીને તમારા પીસીમાં સ્ટોર કરી લો અને ચાહો તો તમારા વિઝિટિંગ કાર્ડ કે ટીશર્ટ પર પણ પર તેને પ્રિન્ટ કરી શકો છો! એ પહેલાં કોડ બરાબર હોવાની ચાર વાર ખાતરી કરી લેજો.

ક્યુઆર કોડ બારકોડ કરતાં અનેક રીતે ચઢિયાતા છે અને તેમાં સ્કેનિંગ એરરના ચાન્સીઝ ઓછા છે. જોકે ઘણી બધી સાવધાની પણ જરૂરી છે. બધી ટેક્નોલોજીની જેમ આમાં પણ દુરુપયોગની શક્યતા ઘણી છે. દેખીતી નજરે ક્યુઆર કોડમાં આપણે કંઈ વાંચી શકતા નથી એટલે પોતાના કોડની વાત હોય તો એ સાચો જ ક્રિએટ થયો છે એ ચેક કરી લેવું જરૂરી છે. આ ટેક્નોલોજી પણ તમને સુવિધા આપવાની સાથે તમારી પ્રાઇવસી જોખમમાં મુકે છે. સાચી માહિતી આપતા કોડ ઉપર, ખોટી માહિતી તરફ દોરતા કોડ પણ સહેલાઈથી મુકી શકાય છે. આ બધું ધ્યાનમાં રાખીને ઉપયોગ કરજો. ખાસ તો, જિજ્ઞાસા જાળવજો (પૂછો, કેમ? શા માટે?!)

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
jyotipatel   |2011-11-15 10:04:14
very infomative.
Bipin   |2011-11-15 06:46:48
Thanks
ketan   |2011-09-29 00:34:53
ખુબજ સરસ માહિતી આપો છો .
Jaykishan Lathigara  - comnt   |2011-09-23 13:40:50
khhob j saras ane upyogi saite che,
share karva mate thanx,
n,
keep it up !

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com