સ્વામી વિવેકાનંદનું એ પ્રવચન Print E-mail
જિંદગીજિંદગી - અધ્યાત્મ
Written by Super Administrator   

જાન્યુઆરી મહિનાની બારમી તારીખ સ્વામી વિવેકાનંદનો જન્મદિન. સ્વામી વિવેકાનંદ એટલે ભારતની અનેક એવી વિભૂતિઓમાંની એક, જેમના વિશે અત્યારે કદાચ બોલાય છે ઘણું, પણ એમના વિશે ખરી જાણકારી બહુ ઓછાને હોય છે.

 

સ્વામી વિવેકાનંદની જ વાત કરીએ તો, એમની વાત નીકળતાંવેત, `સ્વામીજીએ અમેરિકાની એક વિશ્વધર્મપરિષદમાં ``મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો'' એવું સંબોધન કર્યું હતું અને એટલું સાંભળીને અમેરિકનો એમના પર ઓળઘોળ થઈ ગયા હતા' એવું અચૂક સાંભળવા મળે, પણ... એથી આગળ સ્વામીજીએ બીજી કઈ વાત કરી હતી એની ભાગ્યે જ કોઈને ખબર હોય છે.  સ્વામીજીના જન્મદિનને નિમિત્ત બનાવીને, એમના જ શબ્દોમાં, 1893ના સપ્ટેમ્બરની 11મી તારીખે શિકાગોમાં `હૉલ ઑફ કોલંબસ'માં એમણે આપેલા પ્રવચન વિશે જાણીએ.

 

સ્વામીજીએ પોતે લખ્યું છે કે જગતભરના વિવિધ ધર્મોના વિદ્વાનોની જે ભવ્ય સભા અને વિદ્વાન્મંડળી સામે બોલવાનું હતું એ જોઈને ``મારું હૃદય કંપી ગયું અને જીભ લગભગ સુકાઈ ગઈ!’’


હવે આગળ, સ્વામીજીના શબ્દોમાં જ...


``મેં એક ટૂકું ભાષણ આપ્યું. `અમેરિકાનાં બહેનો અને ભાઈઓ' એવું સભાને સંબોધન કર્યું, કાન બહેર મારી જાય એવો તાળીઓનો ગડગડાટ બે મિનિટ સુધી ચાલ્યો. ત્યાર બાદ મેં મારું વ્યાખ્યાન આગળ ચલાવ્યું..


અમેરિકાનાં બહેનો અને ભાઈઓ ! તમે અમારું જે ઉમળકાભર્યું અને હાર્દિક સ્વાગત કર્યું છે તેનો પ્રત્યુત્તર આપવા માટે ઊભા થતાં મારું હૃદય એક અવર્ણનીય આનંદથી ભરાઈ જાય છે. જગતના પ્રાચીનમાં પ્રાચીન સન્યાસીસંઘને નામે હું તમારો આભાર માનું છું. સર્વ ધર્મોની જનનીના નામે હું તમારો આભાર માનું છું, અને તમામ વર્ગો અને સંપ્રદાયોના લાખો હિંદુઓની વતી હું તમારો આભાર માનું છું.


આ વ્યાસપીઠ ઉપર બેઠેલા કેટલાક વક્તાઓનો પણ હું આભાર માનું છું, કેમ કે પૂર્વમાંથી આવેલા પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં તેઓએ તમને કહ્યું કે દૂર દૂરના દેશોમાંથી આવેલા આ લોકો જુદા જુદા દેશોમાં સહિષ્ણુતાની ભાવના પહોંચાડવાનું માન મેળવવાનો દાવો સબળ રીકે આગળ ધરી શકે એમ છે. જે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું હું ગૌરવ અનુભવી રહ્યો છું. સર્વે ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવવામાં અમે માનીએ છીએ, એટલું જ નહીં, પરંતુ સર્વ ધર્મ સત્ય છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ.

 

મને ગર્વ થાય છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. મને એ વાત કહેતાં અભિમાન થાય છે કે યહૂદી લોકોના એક પરમશુદ્ધ અવશિષ્ટ વર્ગને અમે અમારી વચ્ચે જાળવી રાખ્યો છે, જે વર્ષે અત્યાચારી રોમન લોકોએ એમના પવિત્ર મંદિરના ટુકડેટુકડા કરી નાખ્યા, તે જ વર્ષમાં એ વર્ગ દક્ષિણ ભારતમાં આવ્યો અને અમારી વચ્ચે વસ્યો. મને ગર્વ થાય છે કે મારો એક એવા ધર્મમાં જન્મ થયો છે કે જેણે મહાન જરથોસ્તી પ્રજાના અવશેષને આશ્રય આપ્યો છે અને હજી તેઓ સ્વમાન સાથે ત્યાં વસી રહ્યા છે.

 

બંધુઓ! તમારી સમક્ષ હું એક સ્તોત્રમાંથી થોડી પંક્તિઓનું ઉચ્ચારણ કરું છું કે જે સ્તોત્રનું હું છેક બાળપણમાંથી પારાયણ કરતો આવ્યો છું અને ભારતના લાખો મનુષ્યો દરરોજ એનું પારાયણ કરી રહ્યા છે : `જે પ્રમાણે ભિન્નભિન્ન મૂળમાંથી ઉદભવ પામેલી જુદી જુદી સરિતાઓના પ્રવાહો અંતે એક સાગરમાં એકત્રિત થાય છે, તેવી રીતે હે પ્રભો! મનુષ્યો પોતપોતાની રુચિ અનુસાર ગ્રહણ કરે તે બધા માર્ગો ભલે જુદા જુદા દેખાય, સીધા લાગે, વાંકાચૂકા ભાસે, છતાં એ બધા તારી પાસે જ પહોંચે છે.'

 

અગાઉ કદાપિ ન ભરાયેલી ભવ્યતમ સભાની આ બેઠક, ગીતાએ પ્રબોધેલા પેલા અદભુત સિદ્ધાંતનું જગત સમક્ષ સ્વત: એક સમર્થન, એક ઉચ્ચારણ બની રહેલ છે કે `મારી પાસે ગમે તે વ્યક્તિ ગમે તે પ્રકારે આવે તો પણ હું તેને મળું છું. સૌ મનુષ્યો જે જે માર્ગો દ્વારા મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે તે તે માર્ગો અંતે મને મળે છે.' પંથવાદ, ધર્માંધતા અને તેના સંતાન સમું ધર્મઝનૂન - એ સૌએ ક્યારનોયે આ સુંદર પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવ્યો છે. તેમણે પૃથ્વીને હિંસાથી ભરપૂર કરી દીધી છે, અનેક વખત એને માનવરક્તમાં તરબોળ કરી મૂકી છે, સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે.

 

જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો માનવસમાજે આજના કરતાં અનેકગણી વિશેષ પ્રગતિ સાધી હોત. પણ તેમનો સમય હવે ભરાઈ ચૂક્યો છે. અને હું ખરા અંત:કરણપૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો તે ઘંટ દરેક પ્રકારનાં ધર્મઝનૂનો, કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારોનો અને સમાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો.''

આ તો માત્ર પ્રારંભિક પ્રવચન હતું, પછીના દિવસોમાં સ્વામી વિવેકાનંદે હિન્દુ ધર્મના વિવિધ દ્રષ્ટિકોણ તો રજુ કર્યા જ, પણ એ પણ કહ્યું હતું કે ભારતને ધર્મ કરતાંય પહેલી જરૂર રોટીની છે. એમણે સ્વદેશની સમસ્યાઓનાં નિરાકરણ પણ સૂચવ્યાં હતાં અને ત્યારે સૌને પ્રતીતિ થઈ હતી કે સ્વામી વિવેકાનંદ માત્ર એક સંન્યાસી નહીં, એક સાચા સ્વદેશભક્ત પણ છે.

 

સ્વામી વિવેકાનંદ વિશે વધુ જાણો અહીં... અલબત્ત અંગ્રેજીમાં!

બાળકો માટે, ભારતીય વિભૂતિઓની જીવનગાથા વાંચવા મળશે આ વેબસાઇટ પર, અલબત્ત ફરીથી, અંગ્રેજીમાં!

Comments
Add New RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Please input the anti-spam code that you can read in the image.
akash_sagatani  - i am proued     |2009-02-04 10:38:43
this notise is read and i am happy
akash_sagatani  - add     |2009-02-04 10:39:08
hj
Raja Daxini   |2009-02-05 04:26:46
Read this artical every day n Proud to Be an Indian/a Hindu...Vande Matram
dr.vimal mehta   |2009-02-06 17:43:23
RESPECTED HIMANSHUBHAI
U R DOING EXCELLENT JOB FOR COMPUTER USERS. KEEP IT UP N UP.....
GIVE MORE N MORE INFORMATION .
THANKS.........
FROM; DR.VIMAL MEHTA.AHMEDABAD
હિમાશુ   |2009-09-01 06:22:18
Thanks Sir!
RAJANIKANT   |2009-03-16 09:35:48
swami vivekanand is a grat man in the world
TARAK SHUKLA  - thanks   |2009-05-06 09:31:02
Awesome
This is the only aricle which gave detailed information about that speech which gaveus proud
હિમાશુ   |2009-09-01 06:22:45
Very true, thanks!
Dipak prajapati   |2009-05-27 18:41:14
nice job himansubhai

its really helpful for new users as well others.
rajanikant  - vyashan ni jankari   |2009-06-12 03:41:09
aap jo vyashan vishe udan purvak janta hov to mane janavo hu ek shodh nibandh lakhu chu. margdarshan ni asha rakhu chu.Phon (9228141471)
rajanikantshrimali@yahoo.in upar mahiti hoy to moklo
હિમાશુ   |2009-09-01 06:24:25
માફ કરશો, એ વિશે મને ખાસ જાણકારી નથી.
PANDIT PARANTAP P  - About your nobal attempt   |2009-09-01 06:09:57
પ્રિયશ્રી,
આપનો પ્રયાસ ખૂબ જ આદરણીય છે. ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તારનો પ્રત્યક્ષ પ્રયાસ પ્રસંશનીય છે. હું પણ દર્શનશાસ્ત્રનો અભ્યાસી છુ. વિધિ થી વિધાતા સુધીની યાત્રામાં સમાયેલા સત્યોનો તાર્કિક વૈજ્ઞાનિક ઉકેલ પર ચિંતન અને મનન દ્વારા મધ્યવર્તી સત્ય નાં દર્શન કરૂ છું. સાંજે નિત્ય મારા સ્વાધ્યાય માટે સંસ્કૃત, કોમ્પ્યુટર, વેદાન્તનુ શિક્ષણ પણ નિઃશુલ્ક આપુ છું. અને અદ્ય પર્યન્ત વૈદિક વિધાનો અને ધાર્મિક નિયમોની પાછળ રહેલા સત્યોને દર્શાવતા અનેક લેખો - પૂસ્તકો લખ્યા છે. આપના આવાં પ્રશ્નો અને જીજ્ઞાસાનું સ્વાગત કરૂ છું. આપની જીજ્ઞાસા દર્શનના નવાં અધ્યાય શરૂ કરશે.આ સાથે આપને મારા એક પુસ્તકનાં થોડા અંશ himanshu@cybersafar.com ના મેલ પર મોકલ્યા છે. સાભાર..panditpp@gmail.com
હિમાશુ   |2009-09-01 06:23:35
આપના લાગણીભર્યા પ્રતિસાદ માટે હાર્દિક આભાર! આપના પુસ્તકના અંશ જોઈને આપનો સંપર્ક કરીશ.
VICKY  - GREAT SPEECH   |2009-12-09 10:47:01
THIS IS OUR NATION'S PRIDE........
Hasmukh Patel  - Nice     |2009-12-17 17:42:16
This is nice speech of swami vivekanand. he is great man in the word. we salute the great hero of india........
rahul bhojak  - grow mind   |2010-02-03 02:33:05
thts about to make refresh your mind to grow up.
maulikpatel  - The red   |2010-02-03 02:37:43
the red of notis and haapy
ko  - hfguh     |2010-05-24 10:25:13
rrtg
rakesh sagar   |2010-05-31 10:28:55
LAGE RAHO EK REAL INDIAN
Yogi_Raj_Madhu Group  - FREE SMS Update of The Maharaja Sayajirao Universi     |2010-06-04 12:00:12
Hello Sir,
This is Yogesh Jangir from The Maharaja Sayajirao University of Baroda, Vadodara (Gujarat). I've started a FREE SMS Update Service for all the students of The Maharaja Sayajirao University of Baroda. We provides University's information via SMS on there mobile phone. To activate this service on any mobile (anywhere in India), just type JOIN MSUBARODA and send it to 9870807070 or http://labs.google.co.in/smschannels/subscribe/MSUBARODA.
For past updates, visit http://labs.google.co.in/smschannels/channel/MSUBARODA.
Yogi_Raj_Madhu Group
The Maharaja Sayajirao Univers  - The Maharaja Sayajirao University of Baroda     |2010-06-04 12:03:37
Send JOIN MSUBARODA to 9870807070 & get FREE SMS Alerts from The Maharaja Sayajirao University of Baroda.

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

માણો એપિકમાં

આ સાઇટ આપ એપિક બ્રાઉઝરમાં વધુ સારી રીતે જોઈ શકશો અને ગુજરાતી કમ્પોઝિંગ ન આવડતું હોય તો પણ ગુજરાતીમાં અભિપ્રાય કે કમેન્ટ આપી શકશો.

ચાલો સ્પેસની સફરે

થોડા સમય પહેલાં આપણે સ્ટીલેરિયમ નામના એક સોફ્ટવેરની વાત કરી હતી, જેને એક વાર ડાઉનલોડ કરીને તમે આખા આકાશને તમારા કમ્પ્યૂટરમાં ઉતારી શકો છો. આવું જ, કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા.

વાંચો આગળ

હવે હાજર છે ફોટોપિડીયા

જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફૂરે - ધારો કે મંગળનો ગ્રહ કે માઉન્ટ એવરેસ્ટ કે ગમે તે - અને તેના વિશે અદભુત ફોટોગ્રાફ જોવાની ઇચ્છા પણ હોય અને તલસ્પર્શી માહિતી પણ મેળવવી હોય તો?

વાંચો આગળ

તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો?

બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.

વાંચો આગળ

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે.

વાંચો આગળ

મોબાઇલથી નેટ પર ફોટોવોલ

મોબાઇલ કેમેરાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો ફટાફટ ક્લિક કરતા રહેવાની આદત હોય તો તમે લીધેલા સ્નેપ્સ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવાની વિધિ થોડી કડાકૂટભરી ચોક્કસ લાગતી હશે. હવે એનો એક સરસ ઉપાય હાજર છે.

વાંચો આગળ

જુઓ શબ્દોનું નભોમંડળ!

હજી ગયા અઠવાડિયે આપણે અર્થઆલ્બમ સાઇટના તરાપે વર્લ્ડ ટુર માણી હતી. એ સાઇટ ફ્લિકર જેવા સમૃદ્ધ ફોટોસોર્સનો ઉપયોગ કરીને તેને ગૂગલ મેપ પર મેચ કરી આપતી સર્વિસ હતી, જેના પ્રતાપે આપણે નક્શા પર ક્લિક કરીને જે તે પ્રદેશના વિવિધ ફોટોગ્રાફ માણી શકતા હતા.

વાંચો આગળ

બ્લોગ વિશે કેટલીક પાયાની વાત

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?

વાંચો આગળ

થોડાં ડોકિયાં વિડિયો વર્લ્ડમાં

લખોટી યાદ છે? એક જમાનામાં ટાબરિયાં એનાથી રમતાં! હજી ક્યાંક દેખાઈ જાય (ન મળે તો એના જેવા પેપરવેઇટથી પણ કામ ચલાવી શકાય) તો હાથમાં લઈને જરા ધ્યાનથી જોજો અને પછી વિચારજો (અથવા તમારા ટાબરિયાને પૂછજો) કે કાચની આ નાની અમથી ગોળીમાં આટઆટલા રંગ ભર્યા કેવી રીતે હશે?

વાંચો આગળ

હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?

જો તમે પોતે અથવા તમારા પરિવારમાંથી કોઈ બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં જવાની તૈયારીમાં હોય કે કોલેજમાં હોય કે પછી, કોલેજ પૂરી કરીને વધુ આગળ અભ્યાસ કરવાની મથામણમાં હો તો તો આગળ ખરેખર ધ્યાનથી વાંચજો!

વાંચો આગળ

ઇન્ટરનેટ પર કમાણી કરવી છે?

સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...

વાંચો આગળ

An Aalekhan Venture.  ·  Powered by: BOLD Communications