| સટાસટ સર્ફિંગ, એક પેજ પરથી |
|
|
| સાયબરસફર - ગૂગલ ગિફ્ટસ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Written by હિમાંશુ કીકાણી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
હેપ્પી ન્યૂ યર! નવા વર્ષે કોઈ સંકલ્પ કર્યો? કામકાજ વધુ વ્યવસ્થિત કરવાનું, રોજનું કામ રોજેરોજ કરવાનું કે મિત્રો સાથે વધુ સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું છે? ગુડ, નવા વર્ષનો આ ઉત્સાહ થોડા દિવસમાં ઓસરી જાય એવી સ્થિતિ ટાળવી હોય તો ઇન્ટરનેટ તમારી મદદમાં હાજર છે! જૂના વાચકમિત્રોને યાદ હશે કે અગાઉ આપણે ગૂગલની આઇગૂગલ સર્વિસની વાત કરી હતી. નવા મિત્રોના લાભાર્થે આજે એની થોડી વધુ વાત કરીએ, જૂના મિત્રોનું હિત જાળવીને - કેમ કે એમાં કેટલીક નવી વાત પણ ઉમેરાઈ છે.
સાદા શબ્દોમાં, આઇગૂગલ ઇન્ટરનેટ પરનું તમારું હોમ છે. એનો લાભ લેવા માટે તમારી પાસે ગૂગલનું એકાઉન્ટ (ફરી સાદા શબ્દોમાં, જીમેઇલ એકાઉન્ટ) હોવું જરૂરી છે. છે? તો પહોંચો www.google.com/ig પર. આ પેજ ખરેખર તમારા ઘર જેવું છે. એને તમે ધારો એ રીતે સજાવી શકો છો - તમને ઉપયોગી લાગે કે મજા પડે એવી લાગે એવી નેટ પરની અનેક સર્વિસ તમે આ એક પેજ પર તાણી લાવી શકો છો. ઇન્ટરનેટ પર અલગ અલગ સાઇટ પર જઈને તમે જે કંઈ જુઓ કે કરો છો તેમાંનું ઘણું ખરું તમે આ એક જ પેજ પર, જુદાં જુદાં ખોખાં મૂકીને કરી શકશો.
જેમ કે એક ખૂણામાં તમારું જીમેઇલનું ખોખું મૂકી દો. મેઇલ જોઈ કે લખી શકશો અહીંથી જ. બાજુમાં તમારું કેલેન્ડર મૂકી દો. વચ્ચે વળી ક્વોટ ઓફ ધ ડે કે લવ ક્વોટ કે આઇન્સ્ટાઇનનો ક્વોટ કે કોમિક સ્ટ્રીપ મૂકો. વીડિયોનું એક બોક્સ મૂકો. ચાહો તો હોરોસ્કોપ મૂકીને રોજેરોજ રાશિફળ જુઓ. ફિટનેસ કે બ્યુટી ટીપ્સ મૂકો કે ગીતાસૂત્ર મૂકો. ડીક્શનરીનું ખોખું મૂકો ને બાજુમાં વિકિપિડિયાના આર્ટિકલ સર્ચ કરવાનું બોક્સ મૂકી દો. શેરબજારની ઉતરચઢ કે રેલ્વેનું પીએનઆર સ્ટેટસ જાણવાની સગવડ પણ ઉમેરી શકાય.
જુદી જુદી અનેક ન્યૂઝસાઇટ પર અપડેટ થતા સમાચાર પણ જાણો આ જ પેજ પર. રોજબરોજનાં કામની યાદી મૂકી દો એક ખૂણામાં. કમ્પ્યૂટર પર માથું પકાવીને થાક્યા હો તો બે ઘડી નાની-અમથી ગેમ રમવાની પણ જોગવાઈ કરી લો.
આ બધું જ એક પેજ પર? હાસ્તો. જો બધું એક પેજ પર સમાવવું મુશ્કેલ લાગે તો જુદાં જુદાં ટેબ મૂકી દો. ટેબનો બીજો પણ ફાયદો, એક ટેબ બનાવી તેને ન્યૂઝ નામ આપી દો ને દુનિયાભરની જુદી જુદી ન્યૂઝસાઇટ્સની હેડલાઇન્સ વાંચી લો એક સાથે. બીજા ટેબને ફન કે પાસટાઇમ નામ દઈ દો ને એના પર જાતભાતની ગેમ મૂકી દો.
નેટનો ઓછા સમયમાં વધુ લાભ લેવો હોય તો આ ખરેખર કામની ચીજ છે. એમાં હવે વળી સોશિયલ ગેજેટ્સ પણ ઉમેરાયાં છે. ટ્વીટર કે ફેસબુક કે ઓરકૂટ જેવું સોશિયલ નેટવર્કિંગ સીધું અહીંથી જ કરી શકાશે. તમે અને તમારા મિત્રો આઇગૂગલનો ઉપયોગ કરતા હો તો તમે તમારા આઇગૂગલ પેજ પરથી, એ સમયે નેટ પર તમારા બીજા મિત્રો શું કરે છે એ જાણી શકો, એમની સાથે ચેસ જેવી રમત પણ રમી શકો!
આઇગૂગલમાં ઉપર ડાબે ખૂણે ‘એડ સોશિયલ ગેજેટ્સ’ની લિંક છે, તેના પર ક્લિક કરતાં જે પેજ ખૂલે તેમાં ‘ટેક એ ટૂર’ પર ક્લિક કરીને તમે આ વિશે ઘણું બધું જાણી શકશો.
પછી તમારે નવા વર્ષનો એક જ સંકલ્પ ટકાવવો પડશે - આઇગૂગલ પેજ નિયમિત જોવાનો!
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
માણો એપિકમાં
આ સાઇટ આપ એપિક બ્રાઉઝરમાં વધુ સારી રીતે જોઈ શકશો અને ગુજરાતી કમ્પોઝિંગ ન આવડતું હોય તો પણ ગુજરાતીમાં અભિપ્રાય કે કમેન્ટ આપી શકશો.







