(ઉપર આપેલો વિડિયો યુટ્યૂબ પર જ મળી આવ્યો છે. તેમાં વિડિયો ડાઉનલોડ કરવાની એક રીત આપી છે)
તમારી ઑફિસમાં કમ્પ્યૂટર છે, નેટ કનેક્શન છે. તમારા ઘરમાં કમ્પ્યૂટર છે, નેટ કનેક્શન નથી. આ સ્થિતિ અનેક લોકોની હશે. કારણ સાદું - ઑફિસમાં કામ કરવાનું હોય એટલે નેટ જોઈએ, ઘરમાં બાળકો નકામું ન જુએ એ ડરે નેટ ન જોઈએ! આ ડર ઘણે અંશે વાજબી છે, પણ તેને કારણે ઑફિસમાં નવરાશમાં નેટ સર્ફિંગ કરતા ઘણા લોકોને સાચો અફસોસ પણ રહે છે કે તેમને જે માણવા મળે છે (જે ખરેખર ઉપયોગી અને સારું છે!) તે પરિવારને માણવા મળતું નથી.
યુટ્યૂબ કે ગૂગલ વિડિયોઝ જેવી સાઇટ્સની બાબતમાં તો આ ઘર ઘર કી કહાની હૈ. આ સાઇટ્સ સામાન્ય રીતે બાળકોને સીધી બતાવવા જેવી નથી. કેમ કે તેમાં ‘અવોઇડેબલ’ વિડિયોઝનું પ્રમાણ એટલું છે કે તમે સાવ સાદું કંઈક સર્ચ કરો તો પણ ભળતું-સળતું ભટકાઈ જવાનો ભય. બીજી બાજુ આ સાઇટ્સ પર મજાના વિડિયોઝનો મસ્ત ખજાનો પણ છે.
તમારે હાંડવો કે ખાંડવી બનાવતાં શીખવું છે? ફૅવરિટ સિરિયલનો મિસ કરેલો એપિસોડ જોવો છે? ઝૂઝૂ જેવી કોઈ એડ જોવી છે? અરે, ગુજરાતી સાડી પહેરતાં શીખવું છે? આ બધાના વિડિયો તમને યુટ્યૂબ પર મળી જશે. આ બધું તો ઠીક છે, વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી એવા અનેક વિષય પર અફલાતૂન વિડિયોઝ આ સાઇટ્સ પર છે. સાયબરસફરમાં અગાઉ આપણે સલમાન ખાનની એકેડમી કે નિયોકેટવેલ્વ કે ફાઇવમિન જેવી સાઇટ્સની વિગતવાર વાત કરી ગયા છીએ. ખાન એકેડમીના વિડિયો યુટ્યૂબ પર છે, જ્યારે બાકીની બે સાઇટ્સ વિડિયોશેરિંગ સાઇટ્સના વિડિયો ફિલ્ટર કરીને પોતાની સાઇટ પર જોવાની સુવિધા આપે છે. આથી આ સાઇટ્સ બાળકો કોઈ દેખરેખ વિના જુએ તો જોખમ નથી.
પણ જો ઘરે નેટ કનેક્શન જ ન હોય તો? સીધો ઉપાય છે વિડિયો ડાઉનલોડ કરીને પેનડ્રાઇવમાં ઘરે લઈ જવાનો. ઉપાય સીધો છે, પણ અમલ થોડો ડાયવર્ઝનવાળો છે. પહેલી વાત તો એ કે યુટ્યૂબ જેવી સાઇટ વિડિયો ડાઉનલોડની સુવિધા આપતી નથી. છતાં, આ સુવિધા આપતી સાઇટ્સ અપાર છે, પણ મૂળ કામ કાયદેસરનું નથી એટલી સ્પષ્ટતા. તમે વિડિયોનો ઉપયોગ બાળકોના શિક્ષણ માટે જ કરશો એવી ધારણા સાથે આપણે આગળ વધીએ!
તો તમે યુટૂયબ પર છો અને કોઈ વિડિયો ઘરે લઈ જવા જેવો લાગે છે. એડ્રેસબારમાં જાઓ અને એ વેબપેજનું આખું એડ્રેસ (યુઆરએલ) કોપી કરી લો. હવે કીપવિડ નામની સાઇટ પર જાઓ. અહીં યુઆરએલ પેસ્ટ કરો અને ડાઉનલોડ પર ક્લિક કરો. આથી એ વિડિયો તમારા કમ્પ્યૂટરમાં એફએલવી એવા ફાઇલ એક્સટેન્શન સાથે ડાઉનલોડ થશે. એટલે કે એ ફાઇલ ફ્લેશ વિડિયો પ્રકારની હશે.
હવે આ ફાઇલ વિન્ડોઝ મીડિયા પ્લેયરમાં ખૂલશે નહીં! તમે હેન્ડીકૅમ કે ડિજિટલ કૅમેરાથી જે વિડિયો લઈ કમ્પ્યૂટરમાં સેવ કરો છો તે મોટા ભાગે .એમઓવી પ્રકારની ફાઇલ હોય છે, જ્યારે નેટ પરના વિડિયો મોટા ભાગે .એફએલવી પ્રકારના હોય છે, કેમ કે એ લાઇટવેઇટ હોય છે. તો કરવું શું? .એફએલવીને .એમઓવીમાં કન્વર્ટ કરી શકાય, પણ એ કામ કડાકૂટભર્યું છે. તેને બદલે એફએલવી પ્લેયર જ ફ્રીમાં ડાઉનલોડ કરી લો આ પ્લેયરની ઇન્સ્ટોલેશન ફાઇલ પેનડ્રાઇવમાં ઘરે લઈ જાવ અને ઘરના કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરી લો.
www.catchyoutube.com site is very useful to convert Youtube videos online. It will Convert Youtube Videos in following Type :
windows (.mpg)
DVD (.dvd)
Mac (.mov)
iPod/PSP/iPhone (.mp4)
Mobile (.3gp)
Audio Only (.mp3)
Audio (.wav)
Flash (.flv)
So friends Try it out. it's so easy just paste Youtube Videos URL into this site and select type and its done.
"એની વિડિયો કનવર્ટર"(ANY VEDIO CONVERTER) પણ આ જ પ્રકાર નુ સોફટ્વેર છે, તેમા પણ યુ આર એલ(URL) કોપી પેસ્ટ કરી ને યુ -ટયુબ ના વિડિયો ડાઉનલોડ કરી શકાય છે.
તે સીવાય રિયલ પ્લેયર નુ એસ પિ(REAL SP) વર્ઝ્ન જો ડાઉનલોડ કરેલુ હોય તો યુ-ટ્યુબ ના વિડિયો ડાયરેક્ટ પણ ડાઉન લોડ થાય છે, તેના માટે કોઇ ડાઉનલોડર સોફ્ટ્વેર ની જરુર પડતી નથી.
are himnashu bhai khub saras lekh che pan mare ek vat janavvi che k aatli matha kut na karvi hoy jevi k link copy karo ane keepvid ma pest karo ena karta ek saral upay che bhai samanya tamara computar ma Realpalyer Download kari lo complet install thaya gaya pachi game te video download karvo hoy to to sidha j youtube ni site par thi thase je video aapde live atle k steaming jota hoy te video ni Right side ma upar ek extra button j aavi jay ane tema lakhelu hoy "DOWNLOAD THIS VIDEO"bass tena par click karva thi sidha j download thase j ane te pan MPEG format atle game te player ma video play thay ane Realplayer hoy atle vat patigay to aa sav saral upay che link copy paste ni matha kut ma na padvu hoy to have mane m na puchta k Realplayer kya thi download karvu?????? ha ha e to aapda himanshu bhai e tamne janavi j didhu che
Last time you wrote how to download you tube video, its very complicated process, I suggest you very simple process just install real player ver. 10 update by net then whenever u open you tube video, real player pop-up appear in top of the video for download this video just click there and download it simple. downloaded file u can open in any player.
aa vishe thodu vadhu kahu to tamare youtube par je vidio download karvo hoy te page open karo. have address bar par jai ne http://www.youtube.com/xyz..//aa ni aagal kiss lagadi do eg., http://www.kissyoutube.com/xyz..//aa
tame tamaro video download kari sakso.
fakt youtube par jai tamare download karvano video nu page open kari same page par www ane youtube ni vachche kiss type karido.
Dear Mr.Himanshu Kikani,
I read your this article, i have tried to down load as per your instruction but i could not down load any video from you tube.
So, I want to know what is the mistake I've done????
Or how to down load properly???
થોડા સમય પહેલાં આપણે સ્ટીલેરિયમ નામના એક સોફ્ટવેરની વાત કરી હતી, જેને એક વાર ડાઉનલોડ કરીને તમે આખા આકાશને તમારા કમ્પ્યૂટરમાં ઉતારી શકો છો. આવું જ, કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા.
જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફૂરે - ધારો કે મંગળનો ગ્રહ કે માઉન્ટ એવરેસ્ટ કે ગમે તે - અને તેના વિશે અદભુત ફોટોગ્રાફ જોવાની ઇચ્છા પણ હોય અને તલસ્પર્શી માહિતી પણ મેળવવી હોય તો?
બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.
ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે.
મોબાઇલ કેમેરાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો ફટાફટ ક્લિક કરતા રહેવાની આદત હોય તો તમે લીધેલા સ્નેપ્સ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવાની વિધિ થોડી કડાકૂટભરી ચોક્કસ લાગતી હશે. હવે એનો એક સરસ ઉપાય હાજર છે.
હજી ગયા અઠવાડિયે આપણે અર્થઆલ્બમ સાઇટના તરાપે વર્લ્ડ ટુર માણી હતી. એ સાઇટ ફ્લિકર જેવા સમૃદ્ધ ફોટોસોર્સનો ઉપયોગ કરીને તેને ગૂગલ મેપ પર મેચ કરી આપતી સર્વિસ હતી, જેના પ્રતાપે આપણે નક્શા પર ક્લિક કરીને જે તે પ્રદેશના વિવિધ ફોટોગ્રાફ માણી શકતા હતા.
થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી ‘બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?
લખોટી યાદ છે? એક જમાનામાં ટાબરિયાં એનાથી રમતાં! હજી ક્યાંક દેખાઈ જાય (ન મળે તો એના જેવા પેપરવેઇટથી પણ કામ ચલાવી શકાય) તો હાથમાં લઈને જરા ધ્યાનથી જોજો અને પછી વિચારજો (અથવા તમારા ટાબરિયાને પૂછજો) કે કાચની આ નાની અમથી ગોળીમાં આટઆટલા રંગ ભર્યા કેવી રીતે હશે?
જો તમે પોતે અથવા તમારા પરિવારમાંથી કોઈ બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં જવાની તૈયારીમાં હોય કે કોલેજમાં હોય કે પછી, કોલેજ પૂરી કરીને વધુ આગળ અભ્યાસ કરવાની મથામણમાં હો તો તો આગળ ખરેખર ધ્યાનથી વાંચજો!
સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...