Follow us on Twitter
આ સાઇટમાં આપને કયા પ્રકારના વધુ લેખ ગમશે?
 
કિમિયાગર જેવાં કામગરાં સોફ્ટવેર્સ Print E-mail
સાયબરસફર - યૂઝફૂલ સર્વિસીઝ
Written by હિમાંશુ કીકાણી   

આજે વાત કરીએ ટચૂકડાં છતાં ઉપયોગી સોફ્ટવેર્સની, જેને ડાઉનલોડ કરીને તમારી રોજબરોજની કેટલીક તકલીફો ઓછી કરી શકો કે સુવિધા વધારી શકો. વાત સોફ્ટવેર્સની છે એટલે એટલી ચોખવટ જરૂરી છે કે તમને સોફ્ટવેર્સ ડાઉનલોડ કરતાં અને ઇન્સ્ટોલ કરતાં આવડવું જરૂરી છે. ઉપરાંત, વાત તમારા પોતાના કમ્પ્યૂટરમાં કશુંક ઉમેરવાની છે એટલે તમને જે સોફ્ટવેર ભરોસાપાત્ર લાગે એમાં જ આગળ વધજો!

 

  • લેપટોપ વાપરનારા મોટા ભાગના લોકોની એક કાયમની ફરિયાદ હોય છે તેમના માઉસ ટચપેડની. કશુંક પણ ટાઇપ કરવા જાવ અને ભૂલથી આંગળી કે હથેળી ટચપેડ પર ટચ થઈ જાય તો તરત અસર થાય સ્ક્રીન પર. આનો એક લાંબો ઉપાય કન્ટ્રોલ પેનલમાં જઈને ટચપેડને કામચલાઉ બંધ કરવાનો છે. ટૂંકો ઉપાય છે ટચફ્રી નામનું સોફ્ટવેર, જે તમે ટાઇપિંગ શરૂ કરો એટલે આપોઆપ ટચપેડને ઇનએક્ટિવ કરે છે અને ટાઇપિંગ બંધ કરો એટલે તરત ફરી એક્ટિવ કરે. ઉપયોગી લાગે છે? તો ડાઉનલોડ કરો અહીંથી : http://code.google.com/p/touchfreeze/
  • તમારા કામની ફાઇલ્સનો બેકઅપ રાખવા માટે આમ તો સીડી, ડીવીડી, પેનડ્રાઇવ, એક્સ્ટ્રા હાર્ડડિસ્ક વગેરે વગેરે ઘણા બધા ઉપાય છે, પણ સૌથી સહેલો ઉપાય કદાચ તમારી ફાઇલને ઇમેઇલ એકાઉન્ટમાં ચડાવી દેવાનો છે. આ કામ તમે ઇમેઇલમાં જઈને ફાઇલ અપલોડ કરીને કરી શકો, બીજો રસ્તો છે તમારા ફોલ્ડરમાં જઈને, જે તે ફાઇલ પર રાઇટ ક્લિક કરીને બેકઅપ ટુ ઇમેઇલ એવો કમાન્ડ આપવાનો! આ માટેનું સોફ્ટવેર http://backup2e.com/ પરથી મળશે. સોફ્ટવેર બાયડિફોલ્ટ જીમેઇલને અનુસરે છે, પણ બીજા ઇમેઇલમાં પણ બેકઅપ લઈ શકાશે. સોફ્ટવેર તમારા મેઇલનું યુઝરનેમ અને પાસવર્ડ માગશે, ભરોસો બેસે તો જ આગળ વધવું!
  • ફોનનંબર, એકાઉન્ટ નંબર, બર્થડે, અને ખાસ તો એનિવર્સરી વગેરે વગેરે ભૂલી જાવ છો? એવો કોઈ પણ સવાલ જેનો જવાબ ટચૂકડો હોય પણ યાદ રહેતો ન હોય, તેને મગજમાં કાયમ માટે ફિટ કરી દે એવું એક સોફ્ટવેર પણ કોઈ ભેજાબાજે બનાવ્યું છે. મેમરાઇઝર નામનું આ સોફ્ટવેર ડાઉનલોડ કરીને તમે તેમાં તમને પજવતા સવાલ-જવાબ ફિડ કરી દો પછી થોડા થોડા સમયે એ સોફ્ટવેર તમને એ જ સવાલના જવાબ પૂછશે! નાનાં-મોટાં સૌને મજા પડે ને કામ લાગે એવું આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાશે અહીંથી : http://www.skynergy.com/memoriser.html
  • તમે ફોટોગ્રાફીના રસિયા છો? ડિજિટલ કૅમેરા ખરીદ્યો હશે તો રસિયા બન્યા વિના છૂટકો પણ નથી. સ્વાભાવિક છે કે તમે જાતભાતના અનેક સ્નેપ્સ લેતા રહેતા હશો. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એ બધા ફોટોઝ ભેગા કરીને એક સરસ ફિલ્મ બનાવી હોય તો કેવું? માત્ર સ્લાઇડશો નહીં, ઝૂમ-ઇન-આઉટ સાથેની મસ્ત ફિલ્મ! તમે જાતે બનાવી શકો છો ફોટોફિલ્મસ્ટ્રીપ નામના સોફ્ટવેરથી. વધુ વિગતો માટે પહોંચો અહીં : http://www.photofilmstrip.org/home.html/


ઓલ ધ બેસ્ટ, પહેલો ફકરો ફરી વાંચીને આગળ વધજો!

 
Comments
Add New RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Please input the anti-spam code that you can read in the image.
Dev   |2009-12-05 09:52:50
અરે વાહ ખુબ જ સરસ માહિતી મળી આ લેખ વાચી ને થેન્ક્સ આટલી સરસ માહિતી આપવા બદલ.
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:13:11
આભાર!
akash   |2009-12-07 15:53:19
pls send me more knowledge about computer....
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:12:55
Keep on visiting this site for that!
Dhaval Navaneet  - આભાર     |2009-12-10 14:29:22
હિમાંશુ ભાઈ ,
આપનો ખુબ ખુબ આભાર ,અત્યંત સુંદર માહિતી અને તે પણ ગુજરાતી માં આપનો આ પ્રયાસ આવકારનીય છે ,સરળતા થી મળતું હોય તેની કદર ક્યારેક નથી થતી પણ હું આપના આ કાર્ય ને અંત કારણ થી બિરદાવું છું .આપના અગામી લેખ વિષે મને જો જાણ કરી શકો તો હું આપનો આભારી રહીશ ..જયશ્રી કૃષ્ણ
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:12:29
જયશ્રીકૃષ્ણ! કદર નથી થતી એવું હું નહીં કહી શકું, આપના જેવા મિત્રો તરફથી ખૂબ પ્રોત્સાહન મળે છે...!
nikunj  - wow   |2009-12-13 03:02:36
wow,what a nice and helpful information thanks and keep it up
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:11:48
Thanks!
arun patel   |2009-12-16 12:22:42
gujarti ma kevi rite lakhu?
Any way,

khub j saras internet ni mahiti ane nana nana software mali rahe chhe tethi maja pade chhe.
Himanshu   |2009-12-17 06:54:45
ગુજરાતીમાં લખવા માટે આ લેખમાંથી આપને વિગતવાર માહિતી મળશે
http://cybersafar.com/index.php?option=com_content&view=article&id=641:2009-09-23-02-18-02&catid=34:useful-services&Itemid=91
Harsh Parmar  - good wishes   |2009-12-26 07:52:25
Ur details are very good and one can find new n more about internet workings.Plz write regarding the best internet conn service available to use comparatively fast and reasonable to afford
Thanks
HARSH PARMAR
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:11:38
Thanks for you suggestion! Unfortunately, these details keep on changing and are very area specific, still, I will try. You are right, many people need help on this.
Kirtikant Purohit     |2010-01-25 15:20:06
વાહ કીકાણીભાઇ આતો બહુ જ સરસ.તમારી કૉલમ દિવ્યભાસ્કરમાં પણ રસપૂર્વક વાંચું છું.
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:05:36
આભાર, કીર્તિકાન્તભાઈ, મુલાકાત લેતા રહેશો અને આપના અનુભવો પણ વહેંચતા રહેશો...!
Akash J Shah  - Thanks   |2010-02-02 19:47:12
Himansu bhai thanks bcoz of u i can know very good things about internet.
Pls keep on this work

I want more useful softwares in routine life and business

Can u just help me for this?
Thanks again
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:06:08
Thanks, I will try to add more on that!
Ashish Pandya     |2010-02-03 04:15:31
Wonderful information sir…

Thanks
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:06:17
Thanks!
Jignesh Darbar   |2010-02-03 04:38:27
gujarati vaachako ane net users mate sari avi maahiti aapo 6o....aabhar
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:06:47
હેતુ એ જ છે, નેટ પર ઘણું બધું એવું છે જે સૌને ઉપયોગી છે.
Dipesh Dave   |2010-02-03 22:22:43
I am the regular reader of ur article in divyabhaskar.
there is a lot of knowledge that we can get from ur websites.
Thanks for all this.
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:07:05
My pleasure!
Kiran S Solanki  - good     |2010-02-04 07:22:44
it is wery good Wonderful information

THK
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:10:21
Thanks!
ILYAS  - USEFUL WEB 4 STUDENT   |2010-02-25 02:37:36
વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી વેબ

http://www.education-world.com
http://www.awesomelibrary.org
http://www.funbrain.com
http://www.doscience.com
http://www.chem4kids.com
http://www.aaamath.com
http://www.aplusmath.com
http://www.nationalgeographic.com/kids/
http://www.aneducationalemporium.info
http://www.homeworkplanet.com
http://www.sciencemaster.com
http://www.school.discovery.com
http://www.quickmath.com
http://www.homeworkhelp.about.com


બેલીમ ઇલ્યાસ
ઘોઘા
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:07:32
Thanks a ton!

This will be very useful to all.
jignesh   |2010-02-28 03:24:36
you should include more helpful softwares
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:07:50
Sure, I will try.
Dinesh Parmar   |2010-03-17 13:35:07
હિમાંશુ ભાઈ ,
આપનો ખુબ ખુબ આભાર ,અત્યંત સુંદર માહિતી અને તે પણ ગુજરાતી માં આપનો આ પ્રયાસ આવકારનીય છે .
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:08:27
આપના જેવા મિત્રો જ આ શક્ય બનાવે છે..., આભાર!
pranav  - thanks   |2010-03-18 13:44:29
Mr,Himanshu you r doing a great job keep it up.......
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:08:03
Thanks!
marathe dinesh  - Hi Himanshu   |2010-03-31 06:49:17
wow,what a nice and helpful information thanks and keep it up

Thanks!
Jitendrakumar Desai   |2010-04-18 00:31:31
Good articale
vijaydoshi  - paper craft   |2010-04-22 07:51:40
tame paper ma apelu ke paper craft mate ni websight chalu thai che to kai!
pravin  - maja padi   |2010-05-05 09:22:04
prathamwarj gujarati ma janwa malyu teno gano anand thyo thanks
TillmanClaudia18  - respond this post     |2010-06-17 22:43:30
I will recommend not to wait until you get enough cash to buy different goods! You should just take the credit loans or short term loan and feel yourself free
Haresh Patel  - Thanks   |2010-06-30 19:19:13
Ghanu Navu Janvanu Malyu. Avuj navu navu pirasta raho. thank u so much.
mustafa   |2010-07-25 10:57:30
maza aavi
niyati   |2010-09-01 05:55:20
Pls give me latest antivirus software.
jagdish  - કિમિયાગર જેવાં કામગરાં સોફ્ટવેર્સ     |2010-09-01 15:34:18
નવા સોફ્ટવેર વિશે જાણવાની મઝા આવી.

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

માણો એપિકમાં

આ સાઇટ આપ એપિક બ્રાઉઝરમાં વધુ સારી રીતે જોઈ શકશો અને ગુજરાતી કમ્પોઝિંગ ન આવડતું હોય તો પણ ગુજરાતીમાં અભિપ્રાય કે કમેન્ટ આપી શકશો.

ચાલો સ્પેસની સફરે

થોડા સમય પહેલાં આપણે સ્ટીલેરિયમ નામના એક સોફ્ટવેરની વાત કરી હતી, જેને એક વાર ડાઉનલોડ કરીને તમે આખા આકાશને તમારા કમ્પ્યૂટરમાં ઉતારી શકો છો. આવું જ, કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા.

વાંચો આગળ

હવે હાજર છે ફોટોપિડીયા

જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફૂરે - ધારો કે મંગળનો ગ્રહ કે માઉન્ટ એવરેસ્ટ કે ગમે તે - અને તેના વિશે અદભુત ફોટોગ્રાફ જોવાની ઇચ્છા પણ હોય અને તલસ્પર્શી માહિતી પણ મેળવવી હોય તો?

વાંચો આગળ

તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો?

બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.

વાંચો આગળ

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે.

વાંચો આગળ

મોબાઇલથી નેટ પર ફોટોવોલ

મોબાઇલ કેમેરાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો ફટાફટ ક્લિક કરતા રહેવાની આદત હોય તો તમે લીધેલા સ્નેપ્સ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવાની વિધિ થોડી કડાકૂટભરી ચોક્કસ લાગતી હશે. હવે એનો એક સરસ ઉપાય હાજર છે.

વાંચો આગળ

જુઓ શબ્દોનું નભોમંડળ!

હજી ગયા અઠવાડિયે આપણે અર્થઆલ્બમ સાઇટના તરાપે વર્લ્ડ ટુર માણી હતી. એ સાઇટ ફ્લિકર જેવા સમૃદ્ધ ફોટોસોર્સનો ઉપયોગ કરીને તેને ગૂગલ મેપ પર મેચ કરી આપતી સર્વિસ હતી, જેના પ્રતાપે આપણે નક્શા પર ક્લિક કરીને જે તે પ્રદેશના વિવિધ ફોટોગ્રાફ માણી શકતા હતા.

વાંચો આગળ

બ્લોગ વિશે કેટલીક પાયાની વાત

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?

વાંચો આગળ

થોડાં ડોકિયાં વિડિયો વર્લ્ડમાં

લખોટી યાદ છે? એક જમાનામાં ટાબરિયાં એનાથી રમતાં! હજી ક્યાંક દેખાઈ જાય (ન મળે તો એના જેવા પેપરવેઇટથી પણ કામ ચલાવી શકાય) તો હાથમાં લઈને જરા ધ્યાનથી જોજો અને પછી વિચારજો (અથવા તમારા ટાબરિયાને પૂછજો) કે કાચની આ નાની અમથી ગોળીમાં આટઆટલા રંગ ભર્યા કેવી રીતે હશે?

વાંચો આગળ

હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?

જો તમે પોતે અથવા તમારા પરિવારમાંથી કોઈ બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં જવાની તૈયારીમાં હોય કે કોલેજમાં હોય કે પછી, કોલેજ પૂરી કરીને વધુ આગળ અભ્યાસ કરવાની મથામણમાં હો તો તો આગળ ખરેખર ધ્યાનથી વાંચજો!

વાંચો આગળ

ઇન્ટરનેટ પર કમાણી કરવી છે?

સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...

વાંચો આગળ

An Aalekhan Venture.  ·  Powered by: BOLD Communications