ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝબિગ વેકેશનમાં મીની મસ્તી

બિગ વેકેશનમાં મીની મસ્તી

રાફ્ટ વૉર્સ, બબલ ટ્રબલ, ક્લબ પેંગ્વિન, કમાન્ડો ૨, ડીપ સી પેટ્રોલ, મોન્સ્ટર ટ્રક્સ નાઇટ્રો...

આ બધાં નામ કોઈ બીજા જ ગ્રહનાં હોય એવું લાગે છે? અચ્છા તો આ નામ વાંચી જુઓ - બુશ રોયલ રેમ્પેજ, ચેરી `ડિસ્કો' બ્લેર, ડાન્સિંગ હિલેરી... નામ જાણીતાં લાગે છે, છતાં ગડ બેસતી નથીને? જો તમારા ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન સાથે કમ્પ્યૂટર હશે અને તમે બાળકોને થોડો છૂટો દોર આપ્યો હશે તો એવા પૂરા ચાન્સીસ છે કે આ બધાં નામ તમારાં બાળકો માટે સાવ જાણીતાં હશે. કેમ કે આ બધી, ઇન્ટરનેટ પરની અત્યારની સૌથી મોટી ગેમિંગ સાઇટ  મીનીક્લિપ.કોમની ટોપ ગેમ્સ છે.

યસ્સ, ઇટ્સ વેકેશન ટાઇમ! અત્યારે ગેમની વાત નહીં કરીએ તો ક્યારે કરીશું?

   

 સાઇટ પર અત્યારે ૩ડી, એક્શન, બ્રેઇન ટ્રેનિંગ, એજ્યુકેશન, રેસિંગ, સ્પોટર્‌સ, મોટરસ્પોટર્‌સ, પોલિટીકલ, મલ્ટીપ્લેયર, પઝલ એવી સંખ્યાબંધ કેટેગરીમાં ૪૫૦થી વધુ ગેમ્સ છે અને તેમાં દર અઠવાડિયે ૨ ગેમનો ઉમેરો થતો રહે છે.

ટીવી અને ઇન્ટરનેટના ઓવર એક્સપોઝરથી બાળકો એમનું બાળપણ બહુ ઝડપથી ગુમાવી રહ્યાં છે, આપણે એ..ઈ...ને ઘરના આંગણમાં કે ખુલ્લા મેદાનમાં લખોટી, ભમરડા કે મોઇ-દાંડિયાથી જે રમતો રમ્યાં એ આપણાં બાળકોને રમવા મળતી નથી... આ બધી વાત સાચી. સોળ આની સાચી.

પણ, પછી બે જ રસ્તા છે. `હવે પહેલાં જેવું રહ્યું નથી' એવો અફસોસ કરતા રહી બાળકોને પણ મૂંજી બનાવો અથવા એમને જેમાં મજા પડે છે એમાં એમની સાથે જોડાઈ જાઓ (તમે પોતે પણ ઑફિસના કમ્પ્યૂટર પર પત્તાંની ગેમ રમો જ છોને!). જે તાકાત પોઝિટિવ એટીટ્યૂડમાં છે એ બીજા કશામાં નથી. ઇન્ટરનેટની ગેમને પણ પોઝિટિવલી લો તો એમાંથી પણ ફાયદા દેખાશે ને મળશે!

તો વાત હતી મીનીક્લિપ.કોમની. ૨૦૦૧માં, લંડનની યુનિવર્સિટીમાંથી તાજા જ નીકળેલા એક ગેમરસિયાએ આ સાઇટ બનાવી. બીજી સાઇટને બ્રેકઇવનનાં ફાફાં હોય છે ત્યારે આ સાઇટ બીજા જ વર્ષથી નફો કરવા લાગી. અહીં સૌ કોઈ મફત ગેમ રમી શકે છે, આવક એડ્ઝમાંથી છે. અત્યારે દર મહિને લગભગ પાંચ કરોડ લોકો આ સાઇટની મુલાકાત લેતા રહે છે અને એકલપંડે કે જોડીદારો સાથે જાતભાતની ગેમ્સમાં હાથ અજવાવતા રહે છે.

આ સાઇટની મજા, એની ગેમની સિમ્પલીસિટીમાં છે. નેટ પર બીજા લોકો કંઈ કેટલીય રીતે માથું પકાવવું પડે ને ભેજાનું દહીં થાય એવી કોમ્પલેક્સ ગેમ્સ બનાવવામાં પડ્યા હતા ત્યારે આ સાઇટે બિલકુલ હલકી-ફૂલકી, નાનાથી માંડીને મોટાં રસ પડે, મન થાય ત્યારે ભારેખમ ડાઉનલોડિંગ કે ઇન્સ્ટોલેશનના ચક્કરમાં પડ્યા વિના ફટાક દઈને રમવા લાગી જવાય એવી નાની નાની ગેમ્સ બનાવી. અને એ આઇડિયા કામ કરી ગયો! સાઇટ પર અત્યારે ૩ડી, એક્શન, બ્રેઇન ટ્રેનિંગ, એજ્યુકેશન, રેસિંગ, સ્પોટર્‌સ, મોટરસ્પોટર્‌સ, પોલિટીકલ, મલ્ટીપ્લેયર, પઝલ એવી સંખ્યાબંધ કેટેગરીમાં ૪૫૦થી વધુ ગેમ્સ છે અને તેમાં દર અઠવાડિયે ૨ ગેમનો ઉમેરો થતો રહે છે. ગેમ્સને મિત્રો સાથે શેર કરવાની, પોતાની વેબસાઇટ કે બ્લોગ પરથી લિંક કરવાની કે ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી લેવાની સગવડ પણ છે.

અલબત્ત, મોટા ભાગની ગેમ ચસ્કો લાગ્યા પછી પડતી મુકવી મુશ્કેલ છે. બાળકોને રમવા દો કે તમે પોતે રમો, જરા સંભાલ કે!

www.miniclip.comનો આપનો પ્રવાસ આનંદદાયક રહે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com