ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝમેથ્સ, ફિઝિક્સ શીખો સલમાન ખાન પાસેથી

મેથ્સ, ફિઝિક્સ શીખો સલમાન ખાન પાસેથી

‘‘પપ્પા, આ એલસીએમ સમજાવોને...’’ એક મિત્રના ચોથા ધોરણમાં ભણતા દીકરાએ સવાલ કર્યો. મોટા ભાગે આ સવાલનો જવાબ ‘‘મમ્મીને પૂછ’’ એવો આવે અને મમ્મી આવડે એવો પ્રયત્ન કરીને ટીચરને ખો આપે. બાળક ટીચરને પૂછતાં અચકાય અને પછી, બીજાં અનેક ભારણની જેમ લીસ્ટ કોમન મલ્ટીપલ કે લઘુત્તમ સાધારણ અવયવનો મુદ્દો કાયમ માટે બાળકના મગજમાં ગૂંચવાયેલો રહી જાય.
 જે વખત જતાં બીજી અનેક વાતો સમજવામાં નડે.
પણ જેમને આ સવાલ પૂછાયો એ પપ્પા જુદા નીકળ્યા. એમણે પહેલાં પોતે એલસીએમ સમજવા માટે ઇન્ટરનેટ ફંફોસી જોયું. કોઈ સરસ વિડિયો મળી જાય એવી આશાએ યુટ્યૂબ પર ખાંખાંખોળાં કર્યાં અને એમને સલમાન ખાનની એકેડેમીનો ૭૦૦થી વધુ વિડિયોઝનો આખો ખજાનો મળી આવ્યો.
આ સલમાન ખાન પણ આપણી ધારણા કરતાં જુદા છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ થયેલા સલમાન ખાન જગવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)માં મેથ્સ ભણ્યા છે. ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ અને કમ્પ્યૂટર સાયન્સમાં માસ્ટર્સ કરેલું છે. અત્યારે યુએસએમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ તરીકે કાર્યરત છે. આમ પ્રોફેશનલી વેરી વેલ સેટલ્ડ સલમાન ખાન ‘સાઇડમાં ટ્યુશન’ કરે છે, પણ ‘સાઇડ ઇન્કમ’ના ધ્યેયથી નહીં. એમનું ધ્યેય સાદું પણ સ્પષ્ટ છે - ગણિત-વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો બને એટલી સરળ રીતે સમજાવવા અને એ માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો.
એ જ હેતુથી તેમણે ખાનએકેડમીની સ્થાપી વિડિયો બનાવવાનું ચાલુ કર્યું. એમના વિડિયોમાં સ્કૂલમાં હોય તેવા જ, પણ ઇલેક્ટ્રોનિક બોર્ડ પર જુદી જુદી ફોર્મ્યુલા, આંકડા વગેરે લખાતાં જાય અને બેકગ્રાઉન્ડમાં સલમાન ખાન પોતે જે તે વિષય સમજાવતા જાય. સાઇટ પર બેન્કિંગ એન્ડ મની, ક્રેડિટ ક્રાઇસિસ, ફાઇનાન્સ વગેરેને લગતા વિડિયો પણ છે અને સેટ કે જીમેટ જેવી એક્ઝામ્સની તૈયારી માટેના વિડિયો પણ છે.
અલબત્ત, અંગ્રેજી અમેરિકન એક્સેન્ટવાળું છે, પણ સ્કૂલમાં એલજીબ્રાનાં ફંક્શન્સ, જ્યોમેટ્રીની પાયથાગોરસની થિયરી, બેઝિક ટ્રિગોનોમેટ્રી કે ફિઝિક્સમાં મોશન થિયરી, ન્યૂટન્સ લૉ, ફ્રિક્શન વગેરે શીખતા સ્ટુડન્ટ્સને આ બધા વિડિયો સહેલાઈથી મગજમાં ઉતરી જાય તેવા છે. એટલે તો એક વિદ્યાર્થીએ સાઇટ પર અભિપ્રાય આપતાં લખ્યું છે કે ‘‘પહેલી વાર મને ગડ બેસે એવી રીતે કોઈ ટીચરે મેથ્સ શીખવ્યું છે.’’
જેમ કે, ગણિતના કોઈ સમીકરણમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એમ બધી સાઇન આવતી હોય તો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ગણતરી કરવી જોઈએ તે ‘ઓર્ડર ઓફ ઓપરેશન્સ’ના વિડિયોમાં સરસ રીતે સમજાવવામાં આવ્યું છે.
હકીકતમાં આ સાઇટ પરના વિડિયો ટીચર્સ અને પેરેન્ટ્સને બહુ ઉપયોગી થાય તેમ છે. બાળકને અઘરા લાગતા વિષયો કે મુદ્દા આ રીતે પાયાની બાબતોની ચોખવટ સાથે સમજાવી શકાય એ મોટેરાંએ તો ખાસ શીખવા જેવું છે. આપણને ખાનએકેડમી તરફ આંગળી ચિંધીને પુણ્ય કમાનારા પેલા પપ્પાએ પછી તો કેટલાક વિડિયોની વીસીડી બનાવીને દીકરાના ક્લાસમેટ્સને પણ ભેટ આપી.

આપણે આ સલમાન ખાનને પણ ‘હીરો’ ગણતા થઈશું?

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
leena parmar  - Interesting Articles   |2012-10-01 02:19:22
Hello,
You have done a very nice job sir.. I daily visit your site and always find something very interesting and new. Keep doing this good work.
Thank You,
amish m. patel  - about easy method of maths and physics   |2011-05-24 02:37:43
mr. salman bhai
haw can i know about saral method of maths and physics to teach i and my child haw method you teach by saral rito so you email me on my email amishpatel69@gmail.co.in
bharat  - !!~Very Nice Net Information ~!!   |2010-05-31 23:03:11
Dear Himansubhai,

Your Coloum in kalash and your site is given interesting net Facility and activity....
Pranav Kataria  - Well Done     |2011-02-11 01:27:02
your articles in kalash- divya bhaskar is too good and it gives so much knoledge to people about net.
Keep it up!!!!!!!!!
amin chirag   |2010-01-13 05:16:26
really great work
i appreciate u .
chirag   |2009-11-30 07:49:48
salman you are best person in world i bigest fan
darshak trivedi  - I like to read your articles   |2009-11-28 02:46:23
Heemanshu bhai,

the site is very nice for new user halping .........!!!!!!!!
Dhrumil Shah  - I like to read your articles   |2009-04-29 08:27:28
Dear,writer
I like to read your articles in newspaper&Like to see your Web.
Rajni Agravat     |2009-03-24 00:26:46
હિમાંશુભાઈ

અઘરામાં અઘરૂ કામ હોય તો તે સરળ શૈલીમાં લખવું તે છે, અને તમે હંમેશા આવા અઘરા કામ કરીને અમારા જેવાને માર્ગદર્શક બની રહો છો.

દિલથી અભિનંદન સાથે સલામ.

(તમારી પરોક્ષ મદદથી મેં બ્લોગ જગતમાં જંપલાવ્યુ હતું અને કાર્ય ચાલુ જ છે)
teenu  - very nice     |2009-03-09 12:28:18
the site is very nice for new user halping .........!!!!!!!!
ઇમરાન એફ.કુરેશી   |2009-03-02 23:18:14
માનનીય હીંમાશુભાઇ
ઘણા સમયથી હું તમારી કોલમ વાંચતો હતો મને આ લેખ ઘ્‍વારા ઘણુ જાણવા મળ્‍ યુ છે.હવે આ મા‍હ‍િતી સીધી જ નેટ પર ઉપલબ્‍ધ કરી ખુબ સારુ કર્યુ.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com