ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરપુસ્તક, ટીવી સિરિયલ, ડોક્યુમેન્ટરી અને વેબસાઇટ

પુસ્તક, ટીવી સિરિયલ, ડોક્યુમેન્ટરી અને વેબસાઇટ

જવાહરલાલ નેહરુએ ૧૯૪૨-૪૬માં, જેલમાં પુસ્તક લખ્યું, `ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા'. મોટા ભાગે આપણી આગલી પેઢીએ એ વાંચ્યું અને પછી પુસ્તક પુસ્તકાલયોમાં દટાઈ ગયું. પછી શ્યામ બેનેગલે ૧૯૮૮માં તેના આધારે ટીવી સિરિયલ બનાવી `ભારત એક ખોજ', જેને આપણે સૌએ મહિનાઓ સુધી માણી અને પછી `એવી સિરિયલ હવે જોવા મળતી નથી'

 એવો અફસોસ કરતા રહ્યા. એ પછી હમણાં, ઇતિહાસવિદ્ માઇકલ વૂડે બીબીસી માટે એ જ વિષય પર ૬ ભાગની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી `ધ સ્ટોરી ઑફ ઇન્ડિયા'.

એ ડોક્યુમેન્ટરી માટે થયેલા રિસર્ચને આધારે એક ઇન્ટરએક્ટિવ વેબસાઇટ પણ બની, જે આપણે અને ભાવિ પેઢી જ્યારે ઇચ્છશે ત્યારે એક્સેસ કરી શકશે, તેના પર પોતાનો મત આપી શકશે, માઇકલ વૂડ સાથે ચર્ચા ચલાવી શકશે, ને પોતાના અનુભવો પણ ઉમેરી શકશે!

 

 

આ કમાલ છે, કમ્યુનિકેશનનાં માધ્યમોની સતત વધતી ક્ષમતાની. ભારતની ભવ્ય ગાથા માંડતી આ વેબસાઇટ વિષયને કારણે તો માણવાલાયક છે જ, પણ ઇન્ફર્મેશન ટેક્નોલોજી કેવી આગળ વધતી જાય છે એ સમજવા અને ખાસ તો, વિવિધ માહિતીને પરસ્પર સાંકળીને કેટલી રસપ્રદ રીતે રજૂ કરી શકાય એ જાણવા માટે પણ આ વેબસાઈટ જોવી રહી.

 

ભારતને ભાવિ સુપરપાવર તરીકે સ્વીકારીને, આ તાકાત ક્યાંથી જન્મી એ જાણવા માઇકલ વૂડે ખરેખરું ભારતભ્રમણ કરીને ભારતનો ૧૦,૦૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ફંફોસ્યો છે. એ દરમિયાન જે ભાથું ભેગું થયું તેમાંથી ડોક્યુમેન્ટરી ફિલ્મ બની અને માહિતીસભર વેબસાઇટ પણ સર્જાઈ. વેબસાઇટ મુખ્યત્યે ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશેની હોવા છતાં, એમાં ભારત વિશેની અનેકવિધ, અનેક માટે અજાણી માહિતી વણી લેવાઈ છે. આ બધું જ એક પુસ્તક અને ડીવીડીમાં પણ ઉપલબ્ધ છે.

 

સાઇટ પર ભારતના ઇતિહાસની વિગતવાર ટાઇમલાઇન આપવામાં આવી છે. જેમાં વિવિધ વિષય હેઠળ, ભારતમાં કયા વર્ષમાં શું બન્યું તે જાણવા મળે છે. જે તે શીર્ષક પર ક્લિક કરતાં વિશે વધુ માહિતી મળે.  એક સરસ ઇન્ટરએક્ટિવ ફોટોગેલરી છે, જેમાં જે તે ફોટોગ્રાફ પર ક્લિક કરતાં તેના વિશે ભરપૂર માહિતી મળે છે. એક વિભાગમાં, માઇકલ વૂડને આ ફિલ્મના સર્જન દરમિયાન ભારતમાં જે અનુભવો થયા તેના નાના વિડિયોઝ છે. ચાહો તો તમે માઇકલ વૂડને કોઈ પ્રઁ પણ પૂછી શકો છો. અહીં લોકો ભારત વિશેના તેમના અનુભવો પોસ્ટ કરી શકે છે. શિક્ષકો માટે ક્લાસરૂમમાં ઉપયોગી થાય તેવા રિસોર્સીઝ પણ સામેલ છે.

 

માઇકલ વૂડે ભારતનું કેવું ચિત્રણ આપ્યું છે, તે તટસ્થ રહ્યા છે કે કેમ વગેરે વગેરે પ્રશ્નો આ સાઇટમાં વધુ ઊંડા ઊતરીએ કે ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડે, પણ પહેલી નજરે, કોઈ પણ ભારતીયને ગૌરવની લાગણી થાય એવી તો આ સાઇટ જરૂર છે.


આખી વાતમાં ગુજરાતી એંગલ એ કે `સ્ટોર ઑફ ઇન્ડિયા'ને શક્ય બનાવવામાં યુકેસ્થિત, મૂળ ગુજરાતી એવા એક ઉદ્યોગપતિ પરિવારનો સિંહફાળો છે!

સ્ટોરી ઓફ ઇન્ડિયા માણો અહીં!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
MAHESH SHIR  - SELFDEVLOPMENT BOOK     |2011-05-29 03:56:54
KIKANIBHAI,

I WANT TO SEE BOOKS OF SELF DEVLOPMENT BOOKS LIST.

SECOND THINGS I WANT TO WRITE SOMETHINGS ABOUT IT BUT I HAVE NOT KNOW WHERE IS I CAN WRITE, KINDLY TO GUIDELINE ME ABOUT IT.
હસમુખપટેલ   |2010-09-04 06:29:08
મુરબી શ્રી હમાંશુભાઇ
આપનો આભાર સાયબર સફરના લેખો ખુબજ માહિતીપ્રદ હોય છે. ભાઇ શ્રી આપજો શિક્ષણને લગતા લેખો આપો તથા તેની લગતી વેબસાઇટ (ગુજરાતી ભાષામાં)જણાવો તો વિદ્યાર્થીઓને પણ આપની આ સાઇટ વધુ ઉપયોગી થઇ શકે
chandubhai     |2011-06-10 09:56:01
thanku
vatsal  - hi   |2010-07-19 09:36:04
RESPECTED SIR
i have to know some sites and books about managment
reply
please
mitesh  - apni sanskruti   |2010-06-07 07:51:15
apni sanskuti ek avo adbhut varso chhe ke lakhiye tetlu ochhu pade tukma bharat apni sankuti thi mahan banshe. 49 sanskruti temathi matra ek hindu sanskuti bachi 6 jemke hadapan, grees,roman what ever
Anonymous   |2010-05-22 21:20:23
gujarati
savan patel   |2010-05-19 12:35:04
ur website is wonderful.....
thank u very much 2 give us this type website...
thank u very much...
jagdish bhat  - need a help   |2010-03-25 14:17:43
ભાઈ શ્રી ,જય હાટકેશ
આ પ્રશ્ન લગભગ દરેક યુઝર ને લાગુ પડતો જ હશે,મને મોબાઈલ બદલવાનો અને નવા મોડલ ખરીદવાનો શોખ છે, હવે થાય છે એવું કે મોબાઈલ માં રહેલા ૧૦૦૦ થી વધારે કોન્ટેક્ટ હેરાફેરી કરવા માં બહુ સમય લાગી જાય છે , તો એવો કઇક રસ્તો છે કે આ બધું સહેલું અને ફટાફટ થઇ જાય ? દરેક મોબાઈલ ના પીસી સુટ અલગ અલગ હોય તેથી કોન્ટેક્ટ ની ફાઈલ ફોરમેટ સપોર્ટ નથી થતી,.... અથવા તો કઇક નવો જ પ્રશ્ન સામે આવે છે, નવા મોબાઈલ ની ખરીદી નો આનંદ પળોજણ માં પલટે છે. તો પ્લીઝ કિકાણી ભાઈ હેલ્પ મી,
manish  - thanks   |2010-02-10 04:56:16
This information is excellent. i have heard about discovery of Indai written by Nehru. but after that development i was dont know. documentery are available on internet this is great to search information about india quekly.. i am impress this web site
with metta
manjukumar
dilip patel   |2010-02-03 12:19:53
mane ramayan nu urmila patra nu detail kayathi malse.janvasho
dilip patel   |2010-02-03 12:18:18
mane ramayan ni urmila patra nu detail kayathi malse
હિમાંશુ   |2009-09-22 23:35:23
ઋણી તો આપણે સૌ એમના છીએ જે ઇન્ટરનેટ પર અનેક પ્રકારની નવી નવી - નિઃશુલ્ક સેવાઓ - ઉમેરતા રહે છે! ઇન્ટરનેટમાંથી આપને મળતું જ્ઞાનામૃત આપના સ્વજનવર્તુળમાં પ્રસરે એવી શુભેચ્છા!
પ્રદિપ પટેલ  - જય હો ઉત્દીપકજી!!!   |2009-09-22 09:57:45
મારા ઘરમાં બોર્ડબેન્ડ કનેકશન આપની દિવ્યભાસ્કરમાં આવતી કોલમ વાંચીને લીધું.નેટમાં થોડી ઘણી ચાંચ ડૂબાડી જે કાંઈ જ્ઞાનામૃતનું આચમન કર્યું તેમાં તમે નિમિત્ત બન્યા છો.તમારા કારણે ગુજરાતીમાં હવે લખી શકું છું.
ખૂબ ખૂબ આભારતમારો ઋણી
-પ્રદિપ પટેલ
Himanshu Mehta  - My thinking     |2009-06-16 06:16:10
Sir, I am ur big friend. I was read yr all the lekhs in the Kadash purti. I want to meet u and please send yr contact no. and address on my e-mail ID I will waiting for that
Thnk you!
your sincerly
Mehta Himanshu
mahesh bavaliya     |2009-06-04 22:05:37
thank you sir


this site is verygood
amit khuva  - mare shu karavu?   |2009-04-15 05:08:13
maru naam amit chhe.ane hu ek hasya kalakar chhu. koi awards ke nava teliviion shows vishe jankari aapo to game. aa vishay par tamaru shu kehavu chhe?
દિનેશ   |2009-03-16 11:30:11
હલ્લો,
તમારી વેબ સાઇટ અનોખી અને રસપ્રદ છે તેમાની જુદા જુદા વિષયો પર માહિતિ વાંચવાની મજા આવી.અભિનંદન "સ્ટોરી ઓફ ઇંડિયા" ડોક્યુમેંટરી વિશે તમે નવી વેબસાઇટ નો ઉલ્લેખ કર્યો તેનું નામ આપતા ભૂલી ગયા કે પછી તે pbs.org જ છે? એક પ્રશ્ન પૂછું ? તમે કોમ્પ્યુટર વિશે જાણકારી અને મદદ આપી શકો?
વિશેષ બીજી વાર
દિનેશ
હિમાંશુ કીકાણી   |2009-03-16 21:38:30
દિનેશભાઈ, સાઇટની લિંક લેખના અંતે અને મુખ્ય તસવીર પર આપી છે! છતાં, આપે ધ્યાન દોર્યા પછી લેખમાં પણ ઉમેરી દીધી છે...
કોમ્પ્યુટર વિશે જાણકારી અને મદદ આપવાની ઇચ્છા ચોક્કસ છે, પણ હું એ વિષયનો નિષ્ણાત નથી. એટલા માટે જ, આ સાઇટ પર ‘આપનો સવાલ’ વિભાગ રાખ્યો છે, જેમાં સૌ પોતાના સવાલો મૂકી શકે છે અને જવાબ જાણતા લોકો જવાબ આપી શકે!
jagdidsh bhatt   |2009-02-05 07:24:27
mari pase rahela juna pustko ke gnan no bhandar chhe te mare web upar free publish karva mate su karvu?
aabharsathe
jagdish bhatt
હિમાંશુ કીકાણી   |2009-03-16 21:36:34
બે-ત્રણ રસ્તા વિચારી શકાય...
૧. આપ આપનો એક બ્લોગ બનાવી, આપનાં પુસ્તકોની યાદી મૂકો અને જેમને રસ પડે તેઓ આપનો સંપર્ક સાધી વધુ વિગતો મેળવી શકે.
૨. સમય અને ખર્ચની તૈયારી હોય તો આ પુસ્તકોના રસપ્રદ અંશ યુનિકોડમાં કમ્પોઝ કરીને તેમાંથી મોટી સાઇટ તૈયાર કરી શકાય.
૩. પુસ્તકોનાં દરેક પાનાં સ્કેન કરીને તેમાંથી પણ સાઇટ બનાવી શકાય.
સાયબરસફરના હોમ પેજ પર દુર્લભ વાંચનનો વિભાગ છે તેમાં આ પ્રકારની વેબસાઇટની લિંક્સ છે. દુર્લભ ગુજરાતી સામયિકોનું ડિજિટાઇઝેશન વિશેનો આ સાઇટ પરનો એક લેખ પણ આપને ઉપયોગી થશે.
સુરેશ જાની   |2009-01-21 07:32:04
તમે મને મદદ કરશો?
મારે ભારતના ઈતીહાસની આધારભુત માહીતી મળી શકે તેવું પુસ્તક ખરીદવું છે. એની માહીતી મને મેળવી આપશો તો આભારી થઈશ.
અહીં મળતા પુસ્તકો વીદેશીઓએ લખેલા હોય છે.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com