આભાર, દિલથી!

આ સફર ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિનાં પાનેથી આ વેબસાઇટ સુધી વિસ્તરી તેનું શ્રેય જાય છે - આ વિષયનું મહત્ત્વ પારખનાર અખબારના સંપાદક અને પ્રોત્સાહન આપનાર આપ સૌ વાચકોને. દિલથી આભાર!
Follow us on Twitter
આ સાઇટમાં આપને કયા પ્રકારના વધુ લેખ ગમશે?
 
સ્વાગત છે આપનું સાયબરસફર પર! Print E-mail
સાયબરસફર - યૂઝફૂલ સર્વિસીઝ
Written by હિમાંશુ કીકાણી   
ઇન્ટરનેટ હવે ઘર ઘરમાં પહોંચવા લાગ્યું છે. સવાલ એ છે કે ઇન્ટરનેટ તો આપણી નજીક આવી રહ્યું છે, આપણે પોતે તેની કેટલીક નજીક પહોંચી શક્યા છીએ?
 

વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો માટે ઇન્ટરનેટ જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે, પણ ગુજરાતમાં હજી એ સ્થિતિ આવી નથી. ‘છોકરાં શીખશે’ એવું વિચારીને ઘરમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વસાવી લેવામાં આવે છે, પણ પછી એ જ મા-બાપ, ઇન્ટરનેટની ઘણે અંશે સાચી એવી કાળી બાજુથી ડરીને નેટ કનેક્શનનો લાભ લેતાં નથી.

 

સાયબરસફર, ગુજરાતી પરિવારોને ઇન્ટરનેટફ્રેન્ડલી બનાવવાનો એક પ્રયાસ છે.

 
સવાયા ગુજરાતી કાકાસાહેબ કાલેલકરે `હિમાલયનો પ્રવાસ' પુસ્તકમાં લખ્યું છે કે ``હોડીમાં બેસીને નદીના પ્રવાહ પર પ્રવાસ કરવો એના જેવું કાવ્ય બીજે ભાગ્યે જ મળતું હશે.'' કાકાસાહેબના જમાનામાં ઇન્ટરનેટ નહોતું, પણ હવે એવો જમાનો આવ્યો છે કે પીસી કે લેપટોપના (અને હવે તો મોબાઇલ પણ ખરો) સ્ક્રીનનો તરાપો બનાવી, માઉસના હલેસાના જોરે સાયબરજગતની સફરે નીકળી પડો તો એમાંય ગજબનો રોમાંચ અને આનંદ છે. થોડું ભીંજાવું પડે, બસ.
 

આપણી આ સાયબરસફરમાં પણ આપણે ઇન્ટરનેટની આનંદયાત્રાએ નીકળવું છે અને ટેક્નોલોજીમાં ઊંડા ઉતર્યા વિના ઇન્ટરનેટની જાતભાતની બારીઓમાં ડોકિયાં કરી જોવાં છે.

 

જાન્યુઆરી ૨૦૦૮માં, ‘દિવ્ય ભાસ્કર’ અખબારની કળશ પૂર્તિમાં નાનકડી સાપ્તાહિક કૉલમ તરીકે શરૂ થયેલી આ સફરને વાચકોનો ખરેખર અસીમ પ્રેમ સાંપડ્યો છે. એમાં લેખક કે લેખનશૈલીની વિશેષતા કરતાં આ વિષયની જિજ્ઞાસાએ ચોક્કસ મોટો ભાગ ભજવ્યો હશે. આ એક વર્ષ દરમિયાન અનેક વાચકોએ તેમનાં સૂચનો મોકલ્યાં છે અને ઘણા વધુ વાચકોએ તેમને મૂંઝવતા પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. ઘણાને જવાબ આપી શકાયા છે, ઘણા સાથે, ખરા અર્થમાં ફક્ત ઓનલાઇન એવી, ને છતાં નિકટની મૈત્રી કેળવાઈ છે. ઘણા વાચકોના પ્રશ્નોના જવાબ આપી નથી શકાયા કેમ કે, આ લખનાર પોતે ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો એક્સપર્ટ કે અભ્યાસુ નથી. એ ફક્ત એવો જિજ્ઞાસુ છે, જેને પોતાના અનુભવો બીજા સાથે વહેંચવામાં આનંદ આવે છે. વાચકોએ ઊંડો રસ લઈને કૉલમને વધુ રસપ્રદ બનાવી છે, એ પણ હકીકત છે.
 

બીજી તરફ, કોઈ ટેકનિકલ જાણકારી કે અનુભવ વિના, માત્ર નિજાનંદથી અને ગુજરાતી ભાષા પ્રત્યેના અનહદ પ્રેમથી સંખ્યાબંધ લોકોએ ઇન્ટરનેટ પર રીતસરનું એક આગવું ગુજરાતી બ્લોગજગત ઊભું કર્યું છે અને અનેક ઉપયોગી પહેલ પણ કરી છે.

 

સાયબરસફર, ઇન્ટરનેટના આ મજાના પાસાંથી હજી સુધી અજાણ રહેલા લોકોને એ તરફ વાળવાનો પણ એક પ્રયાસ છે.

 

સાયબરસફરના વર્ષોજૂના વિચારોને અખબારના પાના સુધી લાવવામાં, અંગત મિત્ર અને ‘દિવ્ય ભાસ્કર’ના સંપાદક મનીષ મહેતાનો સિંહફાળો રહ્યો છે. તેમ ઇન્ટરનેટ વિશેની જિજ્ઞાસા સતત સંતોષવામાં અને વધારવામાં બીજા અંગત મિત્ર સમીર સંઘવીએ રીતસર ગાઈડની ભૂમિકા ભજવી છે. બંનેનો આભાર નહીં માનું. અને હા, ગુજરાતમાં પીવાના પાણીના મુદ્દે કાર્યરત સંસ્થાઓના નેટવર્ક ‘પ્રવાહ’નાં અમીબહેન માંકડ અને દક્ષેશભાઈ શાહે, વાતવાતમાં ‘‘પ્રવાહ’ની સાઈટ જુમલામાં હોવાથી મેનેજ કરવી બહુ સહેલી પડે છે’ એમ કહીને જુમલા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો પહેલવહેલો પરિચય કરાવ્યો હતો. એ બંને આ રીતે આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાયાં ન હો તો આ સફર કદાચ ઘણી મોડી શરૂ થઈ હોત!

 

તો આવો, નવું જાણવા, ઘણું માણવા, માઉસને આપો પાંખો!


Comments
Add New RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Please input the anti-spam code that you can read in the image.
વિવેક ટેલર   |2009-01-02 05:54:56
'સાયબર સફર' ઊઘાડી ત્યારે મનમાં હતું કે દિવ્ય ભાસ્કરના લેખોનો સમંવય કરતો એક વધુ બ્લૉગ જ હશે પણ પાનું ઊઘડ્યું ત્યારે પહેલી નજરમાં જ દંગ થઈ જવાયું અને કદાચ પ્રેમમાં પણ પડી જવાયું. સાઈટનો લે-આઉટ અને ઉપયોગી ફિચર્સ એટલા બધા ગમી ગયા કે વધુ કંઈ કહેવાનું રહેતું નથી...

આભાર... અભિનંદન... શુભેચ્છાઓ...
Anonymous   |2009-08-08 19:46:18
thanks
ANIL NIMAVAT   |2010-04-23 06:23:24
GOOD
Nilesh Vyas  - Congratulations !!     |2009-01-22 18:39:08
Dear Himanshubhai

Congratulations and best of luck for cybersafar.com.

with warm regards.
SIRAJ IBRAHIM SHEIKH  - congratulation     |2009-06-05 16:55:44
Congratulation DearHimansubhai Kiakani,
Fot tips,guidence,advice internet.

Yr.Loving Brother
Siraj Sheikh,
Sr.clerk,
state govt.servent
Mahuva.
Ibrahim Luhar  - Congrats   |2009-01-27 16:20:24
Congratulations and best of luck for Ur Website CyberSafar.com
દિનકર ભટ્ટ     |2009-02-03 11:24:12
"સાયબર સફર" ઉત્તમ કક્ષાનો સુંદર પ્રયાસ છે.

-સ્વાગત
zulfikar tunvar  - wah wah   |2009-02-04 05:44:47
majja ni safar karave che cyber safar.....
pratik  - GoOd EfFoRtS!!!   |2009-02-04 05:51:58
Hi

I always read CYBER SAFAR in Divya Bhasker's KALASH. I am a professional Web designer so internet is the only thing with whom I spend much of my time, and after reading your articles in CYBER SAFAR, i got some new informations about internat. But still wann know more things about the ocean of internet. Let's take a dive in it... Great Job..
Cyber Safar Rocks....!!!!
Priyam Patel  - Priyam   |2009-02-04 08:07:57
T rugularlly read cyber safar in divyabhaskar you done very good information about cyber news tricks n tips now cybersafar.com do extra good info in future

thanks Himansubhai for www.cybersafar.com
piyush  - Great service for Gujarat   |2009-02-04 13:41:43
I am a regular reader of CYBERSAFAR in Divya Bhaskar. I like it verymuch and full of information. But after visiting your website I become very glade because I have got what I really want. I use internet for increasing knowledge. I find very interesting and knowledgeful information and that in Gujarati as well. It is a great service to those who are eager to get knowledge through internet.

Thank you very much
Kamalkant Vasavada  - Abhinandan ......   |2009-02-22 06:54:37
Dear Himanshu,
Thanks for Cybersafar..... I read regularly your colom in Kalash (Divyabhaskar). This site is realy wonderful !You have done a greate service to those who are eager to know about internet
Thans a lot and best wishies....
shiraz kesharia   |2009-02-23 12:44:52
himansu bhai
mazama haso
divya bhaskarma kalas purtima aapna saybarsafarna lekh niyamit vachuchhu.
saybarsafar web site manvani khub maza ave chhe. abhinandan sathe khub khub subhechha

shiraz kesharia
Dr.Himanshu Morbia   |2009-03-06 17:05:00
Hi himanshu
Congrats for making such beautiful website,all gujaratis in the world will be thankful to you.
your classmate at v d highschool bhuj
himanshu
manoj sutaria  - congrats   |2009-04-09 06:40:16
himanshu bhai,

khubj sundar prayas ane khubj sundar website.

- manoj
pravin   |2009-04-12 17:51:27
Himanshubhai,
highly obliged to inform us about net jagat, Gujarati Lexicon, Google desktop and many other useful, interesting and unknown sites.
bathiya ramesh hamirbha  - best this site     |2009-04-20 07:56:52
jena vishe amne mahiti nathi teni tame amne mahiti apo cho tena thi amne khubaj anand thayo che tamaru lekh me to fakta ekaj vaar vachyu hato pan mane em thai gayu ke mare ekvaar tamari site opan karvi joiye aje me site opan kari pan mane khub anand thayo tamari site opan kari ne mane ghanu janvanu malyu mari tamne ek rikvest che em kahu to hu tamne ek tamari navi sarvish chalu karvanu kahu chu ke tame je email store karo cho tema navu kai pan ave to send karo to ame je na jani sakya hoiye te jani sakiye mate bas atluj kahu chu i am ramesh from dwarka jillo jamnagar gujrat
Lata Hirani     |2009-04-22 17:52:21
Himanshubhai, I can miss the whole paper, except your coloum..

Lata Hirani
પંચમ શુક્લ  - પ્રત્યાયન (પંચમ શુક્લ)     |2009-04-25 12:27:49
સાયબર સફરની પહેલી મુલાકાતમાં જ એનું સ્વરૂપ અને સામગ્રી આંખ ઠારે એવા અને ગુણવત્તા સભર લાગ્યાં. આપની સફર સરસ રીતે આગળ વધે એવી શુભેચ્છાઓ.
ashalata   |2009-04-29 10:36:52
divya bhaskerma kayam safar karie
parantu sachi safar ajej kari
congratulation and best WISHES--------
mayur sompura  - maja padi gai   |2009-05-04 14:01:31
Himanshubhai,

maja padi gai, since 3 days i have gone through your most off contents, i have made one usefull site list also


www.idrive.com For store up to 2 GB Data

www.photobucket.com For Photos and Videos Sharing

www.yousendit.com For up to 100mb’s file can be send / transfer free cost.

www.raga.com For Music / Classical music

www.gigasize.com For Heavy files upload, Store & Share

www.skype.com For Online Audio / Video Conference / Chatting

http://sketchup.google.com For making 3 D models / Architectural works etc.

www.miniclip.com For Online Games

www.picnik.com/ For Photo Editing

www.google.co.in/movies For knows which movies run in which theater with time at your cities

www.google.com/ig For make and save all links on one page

www.digg.com For knowing new things find out by other people.

www.cybersafar.com For knowing new in interenet- by Himanshu Kikani.

www.rememberthemilk.com For making reminder / alarm and get msg. Mobile

www.qipit.com For convert / store documents send jpeg get pdf file
send jpeg to copy@qipit.com, color@qipit.com

www.bhagvadgomandalonline
www.bhagvadgomandal.com For Gujarati Word Dictionary in details.

www.dharwad.com/pincode.html For Pincode of India.

www.incometaxindia.gov.in For Income Tax Government site

www.incometaxindiapr.gov.in/incometaxindiacr/home.jsp New Income Tax site

www.incometaxindiapr.gov.in/incometaxindiacr/tpi_index.jsp Tax Info Book Lets Acces.


www.growshine.com/A.html For many useful links of different webs

www.icai.org For Chartered Accountants site

www.icwai.org For Cost & Works Accountants site

www.meficai.org For Multi Purpose Audit Application/ Status etc.

www.cpeicai.org/index.html For CPE Hours and other detail of Chartered A/c.

Astu,

Tamaro Khub Khub Aabhar, Aatli sari contents mate.

Mayur Sompura
જયદીપ ટાટમીયા  - જયદીપનું જગત     |2009-05-05 09:47:40
Very nice to visit the 'CyberSafar'. I came to know from 'FunNGyan'. I always read 'CyberSafar' in DB. All the best...
-Jaydeep.
EZT AL VFCLZ  - cybersafar     |2009-05-10 07:21:40
;FIAZ ;OZ ,[B V[ GJF lGXF/ DF8[ 7FG E\NFZ K આપની સફર સરસ રીતે આગળ વધે એવી શુભેચ્છાઓ
SANDEEP KAMANI  - about me     |2009-05-23 06:47:37
i am pleased with ur website i like to interested in
Raj   |2009-06-10 17:09:54
This site is really helpful to all Gujarati net lovers as most of the sites r in English so in spite of their desire to match their spets with up-dated technology Gujarati people may not be able to do the same. Here we find every thing - Gujarati literature, helpful links for knowledge, learning experience for internet users and much more. I am heartly thankful to Divya Bhasker for giving space to such a people loving articles. Hope by joining hands and standing we all together can give more life and give new oxigine to our Gujarati literature. Thanks to all concerned who has contributed for this site.
ashish mehta   |2009-06-11 10:31:58
Congratulations and best of luck for cybersafar.com.
milan rafalia  - innovative idea i like it... mind it....     |2009-06-25 15:40:25
hi,
himesh bhai
i am milan from surat. i'm daily read Divya Bhasker and i most like in {DB} KALASH. it's given amaging knowledge. that is very good activity & very good knowledge given to us. i have read all news paper but i am not satisfied with other news paper because i believe in perfacation and managerial it's given {DB}. without KALASH i missing the one amaging moment of the life.
and last, i have also collection of the all KALASH.
Anonymous   |2009-06-25 19:12:07
link:http://http:// [/color][color=gray]
Jayesh Parikh     |2009-06-28 07:31:22
આભાર... અભિનંદન... શુભેચ્છાઓ...
shah nikhil   |2009-06-29 07:00:37
i am first time read this site.its good gujarti web site.
Govind Maru  - અભીવ્યક્તી     |2009-06-30 09:08:49
ગુજરાતી પરીવારોને ઇન્ટરનેટફ્રેન્ડલી બનાવવાનો આપનો પ્રયાસ ખુબ જ સરાહનીય છે. આપણી આ સફર બહુ આગળ વધે એવી હાર્દીક ઈચ્છા છે. અભીનન્દન...
Ghanshyam   |2009-07-01 10:19:56
તમારી આ ગુજરાતી વેબ સાઈટ લોન્ચ કરવાની અદભુત કામગીરી બદલ ધન્યવાદ,,,
આના થી ગુજરાતી લોકો ને પણ સરળતાથી ઇન્ટરનેટ નું જ્ઞાન આપી શકાશે,,,
અને ગુજરાતી લોકો પણ નેટ નો ઉપયોગ વધારી સક્સે,,,
થેંક યુ,,,
હિમાંશુભાઈ
DHOLARIYA RAHUL  - આભાર   |2009-07-06 06:08:13
HIMANSUBHAI,
I study in computerengineer(DDIT,NADIAD).I alwayas read your colam "સાયબર સફર".I realy impress by your website.PLEASE WRITE ABOUT gooleearth,mobileweb,gujrati browser,name of your blog.
THANKS!
Haresh Soni   |2009-07-15 09:01:25
DEAR HIMESHBHAI,

Very Congratulation.

excellant website

me aaje j aa website ne joi bahu j maza padi

Hu to DivyaBhaskar ma aavta cybersafar na agauna lekh shodhava niklyo hato ane aa website mali gai BAHU J ANAND THAYO

HIMESHBHAI MANE CYBERSAFAR NA AGAUNA LEKHONU COLLECTION JOIE CHHE PLEASE HELP ME

MANE TEMA BAHU J INTEREST PADE CHHE ANE EVERY WEDNESDAY HU KALASH MA TENE CHOKKAS VACHU CHHU ETLE JENE MISS KARYA TENE PAN MELAVAVA MAGU CHHU PLEASE HELP ME MY E-MAIL ADDRESS IS soni1337@yahoo.co.in

HU SCIENCE AND TECHNOLOGY DEPARTMENT, NEW SACHIVALAY, GANDHINAGAR MA GUJARATI STENOGRAPHAR TARIKE SERVICE KARU CHHU

MARA LAYAK KOI KAMKAJ HOY TO PAN CHOKKASH KAHEJO

HARESH SONI
Tushar Bhatt  - congrats   |2009-08-04 06:00:03
Dear Himanshu,
Years ago, when we first met I knew you were different from the young generation of today. I must say I am pleased and more than amazed that you have made a spectacular progress progress. You have not only been imaginative but also have a scientific temper. Yourr efforts to bring knowledge about the computer in Gujarati is a brilliant proof. Congratulations.
-Tushar Bhatt, former Resident Editor,The Times of India & The Economic Times, Ahmedabad.
Ramji  - SONGS OF A MOMENT     |2009-08-30 17:12:01
Sirs,

I like very good.

Thanks.

-RAMJI
kaushal   |2009-09-02 07:08:15
ગુજરાતી
ભજન ફ્રી માં થાય તેવી વેબ
કહો
હિમાંશુ   |2009-09-21 10:42:07
www.tahuko.com

ટ્રાય કરી જુઓ!
jesa  - ww   |2009-09-08 07:04:51
himansu bhai
mazama haso
divya bhaskarma kalas purtima aapna saybarsafarna lekh niyamit vachuchhu
himanshu bhai general knowldge ni mahati website ni detail aapjo.
kaushik shah   |2009-09-09 09:27:12
mane tamaro divy bhaskar ma boradband ni speed vadharva mate no lekh ma lakhelu web adress joiechhe.
KAMAL SOLANKI  - Very Congratulation   |2009-09-15 11:43:28
તમારી આ ગુજરાતી વેબ સાઈટ લોન્ચ કરવાની અદભુત કામગીરી બદલ ધન્યવાદ,,,
આના થી ગુજરાતી લોકો ને પણ સરળતાથી ઇન્ટરનેટ નું જ્ઞાન આપી શકાશે,,,
અને ગુજરાતી લોકો પણ નેટ નો ઉપયોગ વધારી સક્સે,,,
થેંક યુ,,,
હિમાંશુભાઈ
Hitendrasinh vala  - fundamental analysis stockmarket   |2009-09-21 09:54:26
sir, I want fundamental analysis ebook download indian stock market
Himanshu   |2009-09-21 10:40:34
I am sorry, I am not aware of such ebook. Can you please elaborate your exact need?

For info on Share visit this BSE site in Gujarati http://gujarati.bseindia.com/
(you will need to download fonts from the site)
Karmay Shah  - Feedback   |2009-10-08 01:19:07
હું તમારો cybersafar લેખ કળશ માં regularly વાંચું છું. મને આ લેખ ખૂબ જ ગમે છે પણ હમણાં હૂં USA માં છું અને મારે આ લેખ internet પર વાંચવો હતો અને પેહલી વાર aa website ખોલી તો જાણવા મળ્યું કે આમાં લેખ update નથી થયા. ૨૦ દિવસ પેહલા ના લેખ આમાં છે આને નવા વાંચવા હોય તો કળશ માં જ વાંચવા મળે. આ બાબત માં કઈ જરૂર પ્રયત્ન કરજો improvement નો.
હિમાંશુ   |2009-10-08 07:41:08
આપની વાત સાચી છે, લેખ નિયમિત અપડેટ થતા નહોતા - સમયનો અભાવ સૌથી મોટી મુશ્કેલી રહે છે.

સાઇટને નવું સ્ટ્રક્ચર અને સ્વરૂપ આપ્યા પછી મને લાગે છે કે નિયમિત બની શકાશે!

આપનાં સૂચન જરૂર મોકલતા રહેશો.
paresh patel  - saval   |2009-11-21 10:57:50
પ્રિય હિમાંશુ ભાઈ,
આજે એક પ્રશ્ન પુછવા જઈ રહ્યો છું તો આપ આ પ્રશ્ન નો જવાબ જરૂર થી આપવા મહેરબાની કરશોજી
અમારે ત્યાં જમીન માપણી કરવા માટે માપ ની ગણતરી કરતું કોષ્ટક નથી તો આ બાબતે આપ શ્રી કંઈક કરશો એવી આશા
હિમાંશુ કીકાણી   |2009-12-06 17:51:55
માફ કરશો પરેશભાઈ, આ વિશે મને બિલકુલ ખ્યાલ નથી.
jagdish sangar  - www.masti4wap.co.cc     |2009-12-02 16:00:18
http://www.masti4wap.co.cc


this is my mobile wap site
Prakash Khanchandani   |2009-12-02 16:37:54
Superb website!!!!!!!!!
Mind-blowing work!!!!!!!
હિમાંશુ કીકાણી   |2009-12-06 17:52:35
Thanks a lot! Do keep on visiting and sharing.
સૌરભ અંધારિયા  - ખૂબ ખૂબ આભાર     |2009-12-05 11:24:14
શ્રી હિમાંશુભાઇ,

આપને ખૂબ ખૂબ અભિનંદન.

હુ આપની કોલમની દર અઠવાડિયે આતુરતાથી રાહ જોતો હોઉ છુ.

ઘણાં સમયથી આપને લખવાની ઈચ્છા હતી. જે આજે પુરી થઈ.

ફરી ફરી અભિનંદન સાથે..પરોક્ષ રીતે આપની મદદ બદલ ખૂબ ખૂબ આભાર..!
હિમાંશુ કીકાણી   |2009-12-06 17:54:03
આભાર, સૌરભભાઈ. સાયબરસફરનો મૂળ ઉદ્દેશ જ ગમતાંનો ગુલાલ કરવાનો છે. આ રીતે મળતા રહો અને લખતા રહો તેવી વિનંતી.
shailesh  - thanks   |2009-12-07 11:38:26
mananiy himanshubhai,
aape to gagar ma sagar bhari didho, pan amare to aa sagar nu aachman karva mate mahenat karvi padshe. biju, mare potane koi lekh ke kavita aapavi hoy to shu karvu?
SHAIKH ASFAQ  - sHaIkH AsFaQ   |2009-12-09 07:44:01
DEAR HIMANSUBHAI

HU TAMARI KOLAM DAR BUDHVARE VANCHO CHO.

TAME AA SITE LAVINE NAVI KRANTI KARI HO AEVO LAGE CHE.

JO KE MARY UMER ATYARE 16 YEARS CHE.

MARE STUDY KARVA MATE KOI USEFUL SITE BATAVVA VINANTI CHE.
SO PLZ HALP ME.
toshif  - thanks   |2009-12-11 15:55:10
thank you
mahipal  - tips   |2009-12-25 06:16:21
internate me rupiya kamavavni rit samhavo?????Please
globe travel club  - globe travel club     |2010-01-07 07:28:52
Excellent post! I really enjoyed reading it. I will be back for more!
Sincerely,
"globe travel club"
http://www.globetravelclub.info
infoclub  - infoclub     |2010-01-07 07:30:18
Excellent post! I really enjoyed reading it. I will be back for more!
Sincerely,
infoclub
http://www.informationclub.org
Dr. Ashish N. Patel.   |2010-01-22 03:41:40
tme loko ek bahu saras kam kari rahya cho. Internet no how tamara thi j dur thyo, navu navu sikhava tatha janva tamara taraf thi j pehli var made che ,thanku very much....
Premal Pandya  - Great Efforts !!!!!!!!!!!!!!!! unforgottable   |2010-02-10 07:16:25
Dear Himanshubhai

I have visited your website and eventually i became very enthusiastic to know all the information u have given in your website according to me it's a great efforts for every one who is really want to know about internet and also for those who is already know about the internet they can increase and solve their knowledge in broad way.

regards to you

Premal Pandya
mahesh Waghela  - Help   |2010-02-12 17:18:59
Thanks HemanshuBhai Aa Kolam "Kalash" Chalu Karava Maate. Yahoo Ma Sing In Karata Sidhu ja Inbox Khule Tevu Setting Thay Sake plz help
Mihir Patel  - FOR GUJARATI - IT'S PRIDE   |2010-02-17 08:51:34
It's Really a Good Job For Gujarati Language...I LOVE GUJARATI ..now i can say now..
Dalwala Jitesh  - Jitesh     |2010-03-08 05:47:08
I am your regular reader in DB.
Very nice blog

Be The Best.........
Rajiv Vachhrajani  - Dhanyawad   |2010-03-23 00:30:46
Dear Himanshuji,

Congratulation..For Superb Site.

We as Gujarati Proud of This,For NRI its Excellent " KHAJANA"

Will Meet through this site

Rajiv Rajeshwari,Ishit Preeti Aarna NJ USA
હિમાંશુ કીકાણી   |2010-03-23 03:29:18
Thanks! I strongly believe that internet has immense potential and we, the globetrotter Gujaratis should take the best out of it!!
Please do keep on visiting.
Regards,
Himahshu
komal goswami  - very very good try     |2010-03-25 06:53:48
Himanshu bhai very good
marvels effort Hu, jyarthi tamara lekho chalu thaya thyarthi tena cutting sachvine rakhela. Hamna bhagvadgomandle no serch karta apno sunder khajano mali gayo. many many thanks.
one help karsho ?
mari pase n73 mob. chee. tema gujarati font vanchi sakay tevu software kyathi mali sake?
kishor madlani  - ha mane khubaj game chhe   |2010-03-27 00:36:18
mara internett use ma mane cyber safar khubaj upyogi thai chhe abhar
PRAKASH   |2010-04-14 18:17:36
AA LEKHMA CHHOKRA SHIKSSE AE SAMJINE MAA-BAAP COMPUTER LAI AAVE CHHE PAN KALI SITE THI DARI NE TENO PURO LAABH LAI sHAKTA NATHI
HARIOM  - HELLO   |2010-07-04 10:38:54
TAMARI SITE SARI CHE I LIKE YOU
HARIOM  - HARIOM   |2010-07-04 10:49:56
TAMARI SITE KHUB SARAS CHE GOD YOU BEST YOU
PANKAJ SHAH   |2010-07-16 10:17:12
હિમાંશુભાઈ ,

ખરેખર આપની વેબ એક અમુલ્ય ખજાનો છે છેલ્લા ઘણા વખતથી વારંવાર વેબની મુલાકાત લઉં છું અને દરેક વખતે કૈક નવુજ જોવા જાણવા મળે છે.આપની મહેનત ખરેખર પ્રસંસનીય છે.બસ તેને આવી રીતે અપડેટ કરતા રહેશો અને અમે માહિતીના ધોધમાં ધુબાકા મારતા રહી આનંદ કરતા રહીશું.

આભાર સહ,
પંકજ શાહ
વડોદરા
હિમાંશુ કીકાણી   |2010-07-18 13:26:51
બસ, આવા શબ્દો જ આ સફરનું પ્રેરકબળ છે!

મુલાકાત લેતા રહેશો.

- હિમાંશુ
Valenzuela29Cecilia  - answer this post     |2010-09-02 09:36:54
Different people in all countries receive the mortgage loans from different banks, just because it's comfortable and fast.

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

માણો એપિકમાં

આ સાઇટ આપ એપિક બ્રાઉઝરમાં વધુ સારી રીતે જોઈ શકશો અને ગુજરાતી કમ્પોઝિંગ ન આવડતું હોય તો પણ ગુજરાતીમાં અભિપ્રાય કે કમેન્ટ આપી શકશો.

ચાલો સ્પેસની સફરે

થોડા સમય પહેલાં આપણે સ્ટીલેરિયમ નામના એક સોફ્ટવેરની વાત કરી હતી, જેને એક વાર ડાઉનલોડ કરીને તમે આખા આકાશને તમારા કમ્પ્યૂટરમાં ઉતારી શકો છો. આવું જ, કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા.

વાંચો આગળ

હવે હાજર છે ફોટોપિડીયા

જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફૂરે - ધારો કે મંગળનો ગ્રહ કે માઉન્ટ એવરેસ્ટ કે ગમે તે - અને તેના વિશે અદભુત ફોટોગ્રાફ જોવાની ઇચ્છા પણ હોય અને તલસ્પર્શી માહિતી પણ મેળવવી હોય તો?

વાંચો આગળ

તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો?

બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.

વાંચો આગળ

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે.

વાંચો આગળ

મોબાઇલથી નેટ પર ફોટોવોલ

મોબાઇલ કેમેરાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો ફટાફટ ક્લિક કરતા રહેવાની આદત હોય તો તમે લીધેલા સ્નેપ્સ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવાની વિધિ થોડી કડાકૂટભરી ચોક્કસ લાગતી હશે. હવે એનો એક સરસ ઉપાય હાજર છે.

વાંચો આગળ

જુઓ શબ્દોનું નભોમંડળ!

હજી ગયા અઠવાડિયે આપણે અર્થઆલ્બમ સાઇટના તરાપે વર્લ્ડ ટુર માણી હતી. એ સાઇટ ફ્લિકર જેવા સમૃદ્ધ ફોટોસોર્સનો ઉપયોગ કરીને તેને ગૂગલ મેપ પર મેચ કરી આપતી સર્વિસ હતી, જેના પ્રતાપે આપણે નક્શા પર ક્લિક કરીને જે તે પ્રદેશના વિવિધ ફોટોગ્રાફ માણી શકતા હતા.

વાંચો આગળ

બ્લોગ વિશે કેટલીક પાયાની વાત

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?

વાંચો આગળ

થોડાં ડોકિયાં વિડિયો વર્લ્ડમાં

લખોટી યાદ છે? એક જમાનામાં ટાબરિયાં એનાથી રમતાં! હજી ક્યાંક દેખાઈ જાય (ન મળે તો એના જેવા પેપરવેઇટથી પણ કામ ચલાવી શકાય) તો હાથમાં લઈને જરા ધ્યાનથી જોજો અને પછી વિચારજો (અથવા તમારા ટાબરિયાને પૂછજો) કે કાચની આ નાની અમથી ગોળીમાં આટઆટલા રંગ ભર્યા કેવી રીતે હશે?

વાંચો આગળ

હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?

જો તમે પોતે અથવા તમારા પરિવારમાંથી કોઈ બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં જવાની તૈયારીમાં હોય કે કોલેજમાં હોય કે પછી, કોલેજ પૂરી કરીને વધુ આગળ અભ્યાસ કરવાની મથામણમાં હો તો તો આગળ ખરેખર ધ્યાનથી વાંચજો!

વાંચો આગળ

ઇન્ટરનેટ પર કમાણી કરવી છે?

સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...

વાંચો આગળ

An Aalekhan Venture.  ·  Powered by: BOLD Communications