ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમગૂગલ ગિફ્ટ્સઇન્ટરનેટની તમારી દુનિયા, એક પેજ પર!

ઇન્ટરનેટની તમારી દુનિયા, એક પેજ પર!

સામાન્ય રીતે ગૂગલને આપણે સર્ચ એન્જિન અને જીમેઇલથી જ ઓળખીએ છીએ. કંઈક પણ સર્ચ કરવાની વાત આવે એટલે ગૂગલ.કોમ ટાઇપ કરીએ અને એ સાથે ઓપન થાય ગૂગલની આગવી ઓળખ સમું પેજ, જેમાં ગૂગલનો લોગો હોય, વચ્ચે ટાઇપ કરવાનું બોક્સ હોય અને ઉપર-નીચે થોડી લિંક્સ, બાકીનું પેજ એકદમ ખાલી અને ખુલ્લું. પણ ગૂગલ સર્ચ અને જીમેઇલથી ઘણું ઘણું વિશેષ છે અને બરાબર એ જ રીતે, ગૂગલ.કોમનું આ ચીરપરિચિત પાનું પણ તમે ભાતભાતની ઉપયોગી અને વિશેષ માહિતીથી એકદમ ભરી શકો છો, તમારી પોતાની આગવી પસંદ અને જરૂરિયાત પ્રમાણે!

કેવી રીતે? બિલકુલ સરળતાથી. ગૂગલ.કોમ પર જાઓ અને ત્યાં, ઉપર જમણી બાજુ આઇગૂગલની લિંક પર ક્લિક કરો. એ જ પાનું, જુદી જુદી કેટલીય માહિતીથી ભરાઈ જશે! જેમ કે, એ દિવસે કોઈ મેચ ચાલુ હોય તો એનો લાઇવ સ્કોર, ગૂગલન્યૂઝ પરથી આવતા સમાચાર, દુનિયાભરમાં લોકો ગૂગલ પર શું સર્ચ કરે છે તેના હોટ ટ્રેન્ડ, રાશિભવિષ્ય વગેરે માહિતી તમારી સમક્ષ હાજર થઈ જાય. ચાહો તો આ જ પાનું હિન્દીમાં વાંચો.

ખરી મજા હવે જ છે. આ પેજને તમારી જરૂરિયાત અને પસંદ અનુસાર કસ્ટમાઇઝ કરવા માટે તમારા ગૂગલ એકાઉન્ટથી (એટલે કે જીમેઇલના એકાઉન્ટથી) સાઇન ઇન થાઓ. પછી ફરી, જમણી તરફ એડ સ્ટફ' લખેલું છે તેના પર ક્લિક કરો અને તમારી સમક્ષ અનેક પ્રકારનાં ગેજેટ્સનો ખજાનો ખૂલી જશે. ગૂગલ કંપની પોતે અને દુનિયાભરના અનેક ઉત્સાહી જાણકાર લોકો ઇન્ટરનેટ પર ઉપયોગી એવાં જાતભાતનાં રમકડાં બનાવતા રહે છે. ન્યૂઝ, ટૂલ્સ, કમ્યૂનિકેશન, ફન એન્ડ ગેમ્સ, ફાઇનાન્સ, સ્પોર્ટસ, લાઇફસ્ટાઇલ, ટેક્નોલોજી... વગેરે કેટેગરીમાં હજારો ગેજેટ્સ મળશે જેમાંથી તમને જે ઉપયોગી કે રસપ્રદ લાગે તેને ઉમેરી દો તમારા પેજ પર.

તમે સાદી ઘડિયાળવાળ સાદા કેલેન્ડરથી કે દિવસ-રાત મુજબ બદલાતા આકાશની ઝલક આપતી ઘડિયાળથી તમારું પેજ સજાવી શકો. જુદાં જુદાં અખબારોની હેડલાઇન મૂકી શકો. નવા નવા શબ્દો, આઇન્સ્ટાઇનને બુદ્ધનાં સુવાક્યો, ગીતાજીના શ્લોકથી માંડીને કુરાનની આયાતો મૂકી શકો. બે ઘડી ગમ્મત કરાવતાં ચબરાકિયાં, કાર્ટૂન કે નાસાની સેટેલાઇટ ઇમેજીસ મૂકી શકો અને ઇન્ડિયન રેલ્વેની ટિકિટનું પીએનઆર સ્ટેટસ કહી આપતું રમકડું પણ મૂકી શકો. સેન્સેક્સનું મોનિટર પણ ઉમેરી શકો છો આ પેજ પર. અને થોડી થોડી વારે પાણી પાઓ અને છોડવો વધે એવું વર્ચ્યુઅલ કૂંડું પણ મૂકી શકો! સવાલ એ થાય કે આટલું બધું એક જ સાથે એક પેજ પર કેવી રીતે ઉમેરવું? એ પણ ઇઝી છે - અહીં જુદાં જુદાં પેજની ટેબ સેટ કરવાની સગવડ છે. હોમ, ન્યૂઝ, ફન વગેરે કેટેગરી અનુસાર જુદી જુદી ટેબ સેટ કરી લો.

હકીકતમાં, આ સગવડ બે ઘડી ગમ્મત પૂરતી સીમિત નથી. સારો એવો સમય - અને એ પણ જુદાં જુદાં કમ્પ્યૂટર પરથી - નેટસર્ફિંગ કરતા લોકો માટે આઇગૂગલ ખરેખર વરદાન બની શકે, સૂઝપૂર્વક ઉપયોગ કરો તો.

ક્વિક-ક્લિક

આપણને રોજિંદી ઘટમાળની એવી આદત પડી જાય છે કે ક્યારેક નજર સામેની વસ્તુ પણ જોઈ શકતા નથી. સર્ચ અને જીમેઇલ ઉપરાંત ગૂગલ કઈ કઈ ઉપયોગી સર્વિસ આપે છે એ જાણવા ક્વિક-ક્લિક કરો અહીં.

 

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
JAGDISH Z PATEL     |2010-04-17 06:44:10
too much informations,really informative and interesting.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગૂગલગિફ્ટ્સમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com