ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝઆપમેળે અપડેટ થતી ઓનલાઇન એડ્રેસબુક!

આપમેળે અપડેટ થતી ઓનલાઇન એડ્રેસબુક!

‘‘ધ નંબર યુ હેવ ડાયલ્ડ ડઝ નોટ એક્ઝિસ્ટ...'' તમે મોબાઇલની એડ્રેસબુકમાં સ્ટોર કરેલો, મિત્રનો નંબર ડાયલ કરો અને સામે છેડેથી આવું સાંભળવા મળે, ત્યારે છેક દિમાગમાં બત્તી થાય કે અરે, એ મિત્રે તો પોતાનો નંબર બદલાયાનો એસએમએસ કર્યો હતો, આપણે એડ્રેસબુક અપડેટ કરવાનું ભૂલી ગયા હતા.

આવો અનુભવ લગભગ બધાને થયો હશે અને એવે સમયે, મોટા ભાગે વિચાર પણ આવ્યો હશે કે આપણી એડ્રેસબુકમાં સ્ટોર કરેલા કોન્ટેક્ટનો નંબર બદલાય તો એ આપોઆપ આપણી એડ્રેસબુકમાં પણ બદલાઈ જાય એવી કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. જો એવું થાય તો કેટલી બધી મગજમારીમાંથી આપણે બચી જઈએ?

ઇન્ટરનેટ પર આવી વ્યવસ્થા હવે ઉપલબ્ધ છે અને એ પણ માત્ર ફોન કે મોબાઈલ નંબર પૂરતી નહીં, તમામ પ્રકારની કોન્ટેક્ટ ડિટેઈલ માટે. જરા ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે તમે અમદાવાદમાંથી રાજકોટની કોઈ નવી કંપનીમાં જોડાવ, તો સ્વાભાવિક રીતે તમારી કંપની, હોદ્દો, ઘર અને ઑફિસનું સરનામું, ફોન-ફેક્સ-મોબાઇલ નંબર વગેરે બધી માહિતી પણ બદલાય. તમારે તમારા પરચિતો-સ્વજનો વગેરે સૌને આ બધી નવી માહિતી મોકલી પડે અને જો એ લોકો પોતાની ડાયરી અપડેટ કરવાનું ચૂક્યા, તો થાય ઉપર જણાવેલો અનુભવ !

હવે બીજી સ્થિતિ વિચારો. તમે ઇન્ટરનેટ પર મફત ઉપલબ્ધ www.plaxo.com માં મેમ્બર છો. તમારા મોટા ભાગના કોન્ટેક્ટ્સ પણ એમાં મેમ્બર છે. તમે અમદાવાદથી રાજકોટ જાવ એ સાથે, પ્લેક્સોમાં જઈને, તમારી એડ્રેસબુકમાં, તમારા પોતાના વિઝિટિંગ કાર્ડમાં બદલાયેલી નવી માહિતી લખો છો. એ સાથે, તમારે જેમને જાણ કરવી હોય એમનાં નામ સિલેક્ટ કરો (અથવા તો એક સાથે તમામને જાણ કરો). એ સૌને પ્લેક્સો તરફથી એક મેેઇલ જશે અને જાણ કરવામાં આવશે કે તમારી સંપર્ક માહિતી બદલાઈ છે. એ સૌએ પછી કરવાનું તો કંઈ જ નથી, કેમ કે થેન્ક્સ ટુ પ્લેક્સો, એ સૌની પોતપોતાની એડ્રેસબુકમાંની તમારી સંપર્ક માહિતી આપોઆપ અપડેટ થઈ ગઈ હશે!

ઉપયોગી વાત લાગે છે? મજાની વાત એ છે કે એડ્રેસબુકનું ઓટોમૅટિક અપડેશન એ તો પ્લેક્સોની જાતભાતની ખૂબીઓમાંની ફક્ત એક છે. તમે તમારા કમ્પ્યૂટરમાં માઇક્રોસોફ્ટ આઉટલૂકમાં એડ્રેસબુક, કેલેન્ડર, ટાસ્ક, નોટ્સ વગેરેનો ઉપયોગ કરતા હો તો પ્લેક્સોનું વિન્ડોઝ માટેનું એક નાનું સોફ્ટવેર ડાઉનલોડ કરી લો. પછી તમારા કમ્પ્યૂટરમાંની વિગતો અને પ્લેક્સો પરની વિગતો સિન્ક્રોનાઇઝ્ડ રહેશે. મતલબ કે તમારી મહત્ત્વની માહિતી તમે ગમે ત્યાંથી એક્સેસ કરી શકશો. પ્લેક્સો સાથે તમે જીમેઇલ, ગૂગલ કેલેન્ડર, યાહૂ વગેરેને પણ સિન્ક્રોનાઇઝ્ડ કરી શકો છો. પ્લેક્સોની મદદથી, તમારા સ્વજનો તેમના બ્લોગ પર નવું લખાણ મૂકે, પિકાસા કે ફ્લિકર પર નવા ફોટોગ્રાફ મૂકે તો તમને તરત તેની જાણ થાય છે. આ બધામાં, કોને કેટલું જોવા દેવું એની ચાવી હંમેશા તમારા હાથમાં. ટૂંકમાં, સતત અપટેડેટ રહેવું હોય તો પહોંચો પ્લેક્સો પર.

ક્વિક-ક્લિક

ગૂગલની મદદથી વધુ સહેલું અને સચોટ સર્ચિંગ કઈ રીતે કરી શકાય? ઉપયોગી કીમિયા જાણવા મળશે આ પેજ પર :

www.google.com/help/cheatsheet.html

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com