Follow us on Twitter
આ સાઇટમાં આપને કયા પ્રકારના વધુ લેખ ગમશે?
 
કમ્પ્યૂટરની ઘાસની ગંજીમાંથી સોય શોધો, પલકવારમાં! Print E-mail
સાયબરસફર - ગૂગલ ગિફ્ટસ
Written by હિમાંશુ કીકાણી   

સાચ્ચું કહેજો - તમે તમારા કમ્પ્યૂટરમાં, તમે પોતે તૈયાર કરેલી કોઈ ફાઇલ શોધી શોધીને કંટાળ્યા હો એવું ક્યારેક તો થયું જ હશે. અને જો તમને ઇન્ટરનેટ પર ગૂગલિંગની આદત હશે તો ઇન્ટરનેટની જેમ કમ્પ્યૂટરમાં સર્ચ કરવા માટે પણ ગૂલ હોવું જોઈએ એવો વિચાર પણ આવ્યો જ હશે. વધુ એક જો અને તો' - જો તમને ગૂગલિંગની સારી ફાવટ હશે તો તમારી સમસ્યાના ઉપાય સુધી પહોંચી જ ગયા હશો. હવે બિલકુલ છેલ્લું જો અને તો' - જો તમને ઉપાય ન મળ્યો હોય અને વારંવાર ફાઈલ શોધી શોધીને થાક્યા હો તો આગળ વાંચો!

 

જી હા, જેમ ગૂગલ ઇન્ટરનેટ પરનાં અસંખ્ય વેબપેજીસમાંથી તમને જોઈતાં પેજ શોધી આપે છે, બરાબર એ જ રીતે, તમારા કમ્પ્યૂટરમાં પણ સર્ચ કરવાની સગવડ કરી આપી છે ગૂગલે - ગૂગલ ડેસ્કટોપ સર્ચ સ્વરૂપે. આમ તો, તમારે તમારી કોઈ ફાઇલ તમારા ડેસ્કટોપ પર સ્ટોર કરવી ન પડે, બધું જ ઓનલાઇન રહે અને ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય એવી સ્થિતિ લાવવાની દિશામાં ગૂગલ કંપની આગળ વધી રહી છે, પણ એ દિવસો આવે ત્યાં સુધી આપણી લાઇફ ઇઝી કરવાની કૃપા પણ ગૂગલે કરી આપી છે. વિન્ડોઝમાં તમારા કમ્પ્યૂટરમાં સર્ચ કરવાની સુવિધા ઇનબિલ્ટ તો છે જ, પણ એમાં આ ગૂગલ ડેસ્કટોપ જેવી મજા નથી.

 

અમદાવાદમાં કેવાંક વાદળાં છવાશે એ જાણો, રેલ્વે ટિકિટની પીએનઆર સ્ટેટસ જાણવાનું રમકડું ગોઠવો, ડિક્શનરી ગોઠવો... વર્ચ્યૂઅલ ફૂલનું કૂંડું ગોઠવી એમાં પાણી પાઓ અને ફૂલને ખીલતું જુઓ... આ બધું જ રહેશે તમારા ડેસ્કટોપ પર, તમારી આંગળીના ઇશારે કામ કરવા તત્પર બનીને.

 

એવું તે શું છે ગૂગલ ડેસ્કટોપમાં એ જાણવા માટે પહેલાં પહોંચો ગૂગલ ડેસ્કટોપની સાઇટ પર (થોડી ધીરજ તો ધરો, આટલું પહેલાં પૂરું વાંચી લો!). એ પેજ પરથી ફક્ત એક ક્લિક કરીને ગૂગલ ડેસ્કટોપનો નાનકડો પ્રોગ્રામ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. હવે તમારે કશું જ કરવાનું રહેતું નથી. ગૂગલ ડેસ્કટોપ તમારા કમ્પ્યૂટર પરની તમામ માહિતીનું ઇન્ડેક્સિંગ કરશે. તમે કમ્પ્યૂટરની દયા ખાધી હોય તો ઠીક છે, પણ એમાં ઠાંસોઠાંસ માહિતી ખડકી હોય તો આ પહેલી વારના ઇન્ડેક્સિંગમાં કલાકો લાગી શકે છે.

 

એ કામ પૂરું થાય તે પછી, બિલકુલ ઇન્ટરનેટની જેમ, સર્ચબોક્સમાં એક-બે શબ્દ લખીને તમે કમ્પ્યૂટર પરની જુદી જુદી ફાઈલ, કોન્ટેક્ટ્સ, જોયેલાં વેબપેજીસ, ઇ-મેઇલ વગેરે વગેરે ઘાસની ગંજીમાંથી સોય શોધવાનું કામ પલકવારમાં કરી શકશો.

 

ગૂગલ ડેસ્કટોપની બીજી મજા તેના ડેસ્કટોપ સાઇડબારમાં છે. વિન્ડોઝ વિસ્ટામાં આવો સાઇડબાર પ્રીઇન્સ્ટોલ્ડ હોય છે, વિન્ડોઝ એક્સપી વાપરતા હો તો ગૂગલ ડેસ્કટોપની મદદથી તેની સુવિધા માણી શકાય છે (ગૂગલ ડેસ્કટોપ અને માઇક્રોસોફ્ટની લડાઈ હવે આપણા ડેસ્કટોપ પર પહોંચી ગઈ છે!) વિસ્ટા હોય તો પણ ગૂગલ ડેસ્કટોપ વાપરી શકાય છે. આ

 

સાઇડબારમાં, અસંખ્ય નાનાં નાનાં પણ કામઢાં રમકડાં (ગેજેટ્સ) ઉમેરી શકાય છે.

 

જેમ કે મથાળે જૂના જમાનાની ઘડિયાળ મૂકો, નાની નાની વાતની નોંધ કરવા પૅડ મુકો, કેલેન્ડર ઉમેરો, તમારા ઇમેઇલ અહીંથી જ ચેક કરો, અમદાવાદમાં કેવાંક વાદળાં છવાશે એ જાણો, રેલ્વે ટિકિટની પીએનઆર સ્ટેટસ જાણવાનું રમકડું ગોઠવો, ડિક્શનરી ગોઠવો... વર્ચ્યૂઅલ ફૂલનું કૂંડું ગોઠવી એમાં પાણી પાઓ અને ફૂલને ખીલતું જુઓ... આ બધું જ રહેશે તમારા ડેસ્કટોપ પર, તમારી આંગળીના ઇશારે કામ કરવા તત્પર બનીને.

 

ઉપયોગી છે, પણ જરા સંભાળજો, જાતભાતનાં રમકડાં ગોઠવવાની આદત પડશે તો તમારું કામ ખોટી થશે!

 

તો ટ્રાય કરી જુઓ ગૂગલ ડેસ્કટોપ સર્ચ !

 

Comments
Add New RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Please input the anti-spam code that you can read in the image.
mahesh Dave   |2009-05-14 11:27:50
પ્ર્થમ જ વાર આ સાઇટ નુ વાંચન કરુ છુ.ખુબ જ મજા આવી.આપના લેખ વાંચી ને નોલેજ અપડેટ કરવાની તક મળી.
kirti singh  - life     |2009-08-10 18:36:23
hallo syber is a very intresting and knowledgeful lekh hai. me hamesa syber safar click karta hoon.
હિમાંશુ   |2009-09-22 11:16:29
થેંક્યુ, મુલાકાત લેતા રહેશો.
DHAVAL  - intresting   |2009-08-16 15:58:47
aap ni site na aa lekh ni vanch samgri bahu pasand aavi. thank you.
હિમાંશુ   |2009-09-22 11:15:15
આભાર તો મારે માનવાનો છે - આપ સૌના પ્રોત્સાહનથી જ આ શક્ય બન્યું છે!
DHAVAL  - information   |2009-08-16 16:05:29
google desktop download kevi rite karvu teni mahiti apso.
હિમાંશુ   |2009-09-22 11:14:01
લેખના અંતે લિંક આપી છે, ટ્રાય કરી જુઓ...
vipup   |2009-08-24 17:53:40
સાહેબજી મેં ગૂગલ ડેસ્ક ટોપ ડાઉન્લોદ કર્યું પરંતુ તેના સર્ચ બોક્ષ્ માં જઈને જે ફાઈલ શોધવાનું નામ આપું છું ને એ તો ઈન્તરનેટ ઉપર થી આખી વેબ શોધી આપે છે પરંતુ ફાઈલ શોધતું નથી આના માટે શું કરવું જરૂર થી જવાબ આપજો [/color]
વિપુલ
હિમાંશુ   |2009-09-22 11:13:12
તમે ગૂગલ ડેસ્કટોપના સર્ચ બોક્સમાં કોઈ પણ શબ્દો સર્ચ માટે લખો તો તેના બે ઓપ્શન હોય છે, એક તો તમારું ડેસ્કટોપ સર્ચ કરવાનો અને બીજો વેબ સર્ચ કરવાનો. તમે કદાચ વેબ સર્ચનો ઓપ્શન રાખ્યો હશે. જોઈ લેશો.
nayee nilesh  - nayeenilesh     |2009-09-03 09:49:12
hu jyare mari web site banavu su tyare
hu zip cod enter karu su tyare submit thatuy nathi
rajendra   |2009-09-11 15:41:44
kharekhar aavi saaree vastu mukava badal Google ne abhinandan.
safa  - love   |2009-09-17 05:20:56
farhan
Janak  - it's too good   |2009-09-22 08:27:27
ગુજરાતના ઈન્ટરનેટ વપરાશકારો માટે અતિ અતિ ઉપયોગી છે.
હિમાંશુ   |2009-09-22 11:11:35
થેંક્યુ!
Nishit Dhruv  - Thank You   |2010-01-06 18:34:17
tamaro khub khub aabhar himanshu bhai, aa site ni paheli vaar mulukat lav chu, pan internet par aatli badhi mahiti hoy che te tamara thaki janva malyu.
Nishit Dhruv   |2010-01-06 18:36:20
khub khub aabhar tamaro aatli saras mahiti aapva badal
parna  - nice     |2010-05-26 10:27:08
thats easy to serch
shailesh patel  - thanks   |2010-07-10 08:04:43
great job. himansubhai congrats.
divyabhaskar Ni kolam na regular vacahk chi ye. khub khub abhinandan Gujarati praja ni seva karva badal. lage raho. gyan ki ganga bahte raho.

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

માણો એપિકમાં

આ સાઇટ આપ એપિક બ્રાઉઝરમાં વધુ સારી રીતે જોઈ શકશો અને ગુજરાતી કમ્પોઝિંગ ન આવડતું હોય તો પણ ગુજરાતીમાં અભિપ્રાય કે કમેન્ટ આપી શકશો.

ચાલો સ્પેસની સફરે

થોડા સમય પહેલાં આપણે સ્ટીલેરિયમ નામના એક સોફ્ટવેરની વાત કરી હતી, જેને એક વાર ડાઉનલોડ કરીને તમે આખા આકાશને તમારા કમ્પ્યૂટરમાં ઉતારી શકો છો. આવું જ, કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા.

વાંચો આગળ

હવે હાજર છે ફોટોપિડીયા

જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફૂરે - ધારો કે મંગળનો ગ્રહ કે માઉન્ટ એવરેસ્ટ કે ગમે તે - અને તેના વિશે અદભુત ફોટોગ્રાફ જોવાની ઇચ્છા પણ હોય અને તલસ્પર્શી માહિતી પણ મેળવવી હોય તો?

વાંચો આગળ

તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો?

બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.

વાંચો આગળ

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે.

વાંચો આગળ

મોબાઇલથી નેટ પર ફોટોવોલ

મોબાઇલ કેમેરાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો ફટાફટ ક્લિક કરતા રહેવાની આદત હોય તો તમે લીધેલા સ્નેપ્સ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવાની વિધિ થોડી કડાકૂટભરી ચોક્કસ લાગતી હશે. હવે એનો એક સરસ ઉપાય હાજર છે.

વાંચો આગળ

જુઓ શબ્દોનું નભોમંડળ!

હજી ગયા અઠવાડિયે આપણે અર્થઆલ્બમ સાઇટના તરાપે વર્લ્ડ ટુર માણી હતી. એ સાઇટ ફ્લિકર જેવા સમૃદ્ધ ફોટોસોર્સનો ઉપયોગ કરીને તેને ગૂગલ મેપ પર મેચ કરી આપતી સર્વિસ હતી, જેના પ્રતાપે આપણે નક્શા પર ક્લિક કરીને જે તે પ્રદેશના વિવિધ ફોટોગ્રાફ માણી શકતા હતા.

વાંચો આગળ

બ્લોગ વિશે કેટલીક પાયાની વાત

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?

વાંચો આગળ

થોડાં ડોકિયાં વિડિયો વર્લ્ડમાં

લખોટી યાદ છે? એક જમાનામાં ટાબરિયાં એનાથી રમતાં! હજી ક્યાંક દેખાઈ જાય (ન મળે તો એના જેવા પેપરવેઇટથી પણ કામ ચલાવી શકાય) તો હાથમાં લઈને જરા ધ્યાનથી જોજો અને પછી વિચારજો (અથવા તમારા ટાબરિયાને પૂછજો) કે કાચની આ નાની અમથી ગોળીમાં આટઆટલા રંગ ભર્યા કેવી રીતે હશે?

વાંચો આગળ

હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?

જો તમે પોતે અથવા તમારા પરિવારમાંથી કોઈ બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં જવાની તૈયારીમાં હોય કે કોલેજમાં હોય કે પછી, કોલેજ પૂરી કરીને વધુ આગળ અભ્યાસ કરવાની મથામણમાં હો તો તો આગળ ખરેખર ધ્યાનથી વાંચજો!

વાંચો આગળ

ઇન્ટરનેટ પર કમાણી કરવી છે?

સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...

વાંચો આગળ

An Aalekhan Venture.  ·  Powered by: BOLD Communications