Follow us on Twitter
તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો? Print E-mail
સાયબરસફર - બ્લોગર બેઝિક્સ
Written by હિમાંશુ કીકાણી   

 તો તમે પણ તમારો પોતાનો બ્લોગ બનાવવાનું નક્કી કરી લીધું, બરાબર? સરસ.આ લેખમાં બ્લોગ બનાવવા વિશે, ટૂંકમાં પણ એકડેએકથી જાણીએ. બ્લોગ બનાવવા માટે દુનિયાભરમાં મુખ્યત્વે ગૂગલની બ્લોગર' અને વર્ડપ્રેસ' સાઇટ અત્યંત લોકપ્રિય છે. હાલના ગુજરાતી બ્લોગર્સે મોટા ભાગે વર્ડપ્રેસ પર પસંદગી ઢોળી હોવાથી આપણે એનું જ ઉદાહરણ લઈને ચાલીએ.

 

બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.

 

તો, આપણી આ બ્લોગસફરનું પહેલું સ્ટેશન છે http://gu.wordpress.com ગુજરાતી બ્લોગર્સ માટે વર્ડપ્રેસની આ ગુજરાતીમાં સેવા છે (માત્ર http://wordpress.com પર જશો તો અંગ્રેજી પેજ ઓપન થશે). ગુજરાતી પેજ પર, વિવિધ ગુજરાતી બ્લોગ પર મુકાયેલી તાજી પોસ્ટ પણ જોવા મળશે. ગીત, ગઝલ, સાહિત્ય વગેરે જુદા જુદા ટૅગ' પણ જોવા મળશે, જેની ઉપર ક્લિક કરતાં એ વિષય પર મુકાયેલી સંખ્યાબંધ પોસ્ટ જોવા મળશે.

 

પણ થોભો, આપણે બીજાનું નથી વાંચવું, લોકો આપણું વાંચે એવું કરવું છે!

 

માટે, મુખ્ય પેજ પર સૌથી ઉપર, ‘સાઇન અપ નાઉ'ની લિંક પર ક્લિક કરો. આથી બાજુમાં દર્શાવેલું પેજ ઓપન થશે. આ પેજ પર, તમને મનગમતું યુઝરનેમ, પાસવર્ડ (તમને યાદ રહે એવો પસંદ કરજો!) અને ઇ-મેઇલ પૂછવામાં આવશે. તમારું યુઝરનેમ જ તમારા બ્લોગનું એડ્રેસ બનશે, એટલે તેની પસંદગી કાળજીપૂર્વક કરજો. તમે આપેલું યુઝરનેમ અગાઉ કોઈએ લઈ લીધું હશે તો તમારે નવું કોઈ યુઝરનેમ આપવાનું રહેશે.

 

બસ, હવે તમે મુખ્યત્વે કઈ ભાષામાં બ્લોગિંગ કરશો એ જણાવો એટલે વર્ડપ્રેસ તમે જણાવેલા ઇ-મેઇલ પર એક્ટિવેશન લિંક મોકલશે. તમારા ઇ-મેઇલ પ્રોગ્રામમાં જઈ, એ લિંક પર ક્લિક કરો એટલે તમારો બ્લોગ તૈયાર! ક્લિક કરતાં જ, વર્ડપ્રેસનું લોગ-ઇનનું પેજ ખૂલશે, અહીં યુઝરનેમ, પાસવર્ડ આપો એટલે તમારા બ્લોગનું ડેશબોર્ડ ખૂલશે.

 

આ ડેશબોર્ડ કે સમજો કે તમારી કારનું ડેશબોર્ડ. અહીંથી બધું થાય! બ્લોગની ડિઝાઇન પસંદ કરવી, નવી પોસ્ટ મૂકવી, નવું પેજ લખવું, જૂની પોસ્ટ મેનેજ કરવી, વગેરે બધું અહીંથી થશે. પણ, જેમ કાર ડ્રાઇવરની બાજુમાં બેઠેલી વ્યક્તિ ચલાવી ન શકે એમ, અહીંથી આગળ તમારે જાતે જ વધવાનું રહેશે. ખાંખાખોળાં કરશો, આમતેમ ક્લિક કરશો, વધુ વાંચશો તેમ તેમ વધુને વધુ સમજ કેળવાશે.

ઓલ ધ બેસ્ટ!

 

Comments
Add New RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Please input the anti-spam code that you can read in the image.
SHAIL  - JAAGO     |2009-05-06 03:49:11
mhbavaliya     |2009-05-19 13:26:59
this side is fine



thank you
bharat shah  - jamavat   |2009-06-20 09:34:45
cyber safar ma shabdo ni jamavat
gyan ni gapsap ne
fun ni chhe ramzat
himanshu, thava dyo
zazeri jamavat
jamavat, jamavat !
mohan     |2009-06-24 09:47:20
wordpress maa thee domin par kaye rite laye jaavanu
narendra   |2009-08-16 06:48:26
Thank you very much for guiding people how to blog. This is new thing for Gujarati people so will be usefull.
praful thakkar   |2009-09-03 10:22:29
blog banavavani rit vanchi khub maja aavi ane mane blog banavvani ichchh pan hati aapni aa web site ma badhu saru lagyu
MEHUL PATEL  - THANK YOU     |2009-09-09 05:24:39
THANK YOU FOR THE ALL STAFF OF THE CYBER SAFAR SPECIALLY HIMANSHU KIKANI SIR, BECAUSE THERE KNOWLEDGE IS VERY STRONG IN TO THE INTERNET.
dhanraj  - thank you   |2009-09-25 11:00:05
thanks himanshu bhai.
great job
Gohel Ronak D.  - Pleaze Give Answer   |2009-12-02 09:41:15
Hello. I am Student of information technology Diploma Engineering. Many times i read about Blogs & Earning. But How can i Earn through Blog making. please give me quick Solution.
arifkhatri   |2010-01-06 05:24:35
thanks
Dodhia Imtiyaz   |2010-01-13 11:43:47
the best site in net
Dodhia Imtiyaz   |2010-01-13 11:47:09
kem chho! himanshubhai mane english vachta thodu ochu avdeche. pan tamari site ma vachine mane ghani maja avi.thans
sharadchandra  - satyamevjayate     |2010-01-22 14:54:52
sir,
i wants blog in gujarati i proud to a gujarati, thanking you.

sharadchandra.
Kirtikant Purohit   |2010-01-25 15:39:07
વાહ કીકાણીભાઇ તમે ખરેખર ગાગરમાં સાગર સમાવ્યો છે.અત્યંત સરળ અને ઉપયોગી માહિતી.
bhavik vaghela  - briliyant     |2010-02-08 09:40:23
abc...........xyz
bhavik  - please give ans...     |2010-02-08 15:26:40
hellooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo......................................!
Rakesh Vaghela  - myfreevideosite (free video 4 u)     |2010-02-11 04:15:00
With your guide,i make one blog but on blogspot.com. Name of site is http://myfreevideosite.blogspot.com. Plz... check it & tell me if some necessary change or other query about it.

Thanks.....
satish  - freind     |2010-03-15 08:13:10
hello
Bhargav Patel  - Thanks   |2010-03-26 09:57:40
Very Very Very Very Thank you........
હિમાંશુ કીકાણી   |2010-04-17 05:35:37
આભાર તો તમારો, તમારા જેવા મિત્રોના પ્રોત્સાહનથી જ આ સફર આગળ વધે છે...
Bhautik Radadiya  - Thanks Himanshubhai   |2010-04-14 11:08:45
Thanks Wordpress And Wordpress staff ANd Himanshubhai Very very Thankyou........
હિમાંશુ કીકાણી   |2010-04-17 05:35:00
આભાર, મુલાકાત લેતા રહેશો!
siddhi   |2010-05-13 08:21:49
tamari website e to mane arabian nights ni safar karavi didhi, atyar sudhi jayshree ben ni tahuko.com thi j gujarati web ne janati hati, tame to gujarati web ni aakhi duniya kholi aapi ...

i want to prepare my blog but my instituation put the fire wall on word press .com so pls show me another way of making blog...

thank u na na tamaro aabhar...!
jayesh  - best websites for science knowledge   |2010-06-10 17:00:06
best websites for science knowledge
vipul  - hi   |2010-06-28 17:15:53
good n fine
vipul  - all is weel     |2010-06-28 17:29:24
khub khub aabhar
Soham Raval  - સરસ લેખ     |2010-07-09 11:13:22
હિમાંશુભાઇ,

સરસ વેબસાઇટ છે આપની.કલેકશન પણ સારુ એવુ છે.નવા-સવા બ્લોગરને જરાય ખબર નથી હોતી એટલે આ માહિતી એમને માટે જરુરી છે.ઉપયોગી છે.

આપનો લેખ હુ દિવ્યભાસ્કરમા દરેક વખતે વાંચુ છું.મજા આવે છે અને કંઇક નવુ જાણવા પણ અવશ્ય મળે છે.

મુલાકાત લેશોઃ

www.soham.wordpress.com
jignesh c. patel   |2010-07-22 13:50:16
thanks for guiding dear sir,
this website is very good for all gujratis,
keep it up
warm regards
mangalpanthi  - thanks   |2010-09-02 04:10:43
gujarati blog sharu karava mateni aatli saral bhashama mahiti aapva mate thanks
Dipak G. Sangani  - blog banavava mate   |2010-09-03 13:32:56
mr.himanshu bhai
thanks 4 all types of information.

sir me sau pratham blogger.com per blog banavine google adsense ma try karyu pan aagad kai khabar na padi.to Pls. have tame mane aa viseni mahiti appo.

thanks again

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

માણો એપિકમાં

આ સાઇટ આપ એપિક બ્રાઉઝરમાં વધુ સારી રીતે જોઈ શકશો અને ગુજરાતી કમ્પોઝિંગ ન આવડતું હોય તો પણ ગુજરાતીમાં અભિપ્રાય કે કમેન્ટ આપી શકશો.

ચાલો સ્પેસની સફરે

થોડા સમય પહેલાં આપણે સ્ટીલેરિયમ નામના એક સોફ્ટવેરની વાત કરી હતી, જેને એક વાર ડાઉનલોડ કરીને તમે આખા આકાશને તમારા કમ્પ્યૂટરમાં ઉતારી શકો છો. આવું જ, કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા.

વાંચો આગળ

હવે હાજર છે ફોટોપિડીયા

જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફૂરે - ધારો કે મંગળનો ગ્રહ કે માઉન્ટ એવરેસ્ટ કે ગમે તે - અને તેના વિશે અદભુત ફોટોગ્રાફ જોવાની ઇચ્છા પણ હોય અને તલસ્પર્શી માહિતી પણ મેળવવી હોય તો?

વાંચો આગળ

તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો?

બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.

વાંચો આગળ

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે.

વાંચો આગળ

મોબાઇલથી નેટ પર ફોટોવોલ

મોબાઇલ કેમેરાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો ફટાફટ ક્લિક કરતા રહેવાની આદત હોય તો તમે લીધેલા સ્નેપ્સ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવાની વિધિ થોડી કડાકૂટભરી ચોક્કસ લાગતી હશે. હવે એનો એક સરસ ઉપાય હાજર છે.

વાંચો આગળ

જુઓ શબ્દોનું નભોમંડળ!

હજી ગયા અઠવાડિયે આપણે અર્થઆલ્બમ સાઇટના તરાપે વર્લ્ડ ટુર માણી હતી. એ સાઇટ ફ્લિકર જેવા સમૃદ્ધ ફોટોસોર્સનો ઉપયોગ કરીને તેને ગૂગલ મેપ પર મેચ કરી આપતી સર્વિસ હતી, જેના પ્રતાપે આપણે નક્શા પર ક્લિક કરીને જે તે પ્રદેશના વિવિધ ફોટોગ્રાફ માણી શકતા હતા.

વાંચો આગળ

બ્લોગ વિશે કેટલીક પાયાની વાત

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?

વાંચો આગળ

થોડાં ડોકિયાં વિડિયો વર્લ્ડમાં

લખોટી યાદ છે? એક જમાનામાં ટાબરિયાં એનાથી રમતાં! હજી ક્યાંક દેખાઈ જાય (ન મળે તો એના જેવા પેપરવેઇટથી પણ કામ ચલાવી શકાય) તો હાથમાં લઈને જરા ધ્યાનથી જોજો અને પછી વિચારજો (અથવા તમારા ટાબરિયાને પૂછજો) કે કાચની આ નાની અમથી ગોળીમાં આટઆટલા રંગ ભર્યા કેવી રીતે હશે?

વાંચો આગળ

હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?

જો તમે પોતે અથવા તમારા પરિવારમાંથી કોઈ બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં જવાની તૈયારીમાં હોય કે કોલેજમાં હોય કે પછી, કોલેજ પૂરી કરીને વધુ આગળ અભ્યાસ કરવાની મથામણમાં હો તો તો આગળ ખરેખર ધ્યાનથી વાંચજો!

વાંચો આગળ

ઇન્ટરનેટ પર કમાણી કરવી છે?

સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...

વાંચો આગળ

An Aalekhan Venture.  ·  Powered by: BOLD Communications