ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસાયબરસફરઅરાઉન્ડ ધ વેબમાનવશરીરની અંદર ગાઇડેડ ટુર

માનવશરીરની અંદર ગાઇડેડ ટુર

તમે આ વાંચતા હશો ત્યારે લગભગ તો વેકેશનનો લાભ લઈને નજીકના કે દૂરના કોઈ સ્થળનો પ્રવાસ કરી આવ્યા હશો. ક્યાંય નહીં તો પછી તમારા શહેર કે ગામની જુદી જુદી જગ્યાઓ જોઈને ક્યાંક ફરી આવ્યાનો સંતોષ માન્યો હશે.

બહારનો આવો પ્રવાસ કરી આવ્યા પછી, અંદરનો પ્રવાસ પણ કરીએ તો કેવું? આંતરખોજ તો બહુ મોટો શબ્દ છે, પૃથ્વીના પેટાળ સુધી કદાચ પહોંચી શકાય પણ મનના ઊંડાણનો તાગ મેળવવો મુશ્કેલ, એટલે આપણે એવો કોઈ પ્રયાસ નથી કરવો. આપણે તો વડીલો જેને વાતવાતમાં ‘નશ્વર દેહ’ કે ‘હાડચામનો માળો’ કહે છે એ શરીરની અંદર કુદરતે કેવી કેવી કરામત કરી છે એનો તાગ મેળવવાની કોશિશ કરીએ.

મેડિકલ સાયન્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી બંનેમાં જોરદાર પ્રગતિ થયા પછી માનવશરીર રચનાને સરળતાથી સમજવાનો પ્રયાસો વધુ ને વધુ રસપ્રદ બનતા જાય છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આવી કેટલીક સાઇટ્સ તપાસીએ.

ઝાયગોટબોડી (http://www.zygotebody.com/)- તમને યાદ હોય તો થોડાં વર્ષ પહેલાં ગૂગલે બોડી બ્રાઉઝર નામનો એક પ્રોજેક્ટ ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું, હવે ઝાયગોટ નામની એક કંપની એ પ્રોજેકટ સંભાળી રહી છે. તમે હજી પ્રયોગાત્મક તબક્કામાંની આ સાઇટ પર જઈને માનવશરીર રચનાને ૩ડીમાં એક્સપ્લોર કરી શકો છો.

મેડટ્રોપોલીસ (http://www.medtropolis.com)- આ સાઇટ પણ માનવશરીરની વર્ચ્યુઅલ ટુર કરાવે છે. સાઇટના કહેવા મુજબ બાળકો અને મોટેરાં બંનેને એજ્યુકેટ અને એન્ટરટેઇન કરવાના હેતુથી શરૂ થયેલી આ સાઇટ પર વર્ચ્યુઅલ બોડી વિભાગમાં જઈને તમે મગજ, હાડમાળખું (એટલે સ્કેલેટન, ભાઈ!), હૃદય અને પાચનતંત્રનો અભ્યાસ કરી શકો છો. જેમ કે હૃદયમાં જશો તો તેના જુદા જુદા ભાગ, હૃદયમાં થતી પ્રક્રિયાનું એનિમેશન, ગાઇડેટ ટુર વગેરે જોઈ સમજી શકો છો.

વિઝિબલ બોડી (http://www.visiblebody.com)- આ સાઇટ પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વધુ ઊંડાણભરી માહિતી ધરાવતી આ સાઇટ વિવિધ પ્રકારના હ્યુમન એનેટોમી એટલાસ ઓફર કરે છે, જેમાં ઊંડા ઊતરવા માટે આપણે ખરીદવા પડે છે. તમે ડોક્ટર હો તો તો તમને આમાં રસ પડશે જ કેમ કે તમે જે પુસ્તકોમાં ટુ ડાયમેન્શનમાં જે જોયું કે વાંચ્યું હશે એ અહીં થ્રી ડાઇમેન્શનમાં સમજી શકો છો. સર્જન હો અને વાસ્તવિક માનવશરીરની આંતરિક રચના તમે રોજેરોજ જોતા હો તો પણ ટેક્નોલોજી કેવી વિક્સી રહી છે એ જાણવું પણ તમારે માટે રસપ્રદ બની રહેશે. સાઇટ પરના ફ્રી ડેમોમાં તો કોઈને પણ રસ પડે તેમ છે.

ઇસ્કેલેટન્સ (http://www.eskeletons.org)- યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ડિપાર્ટમેન્ટ ઓફ એન્થ્રોપોલોજીએ ડેવલપ કરેલી આ સાઇટ શરીરની સ્કેલેટલ એનેટોમી સમજાવે છે.

બીબીસી હ્યુમનબોડી (http://www.bbc.co.uk/science/humanbody/)- બીબીસીની આ સાઇટ જરા જુદા પ્રકારની છે કેમ કે તેમાં માનવ શરીર રચનાની વાત કે ૩ડી એનિમેશન ઉપરાંત, શરીર અને મગજ બંનેની વિગતવાર સમજણ કેળવવા માટે જુદી જુદી ક્વિઝ, ગેમ્સ, સર્વે વગેરે પણ છે. ઈંગ્લિશનો અંતરાય ન હોય અને શરીરવિજ્ઞાન અંગે છલોછલ જિજ્ઞાસા હોય તો જલસો પડી જાય એવી સાઇટ છે.

બાયોડિજિટલહ્યુમન (https://www.biodigitalhuman.com/)-ટેક્નોલોજીની દ્રુષ્ટિએ કદાચ સૌથી આગળ પડતી આ સાઇટ છે. વિઝયુઅલ, ઇન્ટરએક્ટિવ અને ૩ડી એમ ત્રણેય રીતે એ માનવશરીરના વિવિધ તંત્રો અને રચનાની અત્યંત વિગતવાર સમજણ આપે છે. સાઇટમાં લેયર્સનો ઉપયોગ થયો હોવાથી તમે એક પછી એક જુદા જુદા અવયવ અને રચનાને એક બીજા પર ઓવરલેપ કરી જોઈ શકાય છે. તમે ડોક્ટર કે મેડિકલ સ્ટુડન્ટ હો તો જુદી જુદી ટર્મ સર્ચ કરીને તેને વિઝયુઅલ ફોર્મેટમાં જોઈ શકો છો. સામાન્ય લોકોને, ફક્ત જોવા પૂરતી ફ્રી એવી આ સાઇટ મેડિકલ પ્રોફેશનલ્સ માટે પેઇડ સોલ્યુશન્સ પણ પૂરાં પાડે છે. તમારી પાસે હાઇ કન્ફીગરેશનવાળું કમ્પ્યુટર હોય તો જ આ સાઇટની મજા પૂરેપૂરી માણી શકશો.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Javed  - WebGL Error in firefox while open www.zygotebody.c   |2012-07-14 05:19:21
Dear Himanshubhai

nice info
but please help me i can not open website http://www.zygotebody.com

its showing Webgl not supported..
HASMUKH DHANDHALYA  - KINDLY THANX   |2012-06-21 06:45:22
Dear himanshubhai,
your this article is so helpful for me nd my students. . .
thanx a lot. . .
by the way i m a teacher in high school at bhavnagar. . .
Himanshu Kikani   |2012-06-25 00:57:20
Thanks a lot Sir! Mainly because, as you might have noticed, this entire safar is aimed at encouraging parents, teachers and students to get the most out of what is available at our fingertip. Your response suggests that the efforts are making some impact!
Dr.Rohit V Bhatt     |2012-06-11 03:13:59
Enjoyed very much.
Thanks for guiding me,

Regards

Dr.Rohit Bhatt
admin   |2012-06-11 06:41:37
You are always welcome Sir!

Thanks for your kind words,

Himanshu
Dr Bharat Agrawal   |2012-06-06 10:54:55
liked it.
admin   |2012-06-11 06:44:35
Thanks!

Himanshu

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

અરાઉન્ડ ધ વેબમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com