• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

આભાર, દિલથી!

આ સફર ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિનાં પાનેથી આ વેબસાઇટ સુધી વિસ્તરી તેનું શ્રેય જાય છે - આ વિષયનું મહત્ત્વ પારખનાર અખબારના સંપાદક અને પ્રોત્સાહન આપનાર આપ સૌ વાચકોને. દિલથી આભાર!
Follow us on Twitter

ક્વિક ક્લિક

ટાબરિયાંથી માંડીને આર્કિટેક્ટને ઉપયોગી થાય એવાં ૩-ડી મોડેલ્સ રમતરમતમાં બનાવતાં શીખવું છે? ગૂગલની આ ભેટ છે આપના માટે http://sketchup.google.com

આ સાઇટમાં આપને કયા પ્રકારના વધુ લેખ ગમશે?
 
સાયબરસફર પર સ્વાગત છે આપનું!
ભાષાને શું વળગે ગૂગલ? Print E-mail
સાયબરસફર - ગૂગલ ગિફ્ટસ
ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસનો પરચો તમને થયો છે? ક્યારેક કરી જોજો, પછી હસજો પણ ખરા, પણ આ સર્વિસને સાવ હસી ન નાખતા, કેમ કે...

થોડા સમય પહેલાં એક નેટસેવી મિત્રે એક રમતિયાળ ઇમેઇલ મોકલ્યો હતો. ટાઇટલ હતું  એન્જોય ધ બ્લન્ડર મેડ બાય ગૂગલ (માણો ગૂગલની ભૂલ)! ઇમેઇલમાં સાત પગલાં આપ્યાં હતાં  તમે પણ એને...

Read more...

અનેક આઇડિયા, જે બદલે આપણી દુનિયા Print E-mail
સાયબરસફર - યૂઝફૂલ સર્વિસીઝ
આખી દુનિયાને ખરેખર બદલવાની તાકાત ધરાવતા વિચારો રજૂ કરતાં અફલાતૂન પ્રવચનો જોવાં સાંભળવાંમાણવાં હોય તો...

ગયા અઠવાડિયે આપણે થોડી ટાઇમપાસ ટાઇપની રમત કરી હતી. આજે, એનાથી બિલકુલ ૩૬૦ ડીગ્રીએ સામેની બાજુ રહેલી વાત કરીએ. ૩૬૦ ડીગ્રી પર અટક્યા? ગુડ! બિલકુલ વિરુદ્ધની વાત ૧૮૦ ડીગ્રીની હોય...

Read more...

ભારતનું આગવું બ્રાઉઝર એપિક Print E-mail
સાયબરસફર - યૂઝફૂલ સર્વિસીઝ
આવી ગયું છે ભારતનું પહેલું, ખાસ ભારતીયો માટેનું બ્રાઉઝર. આ બ્રાઉઝરની ખરી ખૂબી, મોઝિલા ફાયરફોક્સની વિવિધ ખાસયિતોનું સરસ રીતે ભારતીયકરણ કરવામાં છે.

હમણાં રૂપિયાનો ચોક્કસ સિમ્બોલ અપનાવીને ભારતે કરન્સીનો સિમ્બોલ ધરાવતા દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું, તેમ સાયબરજગતમાં પણ એક સરસ પહેલ...

Read more...

મગજનું દહીં કરવું છે? Print E-mail
સાયબરસફર - યૂઝફૂલ સર્વિસીઝ
અર્થ વગરની, ભેજાનું ભોપાળું કાઢતી ગેમ્સ રમીને થાક્યા હો અને સાચા અર્થમાં મગજનું દહીં કરતી હલકીફૂલકી ગેમ્સ રમવા માગતા હો તો અચૂક જોવા જેવી છે આ સાઇટ...

પહેલાં થોડાક સવાલોનો મારો સહન કરો - પાંચ વત્તા બે કેટલા થાય? છ ઓછા ત્રણ? બાર ભાગ્યા ચાર? અકળાયા? થોડી ધીરજ ધરો. તમે દિવસમાં કેટકેટલાય...

Read more...

સવાલ પૂછો, જવાબ મેળવો, ફટાફટ Print E-mail
સાયબરસફર - યૂઝફૂલ સર્વિસીઝ
મૂળભૂત રીતે નેટવર્કિંગ સાઇટ જ, પણ ઘણી બધી રીતે અનોખી અને ઉપયોગી છે આર્ડવાર્ક સાઇટ.એક સમય હતો જ્યારે આપણે સૌ એક બીજા સાથે પત્રોથી સંપર્કમાં રહેતા. પછી ફોન આવ્યા, પછી મોબાઇલ અને ઇમેઇલ આવ્યા, અને પછી આવી ટવીટર, ફેસબુક, ઓર્કૂટ વગેરે વગેરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. આ બધાથી એકમેકના લાઇવ...

Read more...

ગમતાં ગીતો એક્સેસ કરો ઓનલાઇન Print E-mail
સાયબરસફર - અરાઉન્ડ ધ વેબ
તમારા કમ્પ્યુટરમાં ગીતોનું મસ્ત કલેક્શન બનાવો અને પછી એને એક્સેસ કરો ગમે ત્યાંથી, મન થાય ત્યારે.

આજે થોડી રમત કરીએ! ધારો કે તમે ઑફિસમાં કમ્પ્યુટર સામે બેઠા છો અને ઘરના કમ્પ્યુટરમાં સ્ટોર કરેલું કોઈ મસ્ત મજાનું ગીત સાંભળવાનું મન થઈ આવ્યું. તો?

આમ તો, આ સ્થિતિમાં બેત્રણ રીતે...

Read more...

મળો ‘ઇડિયટ રૅન્ચો’ના વિદેશી અવતારને Print E-mail
સાયબરસફર - ફોર યોર કિડ્ઝ
સ્ટીમબોટ, રોકેટ, સોલાર બેટરી, હીટ એન્જિન, રેડિયો... આ બધું તમને જાતે બનાવવું ગમે? એ પણ સહેલાઈથી મળતી ચીજવસ્તુમાંથી? વિજ્ઞાનનો જબરજસ્ત રોમાંચક ખજાનો છે અહીં...

તમારામાંના બાળકને તમે જીવતું રાખ્યું હશે તો ચોમાસામાં આ મજા તમે ચોક્કસ માણી હશે (ના, પાણીના ખાબોચિયામાં મસ્તીથી કૂદકો મારવાની...

Read more...

થોડાં ડોકિયાં વિડિયો વર્લ્ડમાં Print E-mail
સાયબરસફર - અરાઉન્ડ ધ વેબ
યુટ્યૂબ પર વિડિયો સર્ચ કરી કરીને થાક્યા હો તો ઘણું ખરું યુટ્યૂબના જ વિડિયો, સરસ રીતે કેટેગરાઇઝ કરી આપે છે આ વિડિયો સાઇટ્સ

લખોટી યાદ છે? એક જમાનામાં ટાબરિયાં એનાથી રમતાં! હજી ક્યાંક દેખાઈ જાય (ન મળે તો એના જેવા પેપરવેઇટથી પણ કામ ચલાવી શકાય) તો હાથમાં લઈને જરા ધ્યાનથી જોજો અને પછી...

Read more...

દાદીમાને શીખવો વિડિયો ચૅટિંગ Print E-mail
સાયબરસફર - ગૂગલ ગિફ્ટસ
તમે તો ચપટી વગાડતાં ચૅટિંગ કરી લેતા હશો, પણ તમારાં મમ્મીપપ્પા કે દાદીમાને પણ ચૅટિંગ કરવું હોય તો કેટલી કસરત કરવી પડે! હવે એમનું કામ સહેલું બનાવે છે ગૂગલ...

આ લખનારના એક મિત્રે વાતવાતમાં એક સરસ વાત કરી હતી, ‘‘મને તો એવી ટેકનેલોજીમાં રસ છે, જે મને અનુકૂળ થાય, મારે ટેક્નોલોજીને અનુકૂળ થવું...

Read more...

સવાલ-જવાબ

સાયબરસફરમાં ઇન્ટરનેટની અનેકવિધ, રસપ્રદ સર્વિસીઝ વિશે માહિતી હોય છે. તમે એ સાઇટની મુલાકાત લીધી? સર્વિસ અજમાવી જોઈ? કોઈ મુશ્કેલી નડી? કે કોઈ સવાલ જાગ્યો? ઇન્ટરનેટને લગતા આપના સવાલો વહેંચો સૌની સાથે. સવાલ પૂછો તેમ અન્યના સવાલના ઉત્તર પણ આપી શકો છો.

વાંચો વધુ

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

માણો એપિકમાં

આ સાઇટ આપ એપિક બ્રાઉઝરમાં વધુ સારી રીતે જોઈ શકશો અને ગુજરાતી કમ્પોઝિંગ ન આવડતું હોય તો પણ ગુજરાતીમાં અભિપ્રાય કે કમેન્ટ આપી શકશો.

ચાલો સ્પેસની સફરે

થોડા સમય પહેલાં આપણે સ્ટીલેરિયમ નામના એક સોફ્ટવેરની વાત કરી હતી, જેને એક વાર ડાઉનલોડ કરીને તમે આખા આકાશને તમારા કમ્પ્યૂટરમાં ઉતારી શકો છો. આવું જ, કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા.

વાંચો આગળ

હવે હાજર છે ફોટોપિડીયા

જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફૂરે - ધારો કે મંગળનો ગ્રહ કે માઉન્ટ એવરેસ્ટ કે ગમે તે - અને તેના વિશે અદભુત ફોટોગ્રાફ જોવાની ઇચ્છા પણ હોય અને તલસ્પર્શી માહિતી પણ મેળવવી હોય તો?

વાંચો આગળ

તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો?

બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.

વાંચો આગળ

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે.

વાંચો આગળ

મોબાઇલથી નેટ પર ફોટોવોલ

મોબાઇલ કેમેરાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો ફટાફટ ક્લિક કરતા રહેવાની આદત હોય તો તમે લીધેલા સ્નેપ્સ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવાની વિધિ થોડી કડાકૂટભરી ચોક્કસ લાગતી હશે. હવે એનો એક સરસ ઉપાય હાજર છે.

વાંચો આગળ

જુઓ શબ્દોનું નભોમંડળ!

હજી ગયા અઠવાડિયે આપણે અર્થઆલ્બમ સાઇટના તરાપે વર્લ્ડ ટુર માણી હતી. એ સાઇટ ફ્લિકર જેવા સમૃદ્ધ ફોટોસોર્સનો ઉપયોગ કરીને તેને ગૂગલ મેપ પર મેચ કરી આપતી સર્વિસ હતી, જેના પ્રતાપે આપણે નક્શા પર ક્લિક કરીને જે તે પ્રદેશના વિવિધ ફોટોગ્રાફ માણી શકતા હતા.

વાંચો આગળ

બ્લોગ વિશે કેટલીક પાયાની વાત

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?

વાંચો આગળ

થોડાં ડોકિયાં વિડિયો વર્લ્ડમાં

લખોટી યાદ છે? એક જમાનામાં ટાબરિયાં એનાથી રમતાં! હજી ક્યાંક દેખાઈ જાય (ન મળે તો એના જેવા પેપરવેઇટથી પણ કામ ચલાવી શકાય) તો હાથમાં લઈને જરા ધ્યાનથી જોજો અને પછી વિચારજો (અથવા તમારા ટાબરિયાને પૂછજો) કે કાચની આ નાની અમથી ગોળીમાં આટઆટલા રંગ ભર્યા કેવી રીતે હશે?

વાંચો આગળ

હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?

જો તમે પોતે અથવા તમારા પરિવારમાંથી કોઈ બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં જવાની તૈયારીમાં હોય કે કોલેજમાં હોય કે પછી, કોલેજ પૂરી કરીને વધુ આગળ અભ્યાસ કરવાની મથામણમાં હો તો તો આગળ ખરેખર ધ્યાનથી વાંચજો!

વાંચો આગળ

ઇન્ટરનેટ પર કમાણી કરવી છે?

સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...

વાંચો આગળ

An Aalekhan Venture.  ·  Powered by: BOLD Communications