વાંચો એક નિઃશુલ્ક અંક

અંક-000 ફેબ્રુઆરી 2012

CyberSafar Magazine Issue-0_February 2012દિવ્ય ભાસ્કરમાં ચારેક વર્ષથી ચાલતી કોલમ અને ત્રણેક વર્ષથી ચાલતી વેબસાઇટની આપણી સહિયારી સફરને આપ સૌના અત્યંત હૂંફાળા પ્રતિસાદથી મળ્યું એક નવું સ્વરૂપ - માસિક પ્રિન્ટેડ મેગેઝિનનું! આ પ્રથમ અંકમાં ઇન્ટરનેટ અંગેની અને અન્ય વિવિધ પ્રકારની રસપ્રદ માહિતી આવરી લેવાઈ છે.

Read More Comment (7) Hits: 2062

અંક-001 માર્ચ 2012

cybersafar issue-1, March 2012ઇન્ટરનેટ પર - અને વાસ્તવિક જગતમાં પણ - છેલ્લા થોડા સમયથી સૌથી વધુ ચર્ચાતા શબ્દ છે ફેસબુક અને સોશિયલ મીડિયા. આખરે છે શું આ સોશિયલ મીડિયા? તેનાં વિવિધ પાસાં ઉપરાંત, થોડા સમયથી અત્યંત લોકપ્રિય બની રહેલી પિન્ટરેસ્ટ નામની સર્વિસ વિશે વિગતવાર વાત કરવામાં આવી છે આ અંકમાં.

Read More Comment (2) Hits: 1204

અંક-002 એપ્રિલ 2012

cybersafar magazine issue-2, April 2012ઇન્ટરનેટનો એક મોટો પ્રોબ્લેમ છે અતિરેક. માહિતીનો રીતસરનો વિસ્ફોટ સર્જ્યો છે ઇન્ટરનેટ પર. આમાંથી વિવિધ સાઇટ, બ્લોગ્સ પરની આપણે કામની અને રોજિંદા ઉપયોગની સામગ્રી નિયમિત રીતે જોવાનો એક સરસ ઉપાય આપે છે રીયલી સિમ્પલ સિન્ડેકેશન. આ અંકમાં તેની વિગતવાર વાત છે, ઉપરાંત, પેનોરમિક ફોટોગ્રાફી, પેપરમોડેલ્સ, મેથગેમ્સ વગેરેની મજા પણ ખરી.

અંક-003 મે 2012

cybersafar magazine issue-3 May-2012કમ્પ્યુટર પર અર્થ વગરની ગેમ્સ રમીને થાક્યા હો તો જબરજસ્ત મગજમારી કરાવતી કેટલીક મસ્ત સાઇટ્સ તમને જરૂર ગમશે. એ ઉપરાંત, આ આંકમાં તમારી પોતાની એસએમએસ ચેનલ બનાવવાની, ઓનલાઇન સ્ટોરેજની કે પોસ્ટલ સરનામાં એકઠાં કરવાની સુવિધા આપતી વેબસર્વિસ વિશે પણ વિગતવાર વાત કરવામાં આવી છે.

અંક-004 જૂન 2012

Cybersafar Magazine_4_June2012ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રકારના આપણા ડિજિટલ ફોટોગ્રાફ્સના ઇઝી મેનેજમેન્ટ પર ફોકસ સાથે આ અંકમાં ગૂગલના ફોટો મેનેજમેન્ટ સોફ્ટવેર પિકાસા અને પિક્ચરાઈન નામની એક વેબસર્વિસની વિગતવાર વાત કરવામાં આવી છે. એ સાથે સ્માર્ટ ફોનની બેટરી લાઇફ વધારવાના સરળ ઉપાય, પેનડ્રાઇવનો યોગ્ય ઉપયોગ, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર અત્યંત ઉપયોગી સાબિત થતા શોર્ટકટ્સ વગેરે વિષયોને પણ આ અંકમાં આવરી લેવાયા છે.

Read More Comment (8) Hits: 1151

અંક-005 જુલાઈ 2012

પૃથ્વીની અપાર વિવિધતાને ગણતરીની સેકન્ડમાં આપણી નજર સામે સાકાર કરી દેતા ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે વિગતવાર માહિતી આવરી લેવામાં આવી છે આ અંકમાં. આ અંકથી સાયબરસફર પ્રથમ ગુજરાતી મલ્ટિમીડિયા મેગેઝિન પણ બને છે!

Read More Comment (20) Hits: 1392

અંક-006 ઓગસ્ટ 2012

Cybersafar Magazine August 2012 Cover
આખા વિશ્વને જાણે એપ્સનું ઘેલું લાગ્યું છે! આ અંકમાં સરેરાશ વાચક માટે જાણીતાં અને ઉપયોગી એવાં કેટલાંક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ એપ્સના ઉપયોગ વિશે પ્રાથમિક માહિતી આપી છે. સાથે ઓલિમ્પિકનાં વર્ચ્યુઅલ એક્ઝિબિશન્સની લિંક્સ પણ એક્સ્પ્લોર કરવાનું ચૂકશો નહીં!

Read More Comment (4) Hits: 1897

અંક-007 સપ્ટેમ્બર 2012

Cybersafar Magazine September 2012 Cover
તેજસ્વી કારકિર્દી ઘડવા માટે શું જોઈએ? એ માટેની ધગશ? એ તો બધામાં હોય! જરૂરી છે બીજાથી અલગ, સ્માર્ટ રીતે વિચારવું અને કામ કરવું. આ માટે ઉપયોગી એવા વિવિધ પ્રોગ્રામ અને ઇન્ટરનેટ પરની કેટલીક વેબસર્વિસીઝની પાયાની માહિતી આ અંકમાં આપી છે. તમે તેના યુઝર તો હશો જ, પાવર યુઝર કે માસ્ટર બનશો તો તમારા કામકાજમાં બીજાથી આગળ નીકળતાં વાર નહીં લાગે!

Read More Comment (3) Hits: 1734

અંક-008 ઓક્ટોબર 2012

કમ્પ્યુટર સાથે વર્ષોનો સંબંધ હોય કે તાજો તાજો પરિચય કેળવી રહ્યા હોઈએ, તેનાં ઘણાં પાસાં આપણી જાણ બહાર રહી જતાં હોય છે. આ અંકની કવર સ્ટોરીમાં વાંચો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની જાણી-અજાણી વાતો. એ ઉપરાંત, બીજા લેખોમાં બીજું ઘણું બધું જાણવા જેવું તો ખરું જ!

Read More Comment (5) Hits: 1375

અંક-009 નવેમ્બર 2012

Cybersafar Magazine November 2012 Cover
આજે આપણા જીવનનો એક અનિવાર્ય હિસ્સો બની ગયેલા ઈ-મેઇલના તમે પાવર યુઝર બનવા માગતા હો તો આ વખતની કવરસ્ટોરી તમારા કામની છે. આ અંક તૈયાર થઈને આપ સુધી પહોંચ્યો એટલી વારમાં જીમેઇલમાં કેટલાક ફેરફાર આવી ગયા છે, છતાં મોટા ભાગની ખૂબીઓ યથાવત છે. આપના અનુભવો જરૂર શેર કરશો! 

અંક-010 ડિસેમ્બર 2012

વિકિપીડિયા પર આંખો મીંચીને વિશ્વાસ મૂકીએ કે ન મૂકીએ, નિઃશુલ્ક અને વિશ્વના સૌથી વિરાટ જ્ઞાનકોષ તરીકે તેનો જોટો જડે તેમ નથી. આ અંકમાં વિકિપીડિયા અને તેના જેવા, વિકિમીડિયા ફાઉન્ડેશનના બીજા પ્રોજેક્ટ વિશે પ્રાથમિક માહિતી આવરી લીધી છે. સાથે યુટ્યૂબ, ફોટોક્રોપિંગ વગેરેની જાણકારી ઉપરાંત, માઇક્રોસોફ્ટ વર્ડમાં ઓટોમેટિક અનુક્રમણિકા બનાવવાની મુદ્દાસર માહિતી વાંચવાનું ચૂકશો નહીં!  

Read More Comment (11) Hits: 1138

અંક-011 જાન્યુઆરી 2013

‘નવું જાણવા, ઘણું માણવા, માઉસને આપો પાંખો!’ - આપણી સફરનો સાર આ વાક્યમાં સમાઈ જાય છે અને આ વાક્યને બરાબર સાર્થક કરે છે આ વખતનો અંક. દુનિયાભરમાં પ્લેન ઊડાવવાની કે બલૂનમાં મુસાફરી કરવાની મજા માણવી હોય કે સાગરનાં ઊંડાણાં ઊતરીને એને રહસ્યોનો તાગ મેળવવો હોય, તમે એ કરી શકો છો માઉસને પાંખો આપીને, ઘેરબેઠાં!

અંક-012 ફેબ્રુઆરી 2013

ઇન્ટરનેટની આપણી સફરની શરૂઆત થાય છે વેબ બ્રાઉઝરથી. આ બ્રાઉઝર વિશે જેટલું વધુ જાણીએ એટલો આપણને વધુ લાભ! આ અંકમાં ગૂગલ ક્રોમની ખૂબીઓની વાત આલેખી છે. સાથે એન્ટિવાયરસ પ્રોગ્રામની ખરીદી વિશે પાયાની સમજણ, ગૂગલ અને ફેસબુકનાં સર્ચ એન્જિનમાં આવી રહેલા ફેરફારો, રાત્રિના સમયે ઝળહળતી પૃથ્વીનાં વેબદર્શન વગેરે લેખો પણ ગમશે.

અંક-013 માર્ચ 2013

ઉજ્જવળ કારકિર્દી માટે જ્ઞાન મહત્ત્વનું છે અને તેને ચકાસવા માટે પરીક્ષા સૌથી સારી પદ્ધતિ નથી જ, એમાંય આપણે તો શાળાના પાઠ્યપુસ્તકમાં હોય એને જ જ્ઞાન ગણી લેવું પડે એવી સ્થિતિ છે. પણ જે વિદ્યાર્થી, શિક્ષક અને માતા-પિતાને પરીક્ષા ઉપરાંતના જ્ઞાનમાં પણ રસ છે એમને આ અંકની કવર સ્ટોરી ગમશે. સાથે પાવરપોઇન્ટમાં સ્લાઇડ માસ્ટરનો ઉપયોગ કેમ કરવો, ફેસબુકમાં પ્રાઇવસી સેટિંગ્સની મુદ્દાસર સમજ, પૃથ્વીના તળિયા સુધી જેમ્સ કેમેરુનની ડૂબકી વગેરે....

અંક-014 એપ્રિલ 2013

નકશાઓમાં આવેલી ક્રાંતિ આપણા જીવનનો નકશો બદલી રહી છે ત્યારે, ગૂગલ મેપ્સને બારીકાઈથી તપાસે છે આ અંકની કવર સ્ટોરી. તેમાં જ, જીપીએસ નેવિગેશનના સંદર્ભ સાથે અમદાવાદની સિટી બસ સાથેનું ગૂગલનું કનેક્શન પણ આવરી લેવાયું છે. આ અંકમાં ટેબલેટ કે સ્માર્ટફોનની ખરીદી સમયે ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ પણ જાણવા મળશે.

અંક-015 મે 2013

માઇક્રોસોફ્ટ વર્ડ - એક અપાર શક્યતાઓ ધરાવતો મજાનો પ્રોગ્રામ. આપણે તેનો ઉપયોગ રોજેરોજ કરતા હોવા છતાં, તેની ઘણી ખૂબીઓ નજર બહાર રહી જતી હોય છે. આ અંકમાં જાણો આવી કેટલીક ખાસિયતો. સાથોસાથ, ગૂગલ એકાઉન્ટમાં બેન્ક જેવી સલામતી આપતા ટુ-સ્ટેપ વેરિફિકેશન અને સ્માર્ટફોન ખોવાય ત્યારે લેવાનાં પગલાંની માહિતી પણ સામેલ છે આ અંકમાં...

‘સાયબરસફર’ મેગેઝિનના પ્રિન્ટેડ અંકોનું લવાજમ ભરનારા મિત્રો, તેમના લવાજમગાળા દરમિયાન મેગેઝિનના તમામ અંકોની (એટલે કે પહેલા અંકથી) મલ્ટિમીડિયા, ફૂલકલર એડિશન આ સાઇટ પર ફ્રી એક્સેસ કરી શકે છે.
ઓનલાઇન કે અન્ય રીતે લવાજમ ભરવા માટે આ પેજ જુઓ.

રજિસ્ટ્રેશન

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ જ્ઞાનસ્રોત તરફ દોરી જતી આ સાઇટ સાયબરસફર પ્રિન્ટ મેગેઝિનનો એક ભાગ છે અને હાલમાં તેના લવાજમધારકો માટે જ છે. સાઇટમાં રજિસ્ટ્રેશન માટે આપને ઇમેઇલમાં મળેલો પાસવર્ડ અહીં આપો. (ન મળ્યો હોય તો editor@cybersafar.com પર મેઇલ મોકલશો.

આભાર! આપનો પાસવર્ડ સાચો હશે તો સબમીટ કરતાં રજિસ્ટ્રેશન પેજ ઓપન થશે, તેમાં આપની વિગતો આપો અને ફેમિલિગાઇડમાં આગળ વધો!

નવી માહિતી ઇમેઇલ દ્વારા

Enter your email address:

Delivered by FeedBurner

 

આટલું ધ્યાને લેશો...

આપના યુઝરનેમ-પાસવર્ડ કોઈ સાથે શેર કરશો નહીં. તેનાથી એકથી વધુ, અલગ અલગ જગ્યાએથી લોગ-ઇન થશે તો આપનું એકાઉન્ટ હંમેશ માટે લોક થઈ શકે છે.

સાયબરસફર મિત્રો

We have 2 guests and no members online

Go to top